રાજકોટ જીલ્લા એસ.પીના વરદ હસ્તે મહિલાઓને એનાયત કરાયા પુરસ્કારો
રાજકોટમાં નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ અને કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સંયુકત ઉપક્રમે બે સપ્તાહનો બ્યુટી પાર્લર કોર્ષનો વ્યવસાયલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજકોટના એસ.પી. અંતરીપ સુદ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમના છેલ્લા દિવસે મહીલાઓને સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
‘અબતક’સાથેની વાતચીત દરમિયાન રાજકોટ જીલ્લાનાં એસ.પી. અંતરીય સુદએ જણાવ્યું હતું કે, કે.એસ.પી. સી. ના કાર્યાલયે સર્ટીફીકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં રાજકોટની ઘણી બંધી બહેનોને બ્યુટી પાર્લર કોષની તાલીમ આપવામાં આવી છે. તાલીમના અંતે તમામ બહેનોને જોઇને ખુબ જ ઉત્સાહ થાય છે. અને હું દિલથી મનહરભાઇ, હસુભાઇ અને તેમની ટીમ જે ખાસ અહીંયા ઉપસ્થિત છે તેમનો આભાર પણ માનું છું.
સાથો સાથ એન.એસ.આઇ.સી.ના યાદવની આગેવાની હેઠળ તાલીમ આપવામાં આવી છે. તેમને મારા અને પુરા ડીપાર્ટમેન્ટ તરફથી પણ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું કે આવું સારું કાર્ય કરીને બહેનોને યોગ્ય અને સક્ષમ બનાવવા માટે આજે જે પહેલ કરી છે.
‘અબતક’સાથેની વાતચીત દરમિયાન હસુભાઇ દવેએ જણાવ્યું હતું કે એન.એસ.આઇ.સી. અને કે.એસ.પી.સી.ના સંયુકત ઉપક્રમે આ સૌથી પહેલો કાર્યક્રમ અમે કરેલો છે. અને બહેનો તરફથી જે પ્રતિભાવ મળ્યો છે તેને જોઇ એવું લાગી રહ્યું છે કે બહેનો ખરા અર્થમાં સશકત થઇ છે અને પોતાના પગ ઉપર ઉભીથઇ છે જેનો આનંદ સંસ્થાને છે.