નર્સિંગ સ્ટાફના સમર્પણના કારણે રહે છે કોઈપણ હોસ્પિટલની ઈમારત અડિખમ
‘અબતક’ દ્વારા નર્સિંગ સ્ટાફની માતૃ વાત્સલ્ય કામગીરી લોકો સુધી પહોંચાડવા પ્રયાસ
ફ્લોરેન્સ નાઈટિંગલ એવા નારીશક્તિ જેમણે વિશ્વ યુદ્ધ દરમિયાન ઘવાયેલા જવાનોને સેવા આપવાનો દ્રઢ નિશ્ચય કરી માત્ર 20 મહિલાઓ સાથે મળી બટાલિયનના જવાનોને તેમની ઘવાયેલી સ્થિતિ માં દવાથી લઈ તેમની દરેક બાબતની સંભાળ કાળજીપૂર્વક કરી હતી જવાનો દ્વારા કહેવાય છે કે ફ્લોરેન્સ નાઇન્ટિંગલ સેવા આપી ત્યાંથી પસાર થતાં ત્યારે તેઓ તેમના પડછાયા ને નમન કરી અને વંદન કરતા ફ્લોરેન્સ નાઇન્ટિંગલ આધુનિક નર્સિંગના જન્મદાતા છે સેવાના આ કાર્યને આગળ વધારવા અવિરથ પરિશ્રમ કર્યા આજે નર્સિંગ તરીકે આ વ્યવસાય ઉચ્ચ સ્તર પર પોહચિયો છે નર્સિંગને આજે સેવારૂપન ગણવામાં આવે છે દેશનું ભાવિ ભવિષ્ય પણ આજે નર્સિંગ જ છે જે રીતે હાલ કોરોનાની પરિસ્થિતિ વણસી છે તેમાં સમાજના આરોગ્ય મદદરુપ બન્યા છે અત્યારે ચાલતી પરિસ્થિતિમાં લોકો નો નરસિંગ સ્ટાફને ભગવાનનો દરજ્જો આપી રહ્યા છે બીજી બાજુ નર્સિંગ સ્ટાફ પણ મમતા અને માનવતાની મૂર્તિ બની સેવા આપી રહ્યા છે
સામાન્ય રીતે નર્સિંગ ના અભ્યાસની શરૂઆત ધોરણ10 પછી એ. એન.એમ ધોરણ 12 પછી જી.એન.એમ તેમજ સાયન્સ માં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે નર્સિંગ માં બી.એસી એમ.એસી કોર્સ ચાલેછે નર્સિંગ કોલેજો ની ભૂમિકા પણ આજે દેશ માટે સ્વાસ્થ્ય અને આરોગ્યની સલામતી જળવાઈ રહે તેમાટે નર્સિંગ સૈનિકો તૈયાર કરવાની છે વિદ્યાર્થીઓને ખૂબ સારી પ્રેક્ટિસ કરાવ્યા બાદ સુપર સ્પેશિયાલિસ્ટ અને ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે ઇન્ટનશીપ કરવા મોકલવામા આવતા હોય છે અભ્યાસની સાથે હોસ્પિટલમાં જઈ દર્દીઓ સાથે પરિચય માં આવું મહ્ત્વ ની બાબત છે વિદ્યાર્થીઓ માટે હંમેશા પ્રેક્ટિસ ને મહત્વપૂર્ણ ભાગ ગણવામાં આવે છે નર્સિંગ વ્યવસાયમાં સફળતા ની એકમાત્ર સિદ્ધિ સમા હોય તો એ પ્રેક્ટિસ છે સતત પ્રેકટીસ કરતા વિદ્યાર્થીઓ તેમના આ પ્રોફેસરના ખૂબ સારી નામના મેળવે કોરોના મા રાત દિવસ પોતાના જીવની પરવા કર્યા વગર માત્ર દર્દી અને સમાજને સેવા આપતા નર્સિંગ સ્ટાફને કોરોના વોરિયર્સ નું બિરુદ આપવામાં આવ્યું છે.
