પશુરોગ નિદાન કેમ્પ, એકયુપ્રેસર સારવાર, હાસ્યની હુંસાતુંસી, સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો

કેે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ તથા સુરક્ષા સેતુ સોસાયટી તથા સૌરાષ્ટ્ર યુનિવ.ના સંયુકત ઉપક્રમે નાના વડાળા ગામખાતે રાષ્ટ્રીય સેવા યોજનાના સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ૩૧ ડીસેમ્બર ૨૦૧૮ સુધી ચાલશે. જેમાં વ્યસનમુકિત, બેટી બચાવો અને બેટી પઢાવો, સ્વચ્છતા અને વિવિધ ગામનાં લોકોને સાંકરી અનેક વિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. આ કેમ્પમાં ૧૦૦ થી વધુ વિઘાર્થીનીઓએ ભાગ લીધો છે. પ્રથમ દિવસે ડીડીઓ જામનગર, ઘોઘુભા જાડેજા, રમેશભાઇ ઠકકર,  પ્રોફેસર આર.આર. કાલરીયા, રમેશભાઇ કાનાણી, કિશોરભાઇ રાંક સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

vlcsnap 2018 12 26 18h48m42s778

અબતક સાથેની વાતચીત દરમિયાન જામનગર ડી.ડી.ઓ પ્રસસ્તિ પારીકએ જણાવ્યુ હતું કે ગર્વમેન્ટ ઓફ ઇન્ડીયા તરફી ઘણા વર્ષો નેશનલ સ્કીમ રાષ્ટ્રીય સેવા યોજના ચાલું છે. યુવાનોને સેવાના પથ પર ચાલવા અગ્રેસર કરવામાં આવે છે. ત્યારે રાજકોટની કણસાગરા કોલેજની વિઘાર્થીનીઓ નાના વડાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૦૦ થી વધુ દિકરીઓએ ભાગ લીધો છે. અને તેઓએ આ શિબિરમાં વ્યસન મુકિત, મહિલા સશકિત કરણ, સ્વચ્છતા એજયુકેશન, હેલ્થ વગેરે સેવાઓમાં સંકળાયેલ છે. તથા ટ્રેનીંગ લઇ રહી છે. અહિંયા જીલ્લા પંચાયત દ્વારા સર્વનિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. દિકરીઓ ખુબ જ સરસ કામગીરી કરી રહી છે. તે બદલ તેમને અભિનંદન પાઠવું છે.

vlcsnap 2018 12 26 18h49m11s524

જીવનમાં ભણતર સાથે ગણતર ખુબ જ જરુરી છે. કેમ કે આજના સમયમાં ઓલરાઉન્ડર પસાનાલીટીની જરુરીયાત છે. મેં બહેનોને એવું જ માર્ગદર્શન આપ્યું છે. કે ભણતર નોલેજ માટે છે. પરંતુ પ્રેકટિકલ નોલેજ માટે ગણતર જરુરી છે. કે કેવી રીતે ફિલ્મ ઉપર કામ થાય છે. લોકો સાથે કેવી રીતે જોડાવું તથા લાંબા સમયે તેઓને ખુબ જ મદદરુપ થશે. હું દિકરીઓને એ સંદેશો આપવા માંગું છું. કોઇ એવી વસ્તુઓ નથી જે મહિલાઓ કરી શકિત નથી. જરુરીયાત મહેનત કરવાની, આત્મવિશ્વાસની તથા જરુરીયાત ડેડીકેશનની છે. તે બધું જ કરી શકે.

vlcsnap 2018 12 26 18h49m25s969

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન રાજેશ કાલરીયા કણસાગરા પ્રિન્સીપાલ ડો. રાજેશ  કાલરીયાએ જણાવ્યું હતું કે એન.એસ. એસના કેમ્પને અમે શિક્ષણની જ પ્રવૃતિ ગણીએ છીએ કણસાગરા મહિલા કોલેજની ચાર દિવાલમાં જે જ્ઞાન મળે છે તે પુસ્તકનું શિક્ષણ છે. તે ડીગ્રીનું જ્ઞાન છે. અને અહિંયા દિકરનું ખરા અર્થ ઘડતર થાય છે. લોકોની સાથે રહીને લોકોના પ્રશ્નો સમજી તથા સેવાકિય કાર્યો કરે છે. અને અભ્યાસની સાથે સમાજનો અનુબંધ થશે. ત્યારે ખરા અર્થમાં નાગરીક તરીકેની તાલીમ મેળવે છે. નાગરીક તરીકેની તાલીમ વર્ગખંડમાં મેળવવા કરતાં જયારે સમાજની વચ્ચે જઇને તેમના પ્રશ્નો જાણીને સાથે રહીને મેળવવામાં આવે તે ખરી કેળવણી છે. તેવું અમે માનીએ છીએ.

