રાજકોટ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં પડેલા છૂટાછવાયા વરસાદને પગલે જિલ્લાના ૨૫ ડેમોમાં પાણીની સામાન્ય આવક થઈ છે. જેમાં ભાદર ડેમમાં ૦.૦૩ ફુટ, આજી-૨માં ૦.૦૩, વેરીમાં ૦.૫૯ ફુટ, ન્યારી-૧ ડેમમાં ૦.૧૬ ફુટ તેમજ લાલપરીમાં ૦.૧૩ ફુટની આવક છેલ્લા ૨૪ કલાકમાં થઈ છે તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ એકમના રિપોર્ટમાં જણાવાયું છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં જોઈએ તો મોરબી જિલ્લાના મચ્છુ-૩માં ૦.૧૩ ફુટ, જામનગરના ઊંડ-3માં ૪.૨૭ ફુટ, સુરેન્દ્રનગરના વઢવાણ ડેમમાં ૦.૫૦ ફુટ, વાંસલમાં ૦.૧૬ ફુટ અને અમરેલીના સાંકરોલી ડેમમાં ૦.૩૦ ફુટ નવું પાણી આવ્યું છે.