સીદસર ઉમિયા મંદિરનાં નવા ચેરમેન મૌલેશભાઈ ઉકાણીનું સન્માન
શહેરના સેક્ધડ રીંગ રોડ પર કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં આઠમા નોરતા નિમીતે યોજાયેલા મહાઆરતીની ભકિતસભર ઉજવણી કરવામાં આવી હતી. અનેક પાટીદાર શ્રેષ્ઠીઓ, ખેલૈયાઓ દર્શકો અને આયોજકો એ હજારો દિવડાઓ સાથે માતાજીની આરતી કરી હતી. ભવ્યાતિ ભવ્ય મહાઆરતીમાં અનોખુ ધાર્મીક વાતાવરણ સર્જાયું હતું. કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં ઉમિયા માતાજી મંદિરના હોદેદારોનો સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો. રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આયોજીત કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે પણ ભવ્યાતીભવ્ય મહા આરતીનું આયોજન થયું હતુ. કલબ યુવી રાસોત્સવના ગ્રાઉન્ડમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાના મંદિરની સ્થાપના કરવામાં આવે છે. તેમજ દરરોજ તેમની પુજા અર્ચના અને વિવિધ મહાનુભાવો દ્વારા આરતી કરવામાં આવે છે. ગઇકાલે આઠમાં નોરતે કલબ યુવી આયોજીત મહાઆરતીમાં ઉમિયા પરિવાર રાજકોટની રપ વિવિધ સંસ્થાઓએ સાથે મળી શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્ટી મંડળમાં નવનિયુકત થયેલ હોદેદારો જેમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના નવનિયુકત ચેરમેન મૌલેશભાઇ ઉકાણી મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ તથા પ્રમુખ પદેથી વિદાયમાન લેનાર ડો. ડાયાભાઇ પટેલનું અભિવાદન કરી તેમને ફુલડે વધાવ્યા હતા.
સિદસર મંદિરના પ્રમુખ તરીકે ડો. ડાયાભાઇ પટેલે રાજકોટની ભાગોળે ઇશ્વરીયા ખાતે રાજકોટ શહેરમાં વસતા રપ હજાર પાટીદાર પરિવારનો જ્ઞાતી સમુહ ભોજન, સોમનાથ તથા દ્વારકા ખાતે અતીથીગુહ નું નિર્માણ, તથા સૌરાષ્ટ્રભરમાં પાટીદાર સમાજ માટેની ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃતીઓના વાહક બન્યા છે. વયમર્યાદાના કારણે નિવૃત થતા ડો. ડાયાભાઇ પટેલના સન્માન કાર્યક્રમમાં તથા ઉમિયા માતાજી મંદિર સિદસરના ચેરમેન બનેલા મોલેશભાઇ ઉકાણી, અને મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલનું મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અને રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્રાજ, મેયર બીનાબેન આચાર્ય, માજી ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, વંદનાબેન ભારદ્વાજ સહીતના અગ્રણીઓએ અદકેરૂ સન્માન કર્યુ હતુ. કલબ યુવીમાં ગઇકાલે આઠમાં નોરતે રાજકોટની ર૫ પાટીદાર સંસ્થાઓના હોદેદારો, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓએ મા ઉમિયાની આરાધના કરી માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો. તેમજ ઉમિયાધામ સિદસરનાં નવા વરાયેલ હોદેદારોનું અભિવાદન કર્યું હતું.
સૌરાષ્ટ્રમાં તથા વિદેશમાં પણ ઘ્વજાજીનું પૂજન કરાયું: જયેશભાઈ પટેલ
જયેશભાઈ પટેલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટનાં આંગણે નવરાત્રી મહોત્સવનાં આઠમાં નોરતે કલબ યુવી દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવે છે. આજે ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે બિરાજતા કડવા પાટીદારનાં કુળદેવી ઉમિયા માતાજીનાં આઠમાં નોરતે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘ્વજાજીનું પૂજન કરેલ છે. અહિંયા પણ ઘ્વજાજીનું પુજન થયેલ છે. વિદેશમાં પણ ઘ્વજાજીનું પૂજન કરવામાં આવે છે. કલબ યુવી તથા તેમની સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
આરતીનો એકી સાથે અનેક લોકોએ લ્હાવો લીધો: મહેન્દ્રભાઈ ફળદુ
મહેન્દ્રભાઈ ફળદુએ અબતક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કલબ યુવી રાજકોટમાં આજે માં ઉમિયાજીની ૪૫૧ ઉમિયા માતાજીની ઘ્વજાજીનું આજે પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી. જે આરંભમાં ઘણા લોકોએ એક સાથે લાભ લીધો છે. રોજ અહીં ૧૦ હજારથી વધુ લોકો આવે છે. તાજેતરમાં ઉમિયા માતાજી મંદિર સિદસરનાં ચેરમેન તરીકે મૌલેશ ઉકાણીની નિમણુક થતા તેમનું અને તેમનાં પિતાજીનું સન્માન કરાયું છે.
માતાજીની શકિત-ભકિતને સાથે વણીને લોકપયોગી કાર્ય કર્યું: ગોવિંદભાઇ વરમોરા (સન હાર્ટ ગ્રુપ-મોરબી)
સનહાર્ટ ગ્રુપ મોરબીનાં ગોવિંદભાઈ વરમોરાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે કલબ યુવીનાં આમંત્રણને માન આપીને અહીં આવ્યો છું ત્યારે આજનો કાર્યક્રમ સમાજ માટે છે તથા ખુબ સારો કાર્યક્રમ આયોજન કરેલ છે. અન્ય સમાજનાં લોકો પણ આ કાર્યક્રમનો લાભ લેતા હોય છે. સમાજનાં સંગઠન માટે સમાજનાં ઉત્કર્ષ માટે આ કાર્યક્રમ થતો હોય છે. લોકોને જાગૃત કરીને માતાજીની શકિત ભકિતની સાથે વણીને લોકઉપયોગી કાર્યક્રમનું આયોજન કરેલ છે. રાજકોટ આવ્યા પછી મને વાગ્યું કે કદાચ કલબ યુવીનો જે કાર્યક્રમ છે એ કલબ યુવીનાં કાર્યકરો મહેન્દ્રભાઈ ફળદુ તથા ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે કાબીલે દાદ છે. કાલે વાતાવરણ બરાબર ન હતું છતાં ગરબાનું આયોજન વ્યવસ્થિત કરી શકયા તથા તેમની ટીમ જે કામગીરી કરે છે તે ધન્યવાદને પાત્ર છે. લોકોને સાથે રાખીને કામ કરવાની એમનો ઉદેશ્ય છ