સમગ્ર વિશ્ર્વને ગણિતની ભેંટ ભારતે આપી છે. વૈદિક ગણિતથી શરૂ કરીને આજના યુગનું બીજ ગણિતમાં આંકડાની માયાઝાળ છે. આજ દરેક માણસ પોતાના લક્કી નંબરમાં માને છે. લોકવાયકા કે માન્યતા અને અંધશ્રધ્ધા માનનાર શુભ-અશુભ વાત સાથે આ આંકડાને જોડે છે. આજે સૌ કોઇને લક્કી આંકડા મેળવવા કે લેવાનો ક્રેઝ છે. સામન્ય રીતે આપણે એક ત્રણ-નવ સાથે ડબલ કે ત્રણ આંકડાના 11-21-51 કે 101ને શુભ માનીએ છીએ. એક વિચિત્ર વાત એ છે કે આપણે 6 નંબર ને જુદી રીતે જોઇએ છીએ. ગુજરાત-સૌરાષ્ટ્ર કે આપણાં ભારત સહિત વિદેશોમાં પણ 13ના આંકડાને શુભ ગણાતો નથી.
આજકાલ સારા ને લક્કી નંબર માટે આર.ટી.ઓ. કચેરીમાં બોલીના ટેન્ડરો ભરાય છે. લોકો પોતાના વાહનોમાં લાખો રૂપિયા ખર્ચ કરીને મનગમતા નંબર મેળવે છે. ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ નંબર તો મારે પસંદગીના જ જોઇએ આ સુર આજના યુવાવર્ગનો છે. મોબાઇલ નંબર મેળવવા પણ આજે લોકો મોટી રકમ આપે છે. આપણા શુભ કાર્યમાં પણ આપણે સવા રૂપિયા સાથે 11-21-51-101 જેવા અંકોને શુભગણીએ છીએ. જો કે લગ્નનાં ચાંદલા કે ભેટમાં રકમ ઉપર એક રૂપિયો મુકવાનું ચલણ આજેય અકબંધ છે. આવી જ વાત મલ્ટી સ્ટોરી બિલ્ડીંગમાં 13 નંબરનાં ફ્લેટ કે તેરમો માળ એ બિલ્ડરોને વહેંચવા અઘરા પડે છે. રો હાઉસની સોસાયટીમાં પણ 13 નંબરનું મકાન કોઇ લેતું નથી હોતું.
આપણાં દેશમાં જ નહીં સમગ્ર વિશ્ર્વમાં 13 નંબરને અનલક્કી કે અશુભ માનવામાં આવે છે. આપણે સૌ નાના-નાના હતા ત્યારથી આ નંબર વિશેની અનેક અંધશ્રધ્ધા-લોકવાયકા સાંભળતા આવીએ છીએ. વિશ્ર્વમાં આ નંબરને દુ:ખી કે કમનશીબ નંબર માનવામાં આવે છે. એક વાત એવી પણ જોવા મળે છે કે અમુક લોકો ખાસ આવા નંબરો લે છે. ન માનતા હોય તેને આ 13 નંબર સાથે કશો વાંધો નથી. પશ્ર્ચિમી દેશોમાં આ નંબરથી ઘણો ડર છે. આજે મોટાભાગના લોકોએ આ આંકડાથી દૂર ભાગે છે.
આમાં માન નારા તો દર માસે આવતી 13 તારીખને પણ અશુભ ગણે છે. લોકવાયકા કે દંતકથા મુજબ ઇસુ ખ્રિસ્ત એકવાર જમવા આવેલા ત્યારે 13 ખુરશી હતી જે પૈકી 13મી ખુરશી વાળાએ દગા-ફટકો કર્યો હતો. ત્યારથી આ નંબર અશુભ ગણવામાં આવ્યો હતો. વિદેશોમાં તો આ 13 નંબરનો ડર વધુ પ્રમાણમાં છે. ત્યાંની બિલ્ડીંગમાં પણ 12 પછી સીધો 14મો માળ આવે છે. હોટલના રૂમમાં પણ ત્રણ આંકડાથી જ નંબરો અપાય છે. એટલે કે 13 નંબરના રૂમને 113 તરીકે ઓળખાયે. વિદેશોની હોટલમાં પણ તમે ગૃપમાં જમવા જાઓ ત્યારે 13 ખુરશી નથી ગોઠવતાં. વિદેશના પગલે આ આંકડાની અંધશ્રધ્ધા ભારતમાં પણ વર્ષોથી પ્રસરેલી છે.
