આગામી દિવસોમાં પડતર માંગણીઓ નહિં સ્વીકારમાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે : ધારાસભ્ય નૌશાદ સોલંકી
સુરેન્દ્રનગર જિલ્લામાં સી.યુ.શાહ મેડિકલ કોલેજ આવેલી છે ત્યાં હાલમાં કોરોના વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લામાં કોરોના ના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જો કોઈ જિલ્લામાં વ્યક્તિ ને પોઝિટિવ કોરોના આવે તો તેને સારવાર માટે મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે તો તે સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલ છે ત્યારે હાલમાં કોરોના ના દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલ પણ મેડિકલ કોલેજ એટલે કે સી યુ શાહ મેડિકલ હોસ્પિટલ છે.
ત્યારે આ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને પડતર માંગણીઓ સ્વીકારવામાં ન આવતા હાલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન મેડિકલ કોલેજ સમક્ષ નોંધાવવામાં આવી રહ્યું છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે કોરોના ના દર્દીઓ ને ભજ્ઞદશમ-19 મા ફરજ બજાવી અને કોરોનાની દર્દીઓની સારવાર કરનાર નર્સિંગ સ્ટાફ ના પડતર પ્રશ્નોની માંગણી સી.યુ.શાહ મેડિકલ કોલેજ ના ટ્રસ્ટ દ્વારા સ્વીકારવામાં આવતા હાલમાં મેડિકલ સ્ટાફ માં અને નર્સિંગ સ્ટાફ માં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
ત્યારે છેલ્લા 20 વર્ષથી મેડિકલ કોલેજમાં નર્સિંગ તરીકે પોતાની ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને પડતર પ્રશ્નોનો સ્વીકાર મેડિકલ કોલેજના ટ્રસ્ટ દ્વારા ન કરવામાં આવતા હાલમાં નર્સિંગ સ્ટાફ માં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે અગાઉ અનેક વખત નર્સિંગ સ્ટાફ દ્વારા આ બાબતે મેડીકલ કોલેજના ટ્રસ્ટી અને રજૂઆત કરવા છતાં પણ પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવતા મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ માં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
ત્યારે આ બાબતે તારીખ 5 જાન્યુઆરી ના રોજ પડતર પ્રશ્નો નહિ સ્વીકારવામાં ન આવતા મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને ત્યારબાદ ફરજ નર્સિંગ તરીકે મેડિકલ કોલેજમાં બનાવવામાં આવશે તેવી ચીમકી નર્સિંગ સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી તે છતાં પણ મેડિકલ કોલેજના સત્તાધીશો દ્વારા પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવતા આજથી 21 જાન્યુઆરી ના રોજ થી આજ સુધી વહેલી સવારથી જ મેડિકલ કોલેજમાં નર્સિંગ તરીકે ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને ત્યારબાદ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
ત્યારે પડતર માંગણીઓ માં નર્સિંગ સ્ટાફ દ્વારા મેડિકલ કોલેજના સત્તાધીશો સમક્ષ કાયમી કરવા પગાર વધારો કરવો મોંઘવારી આપવી સહિતના અનેક પ્રશ્નો નું નિરાકરણ ન આવતા આજે વહેલી સવારથી સી.યુ શાહ મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ત્યાર બાદ આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઈલાજ કરવામાં આવ્યો હતો.ત્યારે સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજ ખાતે હક્ક માટે લડી રહેલા કર્મચારીઓ વચ્ચે ધારાસભ્ય નવસાદ સોલંકી પણ પહોંચ્યા હતા અને તેમણે પણ આમના હક માટે ટ્રસ્ટીઓ અને સત્તાધીશો સમક્ષ માંગણી કરી છે.
