પ્રમુખ સહિત 10ની અટકાયત
આજરોજ કોટેચા ચોક ખાતે ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ દ્વારા રાહુલ ગાંધીના સમર્થનમાં રસ્તા રોકો આંદોલન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ‘રાહુલ ગાંધી આપ સંઘર્ષ કરો, હમ આપ કે સાથ હૈ’, ‘ડરો મત’ જેવા સૂત્રોચ્ચાર અને બેનરો સાથે એનએસયુઆઇના કાર્યકરોએ મોદી શાસન સામે વિરોધ દર્શાવી રાહુલ ગાંધીને સમર્થન કરતી રેલી કાઢી હતી.
રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની બાબતને વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી ગંભીર સ્થિતિમાં હોવાનો મજબુત સંકેત ગણાવ્યો હતો. જેની કોંગ્રેસ પક્ષ અને એનએસયુઆઇ દ્વારા કડક શબ્દોમાં નિંદ કરવામાં આવી હતી. એનએસયુઆઇના કાર્યકરોએ સત્યના લડતમાં રાહુલ ગાંધીની પડખે ઉભા હોવાની ધારદાર રજુઆત કરી હતી.
રાહુલ ગાંધીના સમર્થનમાં થયેલા રસ્તા રોકો આંદોલનમાં પ્રદેશ પ્રમુખ સહિત 10 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.