આપણા વેદ-પુરાણો-પરંપરાઓમાં પણ એકથી બાર નંબરનો ઉલ્લેખ છે. જેમ કે નવગ્રહ-મૃત્યુ બાદ બારમાની વિધી-108 પારાની માળા એવું ઘણું જોવા મળે છે. આપણાં ગણિતમાં કે અંકશાસ્ત્રમાં 12 નંબરને પૂર્ણતાનું પ્રતિક કીધું છે. વરસના મહિના બાર હોય છે. કેલેન્ડર પણ તેવી જ રીતે બનાવાય છે. આપણી પ્રાચીન પરંપરાઓ-વેદમાં પણ આ નંબરની ઘણી ગણિતની સિસ્ટમો વિકસાવાય છે. આપણો 24 કલાકનો સમય છે. તેમાં પણ બાર-બાર કલાકના ભાગલા પાડ્યા છે. મોબાઇલમાં પણ 24 કલાક કે બાર કલાક મુજબ આપણે સમય ગોઠવીએ છીએ. રેલ્વે-એર-ટિકિટમાં 24 કલાકનો ટાઇમ લખાતો હોવાથી આપણ કે ભણેલા પણ ભૂલ ખાય જાય છે.
માલ કે મિલ્કત લેવી વખતે પણ આ શુભ-અશુભ વાળા નંબરોનો સૌ ખ્યાલ પહેલા કરે છે. ઘણીવાર બધુ જ અનુકૂળ હોય તો પણ આ 13 નંબરને કારણે આપણે મિલ્કતો લેતા નથી. વિદેશોને પગલે મુંબઇની બિલ્ડીંગમાં પણ 13મો માળ નથી રાખતા. યુરોપમાં તો વારંવાર 13 તારીખને શુક્રવારને અશુભ ગણે છે. ગ્રીસ દેશ વિશ્ર્વમાં એક જ એવો દેશ છે જ્યાં શુક્રવારને બદલે મંગળવારને અશુભગણે છે. આપણા વિદવાનોના મત મુજબ પણ 13 આંકડા અશુભ છે. આ આંકડા વિશે આખી દુનિયામાં વિવિધ ભ્રમો ફેલાયેલો છે.
કોઇપણ ચંદ્રપથીમાં 13માં દિવસે રહી જાય તો એ પથી અશુભ ગણાય છે. આપણા ગુજરાતી મહિનામાં 13મો મહિનો અધિક માસ તરીકે ઉજવાય છે. 13 આંકડાનો ડર મનોવિજ્ઞાનની ભાષામાં ‘થર્ટીન ડિજિટ ફોબીયા’ તરીકે ઓળખાય છે. આ આંકડાનો ખોટા ડર છે. હકિકતમાં આવુ કશું જ હોતું નથી, આપણે આ વ્હેમ છે. વિદેશોમાં આથી ઉલ્ટું 13 તારીખને શુક્રવારે સૌથી વધારે રોડ અકસ્માત થાય છે. જેનું કારણ આ નંબર પાછળનો ફોબિયા છે. એક રિપોટ્સ અનુસાર અમેરિકા જેવા વિકસીત દેશોમાં પણ દર વર્ષે 13 તારીખને શુક્રવારનો સંયોગ થતાં લગભગ વાર્ષિક 9 અબજ ડોલર પ્રોડક્શન પર તેની અસર પડે છે. ઘણા યુરોપિયન તો આ દિવસે બહાર નીકળતા પણ ડરે છે.
