સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં પણ ફિ નિર્ધારણ કમિટીની રચના કરવા માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્ધટ્રકશનના કોન્ટ્રાકટ, સ્વીમીંગ પુલ તા બીજા કામોના કોન્ટ્રાકટમાં ૧૦ કરોડી વધારેનું કામ આપવામાં આવ્યું છે. જેમાં લાગવગ અને ભ્રષ્ટાચાર દ્વારા કોન્ટ્રાકટની કંપનીને પસંદ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ કૌભાંડમાં ભાજપના કમલેશ પારેખ કે જે આર્કિટેકટ છે તેનો મુખ્ય હા છે. એનએસયુઆઈ દ્વારા આજે કલેકટરને કરવામાં આવેલી રજૂઆતમાં આ આક્ષેપો કરવામાં આવ્યા હતા.
વધુમાં એનએસયુઆઈએ ગુજરાતના શિક્ષણ તંત્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તા ભ્રષ્ટાચાર અંગે આજે કરેલી આ રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે, જે કામ યુનિવર્સિટીમાં શ‚ કરવામાં આવ્યું છે તેની ગુણવત્તા એકદમ નબળી છે. વધુમાં સ્કીલ ડેવલોપમેન્ટના નામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૈસે કુલપતિ તા સત્તાધીશો દ્વારા વિર્દ્યાીઓને ભાજપ પ્રેરીત વિચારધારામાં પરાણે જોડવાના પ્રયાસો કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સો એમ પણ કહેવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિર્દ્યાીઓ પાસેી સ્કીલ ડેવલોપમેન્ટના નામે ‚પિયા ઉઘરાવે છે પરંતુ સ્કીલ ડેવલોપમેન્ટના કોઈપણ કામ કરવામાં આવતા ની. ત્યારે હવે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં પણ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાી સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં પણ ફિ નિર્ધારણ સમીતીની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ સો એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, ચૂંટણી નજીક આવી રહી હોવાી ફિ નિર્ધારણ સમીતી બનાવી ગુજરાતના વાલીઓને લોલીપોપ આપવાનું કામ કર્યું છે. ફિ નિર્ધારણમાં જે પ્રમાણે ફિ નિર્ધારણ કરવામાં આવી છે તેના નિયમોને શાળાઓ ઘોળીને પી ગઈ છે. સરકારનો તેના પર કોઈ પણ જાતનો અંકુશ છે નહીં. આ ઉપરાંત પાઠય પુસ્તકો પણ બારોબાર વેંચી ‚પિયા એકઠા કરવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભ્રષ્ટાચાર અને ગુજરાતના શિક્ષણ તંત્રને સુધારવા માટે કોઈપણ પગલા ભરવામાં નહીં આવે તો યુ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આંદોલન ચલાવવામાં આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે.
આ બાબતે એનએસયુઆઈ અને યુ કોંગ્રેસના કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ડો.રાજદિપસિંહ જાડેજા, મુકેશ ચાવડા, આદિત્યસિંહ ગોહિલ, મુકુંદ ટાંક સહિતના હાજર રહ્યાં હતા.