હવે એનઆરઆઈ એટલે કે નોન રેસીડેન્ટ ઈન્ડીયન (બિનનિવાસી ભારતીય નાગરિક) પ્રોકસી વોટીંગ કરી શકશે. કેન્દ્રીય કેબિનેટે બિનનિવાસી ભારતીય નાગરિકોને લગતો પ્રોકસી વોટિંગનો મામલો કલીઅર કરી નાખ્યો છે જેથી હવેથી વિદેશમાં વસતા અને ત્યાંનું નાગરિકત્વ ધરાવતા ભારતીય મૂળના સમુદાયના લોકો પ્રોકસી વોટિંગ કરી શકશે.
ભારતીય મૂળના વિદેશી નાગરિકો ભારતના જે મત વિસ્તારમાં તેમની નામ નોંધણી (બર્થ રજિસ્ટ્રેશન, મેરેજ રજિસ્ટ્રેશન વિગેરે) ધરાવતા હશે તે બેઠક માટે તેઓ પ્રોકસી વોટિંગ કરી શકશે.
ચૂંટણીપંચના નિષ્ણાંતોની એક કમિટી આ મામલે ૨૦૧૫થી કામ કરતી હતી. તેમણે કાયદાકીય માળખું તૈયાર કરીને કાયદા મંત્રાલયને મોકલ્યું હતું. આંકડા બતાવે છે કે અત્યાર સુધીમાં ૧૦૦૦૦ થી ૧૨૦૦૦ એનઆરઆઈએ વોટિંગ કયુર્ં છે કેમ કે તેઓ દેશમાં આવીને મતદાન કરે તેવો સમય તેમની પાસે નથી આથી હવે મતદાનને લગતા કાયદામાં સુધારા બાદ એનઆરઆઈ ભારતીયો વિદેશમાં બેઠા જ દેશમાં મતદાન કરશે.