હળવાશ, રમુજ, સાહિત્ય, મનોરંજન અને ટેકનોલોજીી સભર કાર્યક્રમ બન્યો અવિસ્મરણીય
સુરેન્દ્રનગરનાં આંગણે ગુજરાતભર માટે અનોખો એવો એક સાહિત્યમેળો યોજાઇ ગયો. આ મેળાની વિશિષ્ઠ પ્રતિભા એ હતી કે સારાયે ગુજરાતનાં સમર્થ સાહિત્યકારો અને કલાકારોની એક સાથે હાજરી આવી પહેલી જ વાર કદાચ શકય બની હશે, પણ સાથે જ કાર્યકમમાં હળવાશ, રમુજ, કલા, સાહિત્ય અને મનોરંજન અને કાર્યક્રમના કાર્યદક્ષ અને ટેકનોલોજીથી સભર આયોજનનો જે સંગમ હતો તે કવિ શોભિત દેખાઇના શખ્દોમાં સાહિત્ય સંમેલન યોજકો માટે એક માપદંડ બની જાય તેવો કાર્યક્રમ હતો.
ર૬મીએ બપોરથી શરુ થયેલ આ ભવ્ય સાહિત્યમેળો આંતરરાષ્ટ્રીય કંપની એસ.એસ. વ્હાઇટનાં મેદાનમાં યોજાયો હતો. કંપનીના મેદાનમાં એક હજાર પ્રેક્ષકો બેસી શકે તેવો સુંદર મંડપ ઉભો કરવામાં આવ્યો હતો. ક્રેઇન સાથેના ચાર કેમેરાથી સંપૂર્ણ કાર્યક્રમનું લાઇવ સ્ટ્રીમીંગ સુરેન્દ્રનગરનું સોનું એવા ફેઇસ બુક એકાઉટપર લાઇવ સ્ટીમીંગ કરવામાં આવ્યું હતું. તેનો લાભ વિશ્વભરના ભારતીયોએ લીધો હતો. અને આ કાર્યક્રમની દશ કલ્લાકની વિડીયો યુ ટયુબ પર સર્ચ કરવાથી જોઇ શકાશે.
મમતા વાર્તા હરિફાઇ
ર૬મી જાન્યુઆરી બપોરે ચાર વાગ્યે પ્રસિઘ્ધ વાર્તાકાર મધુરાયના સંપાદિત વાર્તા માસિક મમતાની વાર્તા હરીફાઇના પરિણામ જાહેર કરવાનાં સમારંભથી શરુઆત થઇ હતી.
મમતા વાર્તા માસિક તરફથી ત્રણ વાર્તાકારોને ૮ર હજાર રૂપિયાના ઇનામ આપી ગુજરાતી વાર્તા હરીફાઇ માટે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.
વાર્તાઓના આખરી નિર્ણાયકો દિનકર જોષી, પ્રવિણસિંહ ચાવડા અને દિપક દોશીએ વિજેતા વાર્તાઓ વિષે પોતાના અવલોકન રજુ કર્યા હતા.
પત્રકારસાહિત્યકાર રજનીકુમાર પંડયાએ વાર્તાના વિજેતાઓ સાથે વાર્તાોલાપ કર્યો હતો.
સાંજના સુંદર સંગીતનો કાર્યક્મ હતો. મુંબઇના સંગીતકાર વરેન્યમ પંડયા, જહાનવી પંડયા, પલ્લવ પંડયા, ઉદય મઝમુદાર અને ઉત્કર્ષ મઝમુદારે સંગીતનો રસથાળ પીરસ્યો હતો.
રાત્રે નવ વાગ્યે મુંબઇનું સુપ્રસિઘ્ધ નાટક મોહનનો મસાલો રજુ થયું હતું. લવનીભવાઇ ફિલ્મના અદાકાર પ્રતિક ગાંધીએ યુવાન મહાત્મા ગાંધીનું પાત્ર એવું તો અસરકારક રીતે ભજવ્યું હતુ કે પ્રેક્ષકોને એમ જ લાગતું હતું કે યુવાન ગાંધી એમની નજર સામે છે.
બીજા દિવસે સવારે કડકડતી ઠંડીમાં સાહિત્ય પર્વની શરુઆત તુષાર શુકલના વકતવ્યથી થઇ હતી. એમણે કહ્યું હતું કે આ કાર્યક્રમનાં કે આ કાર્યકમના મુળમાં પિતાની સ્મૃચિ છે. ભાનુભાઇ તે મારા મામા હતા. આથી મારા વકતવ્યમાં હું એમને ભાનુમામા જ કહીશ.
બળવંતભાઇએ કહ્યું કે જયારે શાહબુદ્દીનભાઇનું નામ સમીતી સામે મુકાયું અને એક જ ક્ષણમાં એકીમતે સહુએ તે નામને સ્વીકારી લીધું.
તે પછી ભાગ્યેશ ઝા એ સાહિત્યમેળાને ઉદધાટીત જાહેર કરી અને પછી પહેલી ત્રણ મીનીટ નો સંસ્કૃતમાં વકતવ્ય આપ્યું હતું.
ભાનુભાઇ પર વીડીયો: તે પછી એક સાડા છ મીનીટની વિડીયોથી સ્વ. ભાનુભાઇના જીવનના વિવિધ પાસાઓ અંગે સહુને જાણ થઇ હતી. તે પછી પિતા અંગે બોલતા રાહુલભાઇએ ખુબ સંવેદનશીલ વાતો કહી હતી. એક પુત્રના અંધ પિતાના મૃત્યુ પછી પુત્ર મેચમાં સરસ રીતે રમ્યો. સહુએ કારણ પૂછયું તો કહે પિતા અંધ હતા ત્યારે મને રમતો જોઇ નહોતા શકતા. પણ હવે મારા પિતા ભગવાન પાસે રહે છે આથી મને મેચ રમતો જોઇ શકતા હશે. તો રાહુલભાઇએ કહ્યું કે મારા પિતા ભાનુભાઇ અને માતા સુશીબેન હવે ભગવાન સાથે રહે છે. અને આમ આજે આ હાહબુદ્દીનભાઇને મળતા એવોર્ડનો પ્રસંગ જરુર જોઇ શકતા હશે. ગળે ડૂમા સાથે કહેલ આ વાતથી શ્રોતાઓમાના ઘણાંની આંખમાં આંસુ આવી ગયા હતા.
શાહબુદ્દીનભાઇએ શ્રોતાઓને રમુજની લહેજત પૂરી પાડી. તે પછી સંગીતના કાર્યક્રમમાં મુંબઇના પ્રખ્યાત ગાયકો વરેન્યમ પંડયા, જહાનવી પંડયા, કી બોર્ડ પર બોલીવુડના સંગીતકાર પલ્લવ પંડયા અને તે ઉપરાંત બોમ્બેના ઉદય મઝમુદાર અને ઉત્કષ મઝમુદાર મનોરંજન પીરસ્યું હતું.