ત્યારે કોરોનાની મહામારી વચ્ચે પણ ભજ્ઞદશમ-19 નર્સિંગ તરીકે ફરજ બજાવનાર નર્સિંગ સ્ટાફ ની પડતર માગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગણી અવાર નવાર સ્થાનિક લોકો દ્વારા પણ મેડિકલ કોલેજના સત્તાધીશો સમક્ષ કરવામાં આવી છે ત્યારે જ્યાં સુધી માગણીઓ નહીં સ્વીકારવાના માં આવે ત્યાં સુધી નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને દર્દીઓ નો ઈલાજ કરવામાં આવશે તેવું પણ હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ત્યારે આજે વહેલી સવારથી અનોખી રીતે શહેરની મેડિકલ કોલેજમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓ સમક્ષ વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું છે ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય નવસાદ સોલંકી પણ જોડાયા છે ત્યારે જ્યાં સુધી પડતર પ્રશ્નોનું નિરાકરણ ટ્રસ્ટીઓ દ્વારા નહીં લાવવામાં આવે ત્યાં સુધી મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ ના કર્મચારીઓ વહેલી સવારે મેડિકલ કોલેજના કમ્પાઉન્ડમાં રોજ 30 મિનિટ માટે રામધુન યોજી અને પડતર પ્રશ્નો ના નિરાકરણ માટે માંગ કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારથી મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ ના કર્મચારીઓ દ્વારા આ પ્રકારનો વિરોધ શરૂ કરવામાં આવ્યો છે તે છતાં પણ મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા કોઇપણ જાતનો નિર્ણય હજુ સુધી કરવામાં આવ્યો નથી. ત્યારે હજુ સુધી આ બાબતે કોઈ પણ જાતનો નિર્ણય ટ્રસ્ટીઓ કે મેડિકલ કોલેજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો નથી જેને લઇને છેલ્લા બે માસથી વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શન નોંધાવતા 200 જેટલા કર્મચારીઓમાં રોષ ની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે આ કર્મચારીઓના પ્રશ્ને ધારાસભ્ય નવસાદ સોલંકી પણ મેડિકલ કોલેજમાં વહેલી સવારે પહોંચ્યા છે અને ટ્રસ્ટીઓ સામે કરી રહેલા વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય સોલંકી પણ જોડાયા છે.
કોર્ટમાં આ મામલે કેસ ચાલુ છે કોર્ટ જે નિર્ણય કરશે તે બાબતે પ્રશ્ર્નનો નિવેડો આવશે : ટ્રસ્ટીઓ
સુરેન્દ્રનગર શહેરની મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા વર્ગ-3 અને 4ના કર્મચારીઓ વિરોધ પ્રદર્શનને વધાવી રહ્યા છે પડતર પ્રશ્નોનો નિવેડો ના આવતા મેડીકલ કોલેજના 200 જેટલા કર્મચારીઓની ધીરજ ખૂટી છે ત્યારે આ કર્મચારીઓ વચ્ચે વહેલી સવારે ધારાસભ્ય નવસાદ સોલંકી પણ પહોંચ્યા છે અને ટ્રસ્ટીઓ સાથે વિવિધ પડતર પ્રશ્નો બાબતે વાતચીત કરી રહ્યા છે. ત્યારે આ 200 જેટલા મેડિકલ કોલેજના કર્મચારીઓના પ્રશ્નો માં કાયમી કરવા પગાર વધારો કરવો જેવા પ્રશ્નો છે ત્યારે છેલ્લા 15 વર્ષથી મેડિકલ કોલેજના કર્મચારીઓ ની આ માંગણી ટ્રસ્ટીઓ દ્વારા અને આગેવાનો દ્વારા સ્વીકારવામાં ન આવતા કર્મચારીઓ દ્વારા કોર્ટમાં કેસ પણ દાખલ કરાવવામાં આવ્યો છે ત્યારે આ બાબતે મેડિકલ કોલેજ ના ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરવામાં આવતા જણાવ્યું હતું કે કોર્ટ જે નિર્ણય કરશે તે યોગ્ય રહેશે.કોર્ટ માં ચુકાદો આવ્યા બાદ પડતર પ્રશ્ન નું નિરાકરણ આવશે.