દામનગર ની મોર્ડન ગ્રીન તાલુકા શાળા નં૧ ખાતે થી ગુજરાત પોષણ અભિયાન નો પ્રારંભ કરાવતા જિલ્લા ખેતીવાડી અધિકારી પટેલ અને પ્રાંત અધિકારી શ્રી જોશી સહિત ના મહાનુભવો નું શાળા સંકુલ માં સામૈયા થી નાની બાળા ઓ દ્વારા ભવ્ય સત્કાર કરાયો ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦/૨૨ ના સમારોહ સ્થળે અનેકો વ્યજનો  નો રસાથાળ વાનગી પ્રદર્શન હજારો વાલી ઓ વિદ્યાર્થીઓ વચ્ચે શાળા ના બાળકો એ કુપોષિત અંગે સુંદર નાટય રજૂ કર્યું હતું

ગુજરાત પોષણ અભિયાન અંગે સરકારના સુંદર ઉદેશો ની અવગત કરતા જિલ્લા ખેતીવાડી અધિકારી પટેલ અને લાઠી પ્રાંત અધિકારી  જોશીએ હજારોની વિશાળ હાજરીને સામુહિક વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવડાવી હતી “ચાલો સુપોષિત ગુજરાત નિર્માણ કરી એ”

કુપોષણ ના કલંકને મિટાવવા જનભાગીદારી થી ૧૬ બાળકો ને પાલક વાલી તરીકે દત્તક લેતા નટુભાઈ ભાતિયા સતિષભાઈ ગોસ્વામી ધ્રુવભાઈ ભટ્ટ ચિરાગભાઈ સોલંકી કૌશિકભાઈ બોરીચા તેજસભાઈ પરમાર વિમલભાઈ ઠાકર વિનુભાઈ જયપાલ મહેન્દ્રભાઈ પરમાર સહિત ના ઓ એ કુપોષિત બાળકો ને પાલક વાલી તરીકે દત્તક લેતા બેઝ થી પ્રાંત અધિકારી અને જિલ્લા ખેતવાડી અધિકારી દ્વારા સન્માન પત્રથી સન્માન કરાયું કુપોષિત બાળકો ના પાલક વાલી બનતા ઉદારદિલ દાતાઓને સન્માન બેઝ સને સન્માન પત્ર એનાયત કરાયા સન્માનિય અગ્રણી ઓ દ્વારા હાજર છ માસ માં બાળકો ને પ્રથમ અન્ન પ્રાશન કરાવતા અગ્રણી ઓ દ્વારા અનેકો લાભાર્થી બાળકો વાલી ને વિવિધ પૌષ્ટિક દ્રવ્ય ની ટોપલી અને કિશોરી ઓ ને સરતાજ થી સન્માનિત કરાયા હતા આ તકે તાલુકા મામલતદાર  મણાત ઝરખિયા પી એ સી, તબીબી સ્ટાફ, આશ વર્કર, બહેનો, આંગણવાડી વર્કર,  હેલ્પર સહિત શાળા સ્ટાફ સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણીઓ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન દીપાબેન ચૌહાણ દ્વારા કરાયું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.