દેશને વિકસીત દેશોની હરોળમાં લઈ જવા માટે દર વર્ષે પ્રતિ વ્યકિત ૫,૦૦૦ યુનિટ વીજળીની જરૂર, જે પરમાણુ ઉર્જા દ્વારા જ પુરી થઈ શકે તેમ છે
દેશની તમામ બારમાસી નદીઓને જોડીને ખેતી, ઉર્જા સહિતની તમામ પાયાની જરૂરિયાતો પૂરી પાડીને સર્વાંગી વિકાસ શકય હોવાનો દાવો
પ્રતિ વ્યકિત ૫,૦૦૦ યુનિટ વીજળીની જરૂરિયાતમાંથી ૧,૦૦૦ યુનિટ સોલારમાંથી, ૧,૦૦૦ યુનિટ પાણી અને હવામાંથી, જયારે ૩,૦૦૦ યુનિટ વીજળી માત્ર પરમાણુ ઉર્જામાંથી મળી શકે તેમ છે
પરમાણુ ઉર્જા અંગે સામાન્ય લોકોમાં ગેરમાન્યતા પ્રવર્તે છે, આ ગેરમાન્યતા દૂર થાય તો વિરોધ અટકી જવાથી દેશનો સર્વાંગી વિકાસ શકય
ભારતની પરમાણુ સખીનું બિરૂદ મેળવનારા જાણીતા સમાજ સેવિકા ડો. નિલમ ગોયલ લાંબા સમયથી વિવિધ લોકપયોગી પ્રોજેકટોના વિરોધ સામે જનજાગૃતિનું કામ કરી રહ્યા છે પરમાણુ ઉર્જા વિષયમાં ડોકટરેટ કરનારા ડો. ગોયલ પરમાણુ ઉર્જા અંગે લોકોમાં રહેલી ગેરમાન્યતાને દૂર કરવા દેશભરમાં પરિભ્રમણ કરી રહ્યા છે. પોતાના જનજાગૃતિ કાર્યક્રમનાં ભાગરૂપે રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા ડો. ગોયલે ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લઈને ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં ભાગ લીધશે હતો.જેમાં ચર્ચા દરમ્યાન પરમાણુ ઉર્જાની જરૂરીયાત, સહિતની યોજનાઓનાં મુદાઓની વિગતો આપી હતી.
પ્ર. નીલમજી, આપને ભારતની પરમાણુ સહેલીનું બિરૂદ કેવી રીતે મળ્યું?
જ. હકિકતમાં, મેં વર્ષ ૨૦૦૮માં રાજસ્થાન, યુનિવર્સિટીમાંથી એટોમીક એનર્જી વિષયમાં ‘ભારતની પરમાણુ વીજળીઘરોની કાર્યપ્રણાલી’ પર પી.એચ.ડી. કર્યું છે. જે બાદ વર્ષ ૨૦૦૯માં ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી મુંબઈમાં એક વર્ષ કામ કરીને મેં પરમાણું ઉર્જા અંગેની વિગતવાર માહિતી મેળવી હતી. ત્યાંથી જ મને ભારતની પરમાણુ સહેલીનું બિરૂદ મળ્યું હતુ, અને આજે આ નામથી મારી ઓળખ બની ગઈ છે. મને ગર્વ છે કે આજે પરમાણુ શકિત ભારતનું ભવિષ્ય બનવા જઈ રહી છે. ત્યારે તે નામથી મારી ઓળખ છે.
પ્ર. આપ દેશમાં ઉર્જા માટે પરમાણું મહત્વપૂર્ણ માનો છો શા માટે ?