સમાજમાં સેવાના વિકાસને પાંખો આપે છે નર્સિંગ: દીપક કુમાર સ્વામી વાઇસ પ્રિન્સિપાલ કામદાર નર્સિંગ કોલેજ
કામદાર નર્સિંગ કોલેજ વાઇસ પ્રિન્સિપાલ દીપક કુમાર સ્વામીએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે શાંતિના પ્રતિક સમાન નર્સિંગ વ્યવસાય ને ગણવામાં આવે છે નરસિંગ કોર્ષમાં એ એન.એમ, જી.એન .એમ,બી એસી ,એમ એસી દરેક ની વિવિધ જગ્યામાં હરહંમેશ માંગ રહેતી હોય છે માત્ર બે વર્ષમાં જ એ એન એમનો કોર્સ પૂરો કરી વિદ્યાર્થીઓ નરસિંગ વ્યવસાય માં પ્રવેશ કરી શકે છે એવી જ રીતે જી એન એમ કોર્સ માત્ર ત્રણ વર્ષનું હોય છે 17 વર્ષની વય બાદ કોઈપણ ફિલ્ર્ડ માંથી આ કોર્ષમાં પ્રવેશ મેળવી શકાય છે બી એસ સી એ ડીગ્રી કોર્ષ છે જે 4વર્ષ આ કોર્ષ સાયન્સ ના વિધિયાર્થીઓ માટે હોય છે ડિગ્રી મેળવ્યા બાદ તમે નર્સિંગ માં ટીચર તરિકે ફરજ બજવી શકો છો અમારી કોલેજ માંથી પ્લેસમેન્ટ પણ કરવામાં આવે છે સારી મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં માંથી પ્લેસમેન્ટ થતી હોય છે પ્રેક્ટિસ ની તમામ તકેદારીઓ અહીં વિધિયાર્થીઓ ને આપવામાં આવે છે
ડેમો બાદ વિવીધ ખાનગી સરકારી હોસ્પિટલ માં પ્રેક્ટિસ માટે મોકલવામાં આવે છે અમારા નિષ્ણાત શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ તમામ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે છે આ ફિલ્ર્ડ એવુછે જેમાં વિધિયાર્થીઓ વિદેશ પણ નોકરી મેળવી શકે છે કોવિડ ની મહામારી માં લોકોને સેવા આપવાના પોતાના નર્સિંગ ધર્મ ને નિષ્ઠાપૂર્વક નિભાવવા અમારા દરેક વિદ્યાર્થીઓએ વિવિધ જગ્યાઓ પર જઈ સેવાઓ આપી હતી અમને ખૂબ જ ગર્વ છે નરસિંગ એવો વ્યવસાય છે જે સમાજ માટે હંમેશા પોતાની સેવાની જવાબદારી પૂરી પાડે છે
સમાજ સેવાના શાંતિદૂત અથવા મોખરે ક્રાઈસ્ટ નર્સિંગ કોલેજ: જીનથ જસ્ટીન ડોસ.કે
(પ્રિન્સીપાલ-ક્રાઈસ્ટ નર્સીગ કોલેજ)
ક્રાઈસ્ટ કોલેજ ઓફ નર્સીંગના પ્રિન્સીપાલ બીજ્જુએ ‘અબતક’ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી કોલેજ 2018 ઓકટોબરથી પહેલા ગુજરાત નર્સીગ કાઉન્સીલ અને પછી રાજ્ય સરકાર ગાંધીનગરથી માન્યતા પ્રાપ્ત થયેલ છે અને ઈન્ડિયન નર્સીંગ કાઉન્સીલની માન્યતા 2018થી મળી હતી. નર્સીંગનો કોર્સ ચાર વર્ષનો હોય છે. પહેલા વર્ષથી જ બધા પાસેથી એવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે કે, પહેલા દર્દીઓની સંભાળ રાખવી જરૂરી છે અત્યારે પહેલા અને ત્રીજા વર્ષમાં 20 નર્સ ભણે છે. તેનાથી ત્રીજા વર્ષની નર્સ બધી જાતની સર્જરી કરી શકે તે યોગ્ય છે.
