એકસોડાઇસઝ, કલાવા છોરા, ‚દ્રાક્ષ , સ્પીનર સહિતની અનેક ડિઝાઇન લોકોના આકર્ષણનું કેન્દ્ર
ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધને આડે હવે ગણતરી દિવસોમાં જ બાકી રહ્યા છે. શહેરની બજારોમાં રંગબેરંગી રાખડીઓની રોનક પથરાઇ ગઇ છે. ત્યારે ડો. યાજ્ઞીક રોડ ઉપર આવેલ એકાવન વર્ષથી રાખડી વેચતા જોહર કાર્ડસ વાળા યુસુફભાઇ તથા તેમના પુત્ર હીસનેનભાઇએ આ વર્ષે તદ્દન નવાજ પ્રકારની અવનવી આવેલ રાખડી અંગે જણાવ્યું હતું કે આ વર્ષે ઓકસાડાઇઝ કરેલ સંખ્યાબંધ ડીઝાઇનોમા રાખડી આવેલ છે. તેમજ અવનવા લખાણ વાળી રાખડીઓ જેવી કે બીગબી, બેસ્ટ બ્રો, સી.એ.ભાઇ, સ્વાગ બ્રો, સ્પીડી બ્રધર, એન્જીનીયર બ્રો, ડો. ભાઇ, એન.આર.આઇ. આઇ. સુપરબ્રો, આઇલવ આપ બ્રધર વિગેરે લખાણવાળી રાખડીઓ, કસબ જરી જરદોસીની બુટીવાળી રાખડીઓ, અમેરીકન ડાયમંડ, એલસીડી ડાયમંડ, કુંદન નંગની, ક્રીસ્ટલ ની, કાચબાની રજવાડી હિરાજડીત, તુલસીના પારાની, દ્રાક્ષની, સુખડની પર્લ મોતીની, જયપુરી સ્ટોનની મીના કારીવાળી, અલગ અલગ કલરના ડાયમંડી રીંગ તેમજ બોલની નારાછડીના દોરાની જરીવાળા બોલની, ‚દ્રાક્ષના બ્રેસ્લેટની, અવનવી ટ્રેડીશનલ એન્ટીક રાખડીઓની ઢગલાબંધ વેરાયટીઓ જોહર કાર્ડસમાં આવેલ છે. રાખડીઓ, જે અલગ અલગ પ્રકારની ગુથણી કરીને તેમાં અલગ અલગ પેન્ડલો લગાડીને સજાવવામાં આવી છે.
જોહર કાર્ડસવાળા યુસુફભાઇ ત્થા હુસનેનભાઇએ જણાવ્યું કે અમાર ૩૦૦૦ થી પણ વધુ ડીઝાઇનનો રાખડીઓ મુકવામાં આવેલ છે. બાળકો માટે સ્પીનર લાઇટીંગ રાખડી અલગ અલગ કાર્ટુન કેરેકટર લાઇટીંગ મ્યુજીકલ, બે રક્ષાબંધના ગીત વાગતી રાખડી, ત્રણ સ્વીચવાળી રાખડી વિગેરે અવનવી સંખ્યાબંધ રાખડી બાળકો માટે આ વર્ષ અમારા શો રૂમમાં મુકેલ છે.
આ ઉપરાંત નણંદ ભાભીને લુમ્બા રાખડી બંગડીમાં પહેરાવે છે.
આ વર્ષ કંકુ ચોખા રાખડી સાથેના કાર્ડસ આપેલ છે. રાખડી પણ લગાડેલ કાર્ડસ આવેલ છે. રાખડી કાર્ડસમાં એક એકથી ચડીયાતા લખાણ વાળા તેમજ સ્પે. રક્ષાબંધના વિવિધ ફોટા વાળી ડીઝાઇનોના કાર્ડસ આવેલછે.