-
૨૪ કલાક ડોકટરની સુવિધા મળશે
-
ચાર પેથોલોજીસ્ટ અને માઈક્રોબાયોલોજીસ્ટની સેવાઓ ઉપલબ્ધ રહેશે
ન્યુજેન ડાયગ્નોસ્ટીક લેબોરેટરીઝનો આવતીકાલે રાધિકા હોસ્પિટલ, બીજા માળે, કોટેચા ચોક ખાતે શુભારંભ થશે. જયાં લોકોને વ્યાજબી મુલ્યથી બેસ્ટ નિદાન મળશે. ઉપરાંત અલગ અલગ ચાર પેથોલોજીસ્ટ અને એક માઈક્રોબાયોલોજીસ્ટની સેવાઓ ઉપલબ્ધ રહેશે.
ન્યુજેન લેબોરેટરી દર્દીઓના હિતાર્થે ગુણવતા સભર નિદાન વ્યાજબી મુલ્ય સાથે આપવા માટે તથા લોકોમાં થતા લાઈફ સ્ટાઈલ ડીસીજ પ્રત્યે અને નિયમિત હેલ્થ પેકેજ કરાવી સ્વસ્થ આરોગ્ય જાળવવા માટેની જાગૃતિ આવે એ પ્રકારના લક્ષ્ય સાથે શરૂ કરાવવામાં આવેલ છે જયાં ડોકટરની સુવિધા ૨૪ કલાકમાં ઉપલબ્ધ છે. લેબોરેટરીમાં થાઈરોઈડ તથા હોર્મોને ટેસ્ટીંગ, વિટામીન ટેસ્ટીંગ, કેન્સર માર્કર, બાયોપ્સીની તપાસ, વિવિધ પ્રકારના ઈન્ફેકશનની તપાસ, ટીબીના નિદાનની સુવિધા થઈ શકશે. તેમજ નજીકના ભવિષ્યમાં મોલેકયુલર લેબોરેટરીની સુવિધાઓ મળશે. મોટી ઉંમરના દર્દીઓ માટે ઘરેથી સેમ્પલ લઈ જવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. રિપોર્ટ તાત્કાલિક, ડોકટર સુધી પહોંચાડવા માટે એસ.એમ.એસ. ઈ-મેઈલની સુવિધા ઉપલબ્ધ છે. લેબોરેટરીમાં વૈશ્ર્વિક કક્ષાના અતિ આધુનિક ઉપકરણો અમેરિકા જાપાન, ઈટાલી, ફ્રાંસ, જર્મની જેવા દેશોમાંથી આયાત કરેલા હોય છે. જે તેમની ટેકનોલોજી તેમજ ગુણવતા માટે જાણીતા છે. આ લેબોરેટરીમાં ડો.અમિત રાઠોડ, ડો.મહેશ વિડજા, ડો.મિલન ધરસંડિયા, ડો.કલ્પેશ રાઠોડ તથા ડો.રીન્કુભીમની સેવા આપી રહ્યા છે.