જ.કોઈ પણ દેશનો વિકાસ વિજળી પર આધારિત હોય છે. જે દેશમાં વીજળીનું વધારે ઉત્પાદન અને ઉપયોગ તેટલો જ શકિતશાળી તે રાષ્ટ્ર આપણા દેશની વાત કરીએ તો અહી દરેક વ્યકિતને ૮૫૦ યુનિટની સરેરાશ છે. ત્યારે, વિશ્વની સરેરાશ છે ૪૫૦૦ યુનિટ વીજળીનો અને ચીનનો દરેક નાગરીકને મળે છે.૫૫૦૦ યુનિટ વીજળી છે. અમેરિકા, ફ્રાન્સ, જાપાન, જર્મની જેવા દેશો કે જે વિકસીત ગણાય છે. ત્યાં દરેક નાગરીકને ૮૦૦૦થી લઈને ૧૩,૦૦૦ યુનિટ વીજળી મળે છે. આ સ્થિતિની આપણે સરમાખણી કરીએ તો ભારત બહું જ પાછળ છે. ભારતને વિકસીત દેશોની શ્રેણીમાં લઈ જવા હજુ વધારે પ્રતિ વ્યકિત ૫,૦૦૦ યુનિટ વિજળીની જરૂર છે. જેમાંથી ૧૦૦૦ યુનિટ વીજળી પાણી અને હવાથી, ૧૦૦૦ યુનિટ વીજળી મળી શકે છે. સૂર્યતાપમાંથી, જયારે બાકી ૩૦૦૦ યુનિટ વીજળી માટે મોટો પ્રશ્નાર્થ છે? હાલમાં આપણે મહત્તમ વીજળી કોલસામાંથી મેળવીએ છે. પણ ધીમેધીમે દેશમાંથી કોલસા ખતમ થઈ રહ્યો છે. જે ૨૦ વર્ષ બાદ ખતમ થઈ જશે. જેથી હાલમાં આપણી પાસે પરમાણુ ઉર્જાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
આપણી પાસે આખા વિશ્વનું ૮૫ ટકા નાણાકીય ઈંધર છે. જે ભારતની બહુ મોટી શકિત બની શકે તેમ છે. અને ભારતને ઉર્જા સુરક્ષા આપી શકે તેમ છે. એટલે મેં આ વાતને જાણીને મારા પીએચડીમાં આ વિષય લીધો હતો. આપણી પાસે પરમાણું ઉર્જા છે. પરંતુ, લોકજાગૃતિના અભાવે તેનો ઉપયોગ અંગે ગેર માન્યતા પ્રવર્તતી હોય તેનો ઉપયોગ થઈ શકતો નથી. જેથી આ ગેરમાન્યતા દૂર કરીને દેશનાં વિકાસ કરવાની આપણી જવાબદારી ઉઠાવીએ તે અતિ જરૂરી છે.
પ્ર. પરમાણું ઉર્જા માટે પરમાણું વીજળીઘરો બનાવવા પડે છે. તેમાં જાપાનની જેમ દુઘર્ટના થવાની સંભાવના છે.તો તે આપણા દેશમાં કેવી રીતે સાવચેતી રાખી શકાય?
જ.માણસની પાયાની સુવિધા છે. રોટી, કપડા અને મકાન, ખેતીમાં પાણી પહોચાડવા માટે વીજળી જોઈએ જે કપડા પહેરીએ છીએ.તેના માટે વણાટ માટે વીજળી જોઈએ અને જે ઘરમાં રહીએ છીએ તેમાં પણ સીમેન્ટ, લોખંડ વગેરે પણ વીજળીથી બને છે. ઉપરાંત ઘરમાંલાઈટ, પંખા માટે વીજળી જોઈએ છે તો આમ આપણે આપણી પાયાની તમામ સુવિધાઓ માટે વીજળીની જરૂરીયાત છે. આવનારા સમયમાં આપણે વીજળી મળે તે માટે વ્યવસ્થા કરવાની આજે જરૂરીયાત છે. પરમાણું ઉર્જા ચોખ્ખી અને સસ્તી ઉર્જા છે.
પરમાણું ઉર્જા માટે લોકોમાં ગેરમાન્યતાઓ છે કે પરમાણુ વીજળીઘર કે પરમાણું ઉર્જા ખૂબ ખતરનાક છે. તેનાથી ખૂબ રેડીયેશન નીકળે છે. હકિકતમાં તેમાં સામાન્ય માણસનો વાંક નથી. આપણી શાળાની અભ્યાસ ચોપડીઓમાં આવે છે કે હીરોસીમા-નાગાસાકી બોમ્બ વિસ્ફોટ કે જે અણુ બોમ્બથી થયો હતો.જેથી, સામાન્ય માણસ પરમાણું ઉર્જાને પણ ખરાબ માને છે. વર્ષ ૨૦૧૧માં જાપાનમાં કુકુશીમા પરમાણુ વીજળીઘરમાં વિસ્ફોટ થયા બાદ આ ડર વધારે મજબુત બન્યો હતો. પરંતુ પરમાણુ ઉર્જા અંગે સામાન્ય નાગરીકોમાં અધુરૂ જ્ઞાન છે. દિવાસળી પર દારૂગોળો હોય છે તે જ રીતે બોમ્બમાં પણ દારૂ ગોળો હોય છે. પરંતુ દીવાસળી કયારેય બોમ્બ બની શકતો નતી. નાનો બાળક પણ બાકસને ખિસ્સામાં લઈને ફરી શકે છે.