vlcsnap 2018 12 26 18h49m31s429

અમને લોકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળે છે અને ગામના બધા જ લોકો પુરો સમય અમારી સાથે રહે છે. અલબત ગામ પસંદ કરવાના અમુક ચોકકસ ક્રાઇટેરીયા પણ છે. તે પણ અમે ફોલોઅપ કરીએ છીએ તેમાં ખરા ઉતરે તે ગામમાં અમે આ કાર્યક્રમ કરીએ છીએ. કારણ કે બહેનોને સુવિધા મળે અને કોઇપણ પ્રશ્નો ઉભા ન થાય ગામ લોકોને એજ સંદેશો આપવા માગીશ કે રાજકોટથી દિકરીઓ તમારી પાસે વિશેષ અપેક્ષા એ રાખે છે કે વ્યસન છોડો, તથા ગામમાં સફાઇના કામો, શિક્ષણના કામો થાય એ દિકરીઓને ગામ લોકોએ આપેલો એક ચાંદલો છે કરિયાવર છે તેવું અમે માનીએ છીએ.અબતક સાથેની વાતચીત દરમિયાન રાષ્ટ્રીય સેવા યોજના એટલે એન.એસ.એસ. નેશનલ સર્વિસ સ્કીમ દ્વારા દર વર્ષે નેશનલ શિબીર કરવામાં આવે છે. જેમાં કોલેજ કક્ષાના  વિઘાર્થીની બહેનોનું સિલેકશન કરવામાં આવે અને તેમને ટ્રેનીંગ આપવામાં આવે ત્યારબાદ ભારત સરકારના વિવિધ અભયાન ગ્રામ્ય વિસ્તારમાં સાર્થક કરવા ગામના લોકો સુધી સરકારની તમામ યોજનાઓ પહોંચી તથા લાભ પણ મળે અને લોકોમાં જાગૃતિ આવે તે સંદર્ભમાં સાત દિવસય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

vlcsnap 2018 12 26 18h49m54s055

તે દરમિયાન સેવાકીય પ્રવૃતિઓ વ્યસન મુકિત, સાક્ષરતા, બેટી બચાવો વગેરે જેવા ૯ થી વધુ અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે. સાથે સાથે વડીલવંદના ગુરુવંદનાનો કાર્યક્રમ તથા રાત્રીના સમયમાં નેશનલ તથા ઇન્ટરનેશનલ કલાકારો દ્વારા ભારતીય સંસ્કૃતિ તથા આપણી પરંપરાના ઇતિહાસની ઝાંખી થાય. તેવો કાર્યકમ દરરોજ યોજાશે. સાથે સાથે ધોરણ ૧ થી ૧૦ ના વિઘાર્થીઓ માટે ઇન્ડોર અને આઉટ ડોર સ્પર્ધાઓ, ગામની બહેનો માટેની સ્પર્ધાઓ, શિબિરાર્થી બહેનો માટેની સ્પર્ધાઓ વગેરે ૨૦ થી વધુ સ્પર્ધાઓ યોજાશે. જેમાં વિઘાર્થીઓનું સ્કીલ ડેવલોપમેન્ટ થાય. રાષ્ટ્રીય સેવા યોજનાના માઘ્યમથી દરેક વિઘાર્થીની બહેનોમાં રાષ્ટ્ર પ્રત્યેનો ભાવ જાગૃત થાય. તે માટે શિબીરાર્થી બહેનો, ગામના તમામ લોકો માટે દેશભકિત પિકચર શો બતાવવામાં આવશે. તે પિકચરનો રિવ્યુ લેવામાં આવે અને રાષ્ટ્રભાવના કેળવાય