જ્યારે કોઈપણ દર્દીનું ઓપરેશન કરવામાં આવે છે. ત્યારે ઓપરેશનથી લઈને દર્દીની આંખ ખુલે ત્યાં સુધી નર્સ સાથે જ હોય છે. નર્સીંગ એક એવો કોર્સ છે જે આર્ટ અને સાયન્સ છે અમે નોલેજ તેમને આપીએ છીએ અને કળા તે પોતે કામ કરતા કરતા શીખી જાય છે અમારા શિક્ષક પણ સારી રીતે બાળકોને ભણાવે અને સમજાવે છે. નર્સીંગ એક એવો કોર્સ છે જેમાં પ્રેક્ટિસની ખૂબ જ જરૂર હોય છે. અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે અને હજુ સુધી તેની દવા નથી. શોધાઈ ત્યારે નર્સીંગ સ્ટાફ દ્વારા દર્દીઓનું ખૂબ સારી રીતે ધ્યાન આપવામાં આવે છે. જ્યારે કોરોનાના દર્દીને 14 દિવસ કવોરન્ટાઈન કરવામાં આવે છે ત્યારે પણ નર્સ દ્વારા તેમની સંભાળ રાખવામાં આવે છે. તેમની સાથે વાત કરી અને તેમને માનસીક રીતે સ્વસ્થ છે તેવું બતાવી તે દર્દીને સાજા થવામાં મદદરૂપ થાય છે.
નારી શક્તિ દરેક ક્ષેત્રમાં કર્મનિષ્ઠ: નિરૂપમાબેન મહેતા (સિવિલ હોસ્પિટલ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ)
સિવિલ હોસ્પિટલના નર્સીંગ સુપ્રિન્ટેન્ડેડ નીરૂપમા મહેતાએ ‘અબતક’ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પહેલા લોકો નર્સીંગમાં આવવા ડરતા હતા જ્યારે અત્યારે લોકો નર્સીંગ વ્યવસાયમાં આવવા તૈયાર છે. લોકો હવે નર્સીંગમાં એડમીશન લેવા મંડ્યા છે અને વધારે મહત્વ આપે છે મને નર્સીંગમાં 32 વર્ષ થઈ ચૂકયા છે અને આજે મારા પરિવારના મારા પર ખૂબ ગૌરવ અનુભવે છે. કોરોનાની શરૂઆતમાં દર્દી વધારે હતા અને સ્ટાફ ઓછો હતો છતાં પણ સમય જોયા વગર કામગીરી કરવામાં આવતી હતી. દર્દી જ્યારે હોસ્પિટલમાં એડમીટ થાય અને ડિસ્ચાર્જ થાય ત્યાં સુધીની બધી જ જવાબદારી નર્સીંગ સ્ટાફની હોય છે. અત્યારે સ્ટાફનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે. તેમને ચેપ ન લાગે તેનું ધ્યાન આપવામાં આવે છે. દર્દીની સારવાર દરમિયાન એક ઉમદા લાગણી થઈ જતી હોય છે.+
દેશનું ભવિષ્ય નર્સિંગ: સંજય વાઠર (એચ.એન. શકુલા નર્સિંગ કોલેજ ટ્રસ્ટી)
એચએન શુલકા કોલેજના ટ્રસ્ટી સંજય વાઠરએ અબતક મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે અમે 23થી વધારે ડીગ્રી અને માસ્ટર કોર્સ ચલાવીએ છીએ જેટલુ વિદ્યાર્થી દવાખાનામા કામ કરશે તેટલુ જ તેનુ નોલેજ વધરો અને આત્મ વિશ્ર્વાસ આવશે અત્યારે કોરોનાના સમયમા ડોકટર અને નર્સ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થી જેટલુ મલ્ટી હોસ્પિટલમા કામ કરે તેટલુ કોર્સનુ મહત્વ જળવાઇ રહે બીજા વિશ્ર્વ યુધ્ધ પછસ નસીંગ અસ્તીત્વમા આવ્યુ અને અત્યારે નસીંગે હોસ્પિટલથી લઇને હોમ કેર સુધી સારામા સારા કામ કરી રહ્યા છે. ફોરેન ક્ધટ્રી મા નસીંગ થયેલા વિદ્યાર્થીઓને સીધા વિઝા આપવામાં આવે છે તે દર્શાવે છે કે નસીંગ પ્રોફેશનની કેટલી લધી ડીમાન્ડ છે નસીંગમા બ્રધર અને સીસ્ટર હોય છે એટલે કે દર્દીને પોતાના પરીવારની ખામી ન દેખાય અને પોતાના ભાઇ કે બહેન સાથે હોય તેવુ લાગે કોવિડના દર્દીમા ચાલીસ ટકા જેટલા દર્દીઓ આઘાતમા હોય છે અત્યારે કોરોના કાળમા કોઇપણ જાતના ડર વગર નસીંગ સ્ટાફ લોકોના ઘરે ઘરે જઇને ટેસ્ટ કરે છે લોકોને બહાર નીકળવા મા પણ ડર લાગે છે. જયારે નસીંગ સ્ટાફ લોકોની વચ્ચે રહીને પોતાની ફરજ બજાવે છે લોકોએ તક આપવી જોઇએ સ્ટાફને જેથી સારા મા સારી
સારવાર થઇ શકે ડોકટર અને વકીલને જેમ સાચુ બોલાય તેમ નર્સને પણ સાચુ કહેવુ જોઇ જેથી સારુ નિદાન થઇ શકે કોઇપણ રોગ પહેલા વર્ષથી સીવીલ, સીએચસીસેન્ટર, મલ્ટી હોસ્પિટલમા વિદ્યાર્થીઓને કામ કરવા મોકલી છીએ જેથી તે લોકોને શીખવા મળે અને અનુભવ લઇ શકે કોરોના સમયમા રાજકોટમા સીવિલ હોસ્પિટલમા 1500 જેટલા વિદ્યાર્થીઓને કોરોના વોરીયરની જવાબદારી આપવામા આવી હતી.
