એન.એસ.એસ.ની પ્રવૃત્તિથી રાષ્ટ્રભાવના, સામાજીક ઉત્થાનની ભાવના જાગે છે: નિતેષ ડોડીયા
બગસરા નગરપાલીકા સંચાલીત મેઘાણી હાઈસ્કુલના એન.એસ.એસ. યુનિટ દ્વારા સાત દિવસીય કેમ્પનો પ્રારંભ નગરપાલીકા પ્રમુખ રસીલાબેન પાથરના અધ્યક્ષ સ્થાને તેમજ કેમ્પનું ઉદઘાટન પાલીકાના ઉપપ્રમુખ નિતેષ ડોડીઆના હસ્તે કરવામાં આવ્યું હતુ આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચ મહેશભાઈ ગોધાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
એન.એસ.એસ.ની. પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના તેમજ સામાજીક જવાબદારીઓ સહિત સમાજ જીવનમાં રહેવાની અનેક જવાબદારીઓની ભાવના આ કેમ્પ દ્વારા ઉજાગર થાય છે. તેમ નિતેષ ડોડીયાએ જણાવેલ શાળાના આચાર્ય શેખવા કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજનથી વિદ્યાર્થીઓનાક જીવન ઘડતરમાં ખુબ ઉપયોગી બને છે.
આ કેમ્પમાં હરેશભાઈ પટોળીયા, મનોજભાઈ મહીડા, મહેભાઈ બોરીચા, બી.બી. ચાવડા, બી.બી. ચંદ્રવાડીયા, ઠુમ્મર સહિતના આગેવાનો ગ્રામજનો વિદ્યાર્થી ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન સ્નેહી પરમારે કર્યું હતુ તેમ પ્રોગ્રામ ઓફીસર ભરતભાઈ રંગાડીયાની યાદી જણાવે છે.