20181226 113417

તેવા આશયથી દેશભકિત પિકચર્સ બતાવવામાં આવે છે. પર્સનાલીટી ડેવલોપમેન્ટ માટે મોટીવેશનલ સ્પીકરોના ઓનલાઇન વ્યાખ્યાનનું આયોજન કર્યુ છે. જેથી સાચી રીતે જીવન જીવવાની દિશા કઇ રીતે મેળવાય તેનું જ્ઞાન પણ આપવામાં આવે. વધુમાં જણાવ્યું હતું ચાર રુમની દિવાલનું શિક્ષણ તે માત્ર ડીગ્રી માટે હોય પરંતુ જીવન જીવવાની સાચી કલા શિખવી હોય કે કેવી રીતે જીવાય? આપણી પરંપરા, સંસ્કૃતિ, ઇતિહાસ શું છે? આ બધુ જાણવું હોય અને સાચા અર્થમાં માનવ જન્મને સાર્થક કરવો હોય તો રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા જે સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન રમેશભાઇ ઠકકરએ જણાવ્યું હતું કે આજે એન.એસ.એસ. કેમ્પ માટે કણસાગરા કોલેજની દિકરીઓ આવેલ છે. સાચી શિક્ષણ પઘ્ધતિએ છે કે કોલેજની ઘરથી બહાર જઇ તેઓને નવું નવું જ્ઞાન મેળવવું, તેનામાં રહેલ આંતરિક શકિતને બહાર લાવવામાં આવે. તથા બાળકોને ગામ અને શહેર સાથે જોડવાનો પ્રકલ્ય છે. અને દિકરીઓ સશકત બને તેમનો વિકાસ થાય અને લોકોમાં મદદ કરવાની ભાવના કેળવાય તે માટે કેમ્પનું આયોજન થયું છે. દરેક સ્કુલ કોલેજોએ આજુબાજુના ગામમાં જઇને આવા કેમ્પ કરવા જોઇએ તેવી મારી પ્રાર્થના અને વિનંતી છે.

‘અબતક’સાથેની વાતચીત દરમિયાન કિશોરભાઇ રાંકએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સેવા યોજના કેમ્પનો હેતુ સરકારના સંકલ્પ હોય કે ગામડામાં બેટી બચાવો બેટી પઢાવો, વ્યસન મુકિત, સાક્ષરતા, અંધશ્રઘ્ધા નિવારણ વગેરે એન.એસ.એસ. કાર્યક્રમના માઘ્યમથી ગામ લોકો સુધી છેવાડાના માનવી સુધી વાતો પહોચાડી શકીએ. જે સંકલ્પ સાથે એન.એસ.એસ. નો અમે આ ત્રીજો કેમ્પ કરેલ છે. અને સાથે સમાજની ગામની અને રાષ્ટ્રની સેવા કરીએ છીએ.ભણતર સાથે ગણતર જરુરી છે. ભણવામાં માર્કસ આવે જે વાંચીને આવી શકે. પરંતુ પ્રેકટીકલમાં સમાજની અંદર આપણા વ્યવસાય સાથે ઘરમાં બહાર બધી જ જગ્યાએ પ્રેકટીકલ નોલેજ હોય તો જ સફળતા મેળવી શકીએ. ભણવું અને ગણવું ખુબ જ જરુરી છે.

દિકરીઓ પોતે પણ સંકલ્પ સિઘ્ધ કરે છે. અને લોકોને સંકલ્પ સિઘ્ધ કરવા પ્રેરે છે. ગામમાં વિકાસના કામો તો થાય છે. પરંતુ સાથો સાથ આવા રાષ્ટ્રીય સેવા યોજનાના કામ થવા જોઇએ.

અબતક સાથેની વાતચીત દરમિયાન કણસાગરા કોલેજની વિઘાર્થીની વૈશાલીબેન એ જણાવ્યું હતું કે અમે નાના વડાળા ગામે એન.એસ.એસ. કેમ્પમાં આવ્યા છીએ. એન.એસ.એસ. એટલે રાષ્ટ્રીય ભાવના સમાજની સેવા કરવી, ભણતરની સાથે ગણતર ખુબ જ જરુરી છે. અમારી કોલેજમાં ભણતરની સાથે ગણતર આપવામાં આવે છે. કોલેજમાં ઇત્તર પ્રવૃતિઓ પણ કરવામાં આવે આ કેમ્પમાં અમને ઘણું બધું નવું નવું જાણવા શિખવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.