સેવા સાથે શિક્ષણમાં પણ આગવું યોગદાન આપે છે નર્સિંગ: ભાવેશ હરસંડા (કામદાર કોલેજ)
કામદાર કોલેજના એમ.એસ.સી. નર્સીંગના વિદ્યાર્થી ભાવેશએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે નર્સીંગ એક એવું ફિલ્ડ છે જેમાં લોકોની સેવા કરવાનો મોકો મળે છે. અને પગાર પણ સારો મળે છે. હું છેલ્લા સાત વર્ષથી કામદાર કોલેજ સાથે સંકળાયેલો છું અહી શિક્ષકો દ્વારા સારૂ શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવે છે. બીજી સંસ્થાઓમાં પ્રેકટીકલ નોલેજ આપવામાં આવતું નથી. રાજકોટની પ્રખ્યાત જેવી કે સીનર્જી, ગીરીરાજ, અમૃતા, ર્સ્ટલીંગ જેવી હોસ્પિટલોમાં આ સંસ્થાનું જોડાણ થયેલું છે. અહીંથી અમને ત્યાં ટ્રેનીંગમાં મોકલવામાં આવે છે. કોઈપણ દર્દી હોસ્પિટલમાં એવી આશા રાખીને આવે છે. કે હું અહી જલ્દી સાજો થઈ જઈશ અને ત્યાં ડોકટર બધી બાજુ પહોચી શકતા નથી. ત્યારે નર્સીંગ સ્ટાફ દ્વારા દર્દીને પૂરી સારવાર આપવામાં આવે છે.
સમાજના આરોગ્યને સ્વાવલંબી રાખવા નર્સિંગ સેનિકો તૈયાર કરતુ આનંદ નર્સિંગ ઈન્સ્ટટીટયુટ: કડાલી સેમ પ્રસાદ
આનંદ ઈન્સ્ટીટયુટ ઓફ નર્સીંગના વાઈસ પ્રીન્સીપાલ કડાલી સેમ પ્રસાદે અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આ કોરોનાના સમયમાં નર્સીંગની ખૂબ જરૂર છે. અહી અમે એડમીશન કરી અને ટ્રેનીંગ આપીએ છીએ પહેલા નર્સને ડેમો આપવામાં આવે છે. જેમાં ઈન્જેકશન મારવું તે બધુ ડેમોમાં શીખડાવવામાં આવે છે. ત્રીજા વર્ષમાં નાના બાળકોનો કેમ ઈલાજ કરવો તે શીખડાવવામાં આવે છે. અને ડીલેવરી વિશે પણ શીખડાવવામાં આવે છે. ડેમો આપ્યા બાદ નર્સને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. ત્યા અમારા સુપર વાઈઝર દ્વારા શીખડાવવામાં આવે છે. જયારે દર્દી દાખલ થાય ત્યાં સુધી સારવાર પુરી કરી ને ઘરે જવા સુધીનું બધુ કામ નર્સીંગ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.
દવા અને જમવાનું આપવાનું તથા દર્દીના પરિવારજનોને સહાનુભૂતી આપવાનું કામ પણ નર્સનું હોય છે.
