જેતપુર શહેરમાં અનેક સામાજીક કાર્યો કરતી સેવાકીય સંસ્થા જેસી આઈ જેતપુરનો મુખ્ય ઉદ્દેશ ટ્રેનીંગનો છે જેમાં જેસીઆઈ ઇન્ડિયા ના ઝોન ટ્રેનરો હોઈ અને નેશનલ ટ્રેનર બનવા માટેની એક ઈવેન્ટ NTTTS જે જેસીઆઈ જેતપુર દ્વારા તા.૨૭-૦૪-૨૦૧૮ થી ૩૦-૦૪-૨૦૧૮ એમ ચાર દિવસ માટે સાસણ ખાતે હોસ્ટ કરવામાં આવી હતી.જેમાં ટ્રેનરો વધુ સારી રીતે ટ્રેનીંગ આપી શકે એ માટેની ટ્રેનીંગ પાઇલોટ ફેકલ્ટી જેસી રમણ નાયર કો-પાયલોટ જેસી ચિરાગ દેસાઈ તથા જેસી પ્રીતમ ગોસ્વામી દ્વારા ટ્રેઈનરો ને તાલીમ અપાઈ હતી.આ તાલીમનું સમગ્ર ઓબ્ઝર્વેશન નેશનલ ડિરેક્ટર પ્રોગ્રામ જેસી જીતેન્દ્ર માન દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જેસીઆઈ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખશ્રી જેસી અર્પિત હાથી,ઝોન ૭ ના પ્રમુખ જેસી હિતુલ કારીયા,ઉપપ્રમુખ જેસી હિમાંશુ જેઠવા,ગુજરાત લીડર જેસી સંજય માંકડ,ઝોન ૮ લીડર જેસી અનુપ દેસાઈ, જેસી ભુવન રાવલ,ઝોન ૭ સેક્રેટરી જેસી બિપિન માંકડીયા,EA ટુ ZP જેસી સમીર જાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખશ્રી જેસી અલ્પેશ ભુવા, સેક્રેટરી જેસી દ્વિજેશ ધડુક ,પ્રો.ચેરમેન જેસી નિલેશ સાવજ, પ્રો.કો ચેરમેન જેસી પિન્ટુ ગજેરા,જેસી તુષાર સુવાગિયા, જેસી અતુલ વઘાસિયા,જેસી અશોક ખૂટ, જી એલ સી જેસી મહેશ રાદડિયા,પ્રો.ડિરેક્ટર જેસી નલિન પટેલ, પ્રો.મેનેજમેન્ટ જેસી સતીશ કૉયાની,પૂર્વ પ્રમુખ જેસી નરેન્દ્ર કોટડીયા,જેસી ઉમાકાન્ત જોષી, જેસી નિતેશ ઠુમર,જેસી નલિન પટેલ,જેસી સુભાષ કુંભાની, તેમજ જેસી રમેશ માલવીયા, જેસી રાજેશ શીંગાળા,જેસી હિરેન રાંક, જેસી રાકેશ નાગર તેમજ દરેક પુર્વ પ્રમુખશ્રી ઓ, જેસી મિત્રો તથા જેસીરેટ દ્વારા સફળ બનાવાયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com