તેજ રીતે પરમાણું ઉર્જામાંથી આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છક્ષએ તો પરમાણું બોમ્બ પણ બનાવી શકીએ છીએ તે સાચા ફરકને આપણે હકિકતમાં જાણવાની જરૂર છે. જાપાનમાં પરમાણું વીજળીઘરમાં જે દુર્ઘટના થઈ તે ભારતમાં નહી થાય કારણ કે, જાપાન, ભૂકંપગ્રસ્ત દેશ છે.ત્યાં સમયાંતરે અવાર નવાર ભૂકંપ અને સુનામી આવતા રહે છે. જેથી, ખરેખરમાં જાપાનમાં એકપણ પરમાણું વીજળીઘર ન હોવા જોઈએ તેમ છતા જાપાન તેની કુલ વપરાશની ૩૫ ટકા વીજળી પરમાણું ઉર્જામાંથી મેળવે છે. આપણા દેશમાં જેટલા વીજળીઘરો છે તે કોઈપણ ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં બનાવવામાં આવ્યા નથી. બીજુ આપણા દેશમાં જેટલા વીજળીઘરોછે તેના પર પાણીની ટેન્ક હોય છે. જેનું પાણી જે વીજળી જવાની સહિતની કોઈપણ વિપરીત સ્થિતિમાં ગુરૂત્વાકર્ષણ બળથી નીચે આવે છે. અને માત્ર થોડી જ મિનિટોમાં રીએકટરને ઠંડુ કરી શકે છે.
જયારે, જાપાનમાં આવી વ્યવસ્થા ન હતી ઉપરાંત, જયાં ડીઝલ જનરેટર હતા જે જમીન પર હતા. આપણે ત્યાં કોઈપણ વીજળીઘરોમાં ડીઝલ જનરેટરો બીજા માળ જેટલી ઉંચાઈ પર રાખવામા આવે છે. જાપાનમાં જે દુર્ઘટના થઈ તેનાથી ભારતે શીખીને તમામ પરમાણું વીજળીઘરોને સંપૂર્ણ સુરક્ષીત બનાવ્યા છે. આ બધી તથ્યોને ધ્યાનમાં લઈને દેશના વિકાસ માટે મોટી શકતિ બનનારા પરમાણું ઉર્જા પ્રત્યેના ખોટા વિચારો બનનારા કાઢીને તેનું સમથૅન કરવું જોઈએ.
પ્ર. તમે દેશની તમામ પર સોલાર પ્લાન્ટ લગાવવાની યોજનાની વાત કરી રહ્યા છો તે શું છે?
જ.આપણે વિકસીત દેશ બનવા માટે પ્રતિ વ્યકિત ૫,૦૦૦ યુનિટ વીજળીની જરૂર છે. તેમાંથી ૧,૦૦૦ યુનિટ વીજળી આપણે સોલારથીબનાવી શકીએ છીએ તે માટે આપણે ૧૦ લાખ મેગાવોટનો સોલાર પ્લાન્ટ લગાવવો જરૂરી છે. તે માટે ૨૫ હજાર વર્ગ કિલોમીટર જમીનની જરૂર પડશે. આપણે ખેતીની જમીન પર સોલાર પ્લાન્ટ લગાવીએ તો આટલી મોટી જમીન પર ખેતી નહી થઈ શકે. જે આપણા દેશની અર્થવ્યવસ્થા માટે યોગ્ય નહી ગણાય તેના બદલે દેશની નદીઓ અને કેનાલો પર સોલાર પેનલ લગાવીને દિવસે સોલાર ઉર્જા અને રાત્રે પાણી વીજળી ઘરોથી મેળવી શકીએ છીએ તથા પાણીનું બાષ્પીભવન પણ અટકાવી શકાય છે. આમ, સોલાર પેનલથી આ યોજનાથી ખેતી માટે વીજળી પુરી પાડી શકાય તેમ છે.