સેવા પરમો ધર્મ એ જ નર્સિંગની સાચી પરિભાષા: રેનુ રાવરાણી (નર્સિંગ સ્ટાફ સિવિલ હોસ્પિટલ)
વર્ગમેન્ટ પીડીયુ કોલેજના નર્સીંગ સ્ટુડન્ટ રેનુ રાવરાણીએ ‘અબતક’ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું, ડોકટર દર્દી પાસે જઈને તેની તબીયત જોશે જ્યારે નર્સ દર્દીની તકલીફને અનુભવશે અને પછી સારવાર આપશે એટલે જે મે નર્સીંગની પસંદગી કરી. નર્સીંગમાં દર્દીની બધી જ રીતે સારવાર આપવામાં આવે છે. બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.
પારિવારિક લાગણી આપતું નર્સિંગ: હીના સોનપાલ (સેલ્સ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ)
સેલ્સ હોસ્પિટલનાં સોનપાલ હીનાએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુકે નર્સીંગનું કામ ખૂબજ મહત્વનું હોય છે. જો દર્દી સાથે કંઈ પણ ખરાબ થય તો બધો વાંક સ્ટાફ ઉપર આવે છે. દર્દી પોતાના પરિવાર વિના જ હોય છે તો તેની સાથે કેવું વર્તન કરવું તે ખૂબ જરૂરી છે. તેનો સંભાળ પરિવારના સભ્યની જેમ કરવાની હોય છે. માસ્ક, હેન્ડવોશ, ગ્લોઝ અને પીપીઈ કીટ ફરજીયાત છે. અને તે સાથે જ રાખવું પડે છે. જે હોસ્પિટલ પૂરૂ પાડે છે. આ સિવાય દર્દી અને સ્ટાફનું જમવાનું જેવી સુવિધા હોસ્પિટલ પૂરી પાડે છે. મને ગૌરવ છે કે હું નર્સીંગ સ્ટાફ છું.
પ્રેક્ટિસથી જ સિધ્ધિ પ્રાપ્ત થતી હોય છે: પુરવીક નાગાણી (નર્સિંગ સ્ટાફ સિવિલ)
પીડીયુ મેડીકલ કોલેજના નર્સીંગ સ્ટુડન્ટ નાગાણી પૂર્વીક એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે અમારો કલીનીકલ અનુભવ શરૂ છે. છેલ્લા ત્રણ વર્ષથી નર્સીંગ સ્ટુડન્ટ તરીકે ડ્યુટી કરીએ છીએ દર અઠવાડિયે અમને કલીનીકલ રોટેશન આપવામાં આવે છે. જેથી બધા વોર્ડનું નોલેજ અમને મળી શકે. દર્દીને કઈ રીતની સારવાર આપવી ક્યારે આપવી તે બધું નોલેજ અમને આ ડ્યુટી દરમિયાન મળી રહે છે. જે કંઈ પણ નવુ કામ કરવાનું હોય તે નર્સીંગ સ્ટાફ અમારી બાજુમાં જ રહીને અમને શીખડાવે છે. અત્યારે કોવિડ અને નોન કોવિડ વોર્ડમાં ડયુટી આપવામાં આવે છે.
ડોકટર હોસ્પિટલનું બ્રેન, નર્સિંગ સ્ટાફ હોસ્પિટલનું હાર્ટ: હરેન્દ્રસિંહ જાડેજા (સેલસ હોસ્પિટલ સુપરવાઈઝર)
સેલસ હોસ્પિટલના હરેન્દ્રસિંહ જાડેજાએ ‘અબતક’ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે નર્સીંગ સ્ટાફનું કામ ખૂબ જ સારૂ રહ્યું છે. અહીં કામ કર્યા પછી બીજી ગમે તે હોસ્પિટલમાં જાય ત્યારે પણ તેનું કામ ખૂબ જ બીરદાવવા લાયક હોય છે. અમે દર્દીના સગા સંબંધી જેમ તેની સાથે કામ કરીએ છીએ. જેથી અમને સારો અનુભવ મળે અને દર્દી વચ્ચે એવો સંબંધ બંધાય કે બહાર જ્યારે મળે તો તેમને એમ થાય કે અમારી તબીયતનું ધ્યાન આ લોકો એ ખૂબ સારી રીતે રાખ્યું હતું.