છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમર અને હવે તો યુવાન અવસ્થામાં પણ હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે.ત્યારે આ હદય હુમલા ની વધતી જતી ઘટનામાં ફરી વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં રાજકોટમાં સ્ટર્લીંગ હોસ્પિટલમાં નર્સિંગ કામકાજ કરતા યુવક ગઈકાલે પોતાની બાઈક પર ઈન્દીરા સર્કલ પાસે હતો ત્યારે તેને હાર્ટ અટેક આવતા તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. જ્યારે આ બનાવના પગલે આસપાસના લોકો દ્વારા તાત્કાલિક 108 ને જાણ કરવામાં આવી હતી પરંતુ આ યુવકનું સારવાર મળે તે પહેલા જ મોતની નિપજ્યું હતું.
બાઈક લઈને ઈન્દીરા સર્કલ પાસે પહોંચ્યો ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ બેભાન થઈ ઢળી પડ્યો : એકની એક માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી પરિવારમાં અરેરાટી
બનાવવા અંગેની મળતી માહિતી અનુસાર રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલ શિવ શક્તિ કોલોમાં શેરી નંબર દસમાં રહેતા અને સ્ટર્લીંગ હોસ્પિટલમાં આવેલી કેથલેપ વિભાગમાં નર્સિંગનું કામકાજ કરતા કમલેશભાઈ કાળુભાઈ મકવાણા નામના 45 વર્ષીય યુવાન ગઈકાલે પોતાનું બાઈક લઇ પોતાની ઘરેથી હોસ્પિટલ જઈ રહ્યો હતો ત્યારે ઇન્દિરા સર્કલ પાસે પહોંચ્યો ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને પોતાનું બાઈક સાઈડમાં ઊભું રાખ્યું હતું ત્યારબાદ ત્યાં અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. જેથી તેની આસપાસના લોકો દ્વારા તેને પ્રાથમિક સારવાર દેવાનો પ્રયત્ન કરી 108 ને જાણ કરવામાં આવી હતી.
આ બનાવની જાણ થતા જ 108 નો સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યો હતો પરંતુ આ યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું જ્યારે તબીબો દ્વારા તેને હૃદય હુમલો આવ્યો હોવાનું પ્રાથમિક તારણ જણાવ્યું હતું. જ્યારે આ બનાવ પગલે યુનિવર્સિટી પોલીસ સ્ટાફ દ્વારા તેના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ યુવકને સંતાનમાં એકની એક પુત્રી છે.જેથી માસુમ દિકરી એ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.