આ અંકને અશુભ માનવાની શરૂઆત “કોડ ઓફ હમ્મૂરાબી” થઇ હોવાનું મનાય છે. આ કોડ બેબીલોન સભ્યતા માટે લખાયેલા કાયદાને લેખિત દસ્તાવેજ છે. જે ગ્રંથમાં આલેખોમાં 13 નંબરના પાના ઉપર કોઇ જ કોડનો ઉલ્લેખ નથી. જેને કારણે પ્રાચિન સમયથી આ અંકને અશુભ ગણાય છે. ઇટાલી દેશનાં કેટલાંય જગપ્રસિધ્ધ “ઓપેરા-હાઉસ” ક્યાંય 13 નંબરનો ઉલ્લેખ કરાયો નથી. જો કે નિષ્ણાંતો કહે છે કે આ એક ભ્રમ છે અને જેના વિશે લોકોએ વધુ પડતું વિચારીને ખોટો હાઉ કે ડર ઉભો કરતાં સદીઓ બાદ આજે 21મી સદીમાં પણ તેને અશુભ ગણાય છે. બાજપેયી સરકારને 13 નંબરની ઘણી અસર થઇ હતી. તેમની સરકાર માત્ર 13 દિવસ જ રહી હતી. બીજી વખત 13મીએ રચેલી સરકાર 13 મહિના જ ચાલી હતી.
‘થર્ટીન ડિજિટ ફોબિયા’ સામે ગુજરાતી કેલેન્ડરનો 13મો મહિનો અધિક માસ તરીકે ઉજવાય છે
હિન્દુ માન્યતા મુજબ કોઇપણ મહિનામાં 13 તારીખે બહુ મહત્વનો દિવસ ગણાય છે. કારણ કે હિન્દુ કેલેન્ડર મુજબ 13માં દિવસે ત્રયોદશી હોય છે. જે ભગવાન શિવનું અર્પિત છે. પ્રદોષ વ્રત ભગવાન શિવ માટે રખાય છે. શિવરાત્રી મહિનાની 13માં દિવસે રાત્રી મનાવાય છે. આથી ઉલ્ટું વિદેશોમાં આ 13 આંકડાને અશુભ મનાય છે, તેને “થર્ટીન ડિજિટ ફોબીયા” કહેવાય છે.
આ તારીખને શુક્રવાર ભેગો આવે ત્યારે યુરોપમાં માણસો બહાર નીકળતા ડરે છે. જો કે આ ફોબીયાને કારણે યુરોપમાં આ દિવસે રોડ અકસ્માતો પણ વધારે થાય છે. આજ સંયોગને કારણે વિકસીત અમેરિકા જેવા દેશમાં પણ વર્ષે 9 અબજ ડોલર પ્રોડક્શન પર તેની અસર પડે છે. આપણાં વેદ-પુરાણો અને પરંપરાઓમાં પણ 1 થી 12 નો ઉલ્લેખ જોવા મળે છે. વરસના બાર મહિના દિવસના 24 કલાકનાં બે ભાગમાં બાર-બાર કલાકને મૃત્યુ બાદમાં દિવસે વિધી કરાય છે. આજના મોબાઇલમાં પણ 12 કલાક કે 24 કલાકનો ટાઇમ તમે ગોઠવી શકો છો.
આપણાં ગુજરાતી કેલેન્ડરમાં 13મો મહિનો ‘અધિક’ માસ કહેવાય છે. સામાન્ય તહ વર્ષો થી આપણી પરંપરામાં પણ એક-ત્રણ-નવ નંબરની સાથે 11-21-51- કે 101-108 નંબરોની બોલબાલા જોવા મળે છે. આપણે સૌ ગુજરાતીઓ 6 નંબરને અલગ દ્રષ્ટિથી જોઇએ છીએ. ઘણા લોકોઆ બધી અંધશ્રધ્ધાથી દૂર રહીને આ નંબરના વાહનો કે કોઇ શુભકાર્ય આ નંબરની તારીખે પણ કરે છે.