બીજેપી અધ્યક્ષ અમિત શાહે શનિવારે કોલકાતામાં ભાજયુમોની રેલીને સંબોધી. તેમણે કહ્યું- બંગાળની જનતા સુધી આ રેલી ન પહોંચે તે માટે તૃણમૂલ સરકારે પોસ્ટર્સ લગાવ્યા કે બીજેપી બંગાળ વિરોધી છે. હું જણાવી દઉં કે બીજેપી બંગાળ વિરોધી નથી, મમતા વિરોધી જરૂર છે. શાહે કહ્યું કે, તૃણમૂલ સરકારને ઉખાડી ફેંકવા માટે બીજેપી બંગાળના ખૂણેખૂણા સુધી જશે. એનઆરસી રજિસ્ટર પર શાહે કહ્યું, રાહુલ ગાંધી અને મમતા બેનર્જી જેટલો ઇચ્છે તેટલો વિરોધ કરી લે, નેશનલ રજિસ્ટર તેમના રોકવાથી રોકાશે નહીં.
For us country first comes, before vote bank. Oppose us as much as you want but we will not stall the process of #NRC: BJP President Amit Shah in Kolkata pic.twitter.com/UnFGPiBnxh
— ANI (@ANI) August 11, 2018
અમિત શાહે કહ્યું કે, ‘2005માં ઘૂસણખોરીનો વિરોધ કરતા હતા મમતા. દેશની સુરક્ષા પર સંકટ છે બાંગ્લાદેશી ઘૂસણખોરો.NRCનો અર્થ થાય ઘૂસણખોરોને ભગાડવા. મમતાના રોકવાથી NRC નહીં રોકાય.અમારા માટે વોટ બેન્ક પછી અને દેશ પહેલા આવે છે.
All Mamata ji has done, is to object against #NRC. But NRC is the process to throw illegal immigrants out. Shouldn’t Bangladeshi immigrants be thrown out?: BJP President Amit Shah in Kolkata #WestBengal pic.twitter.com/IIdAItvu4u
— ANI (@ANI) August 11, 2018
તમારે જેટલો વિરોધ કરવો હોય તેટલો કરી લો પરંતુ અમે એનઆરસીની પ્રોસેસ અટકાવીશું નહીં.તમામ બંગાળી ચેનલોના સિગનલ્સ ડાઉન કરવામાં આવ્યા છે જેથી લોકો અમને જોઇ ન શકે. પરંતુ તમે અમારો અવાજ દબાવવાની કોશિશ કરશો તોપણ અમે બંગાળના તમામ જિલ્લાઓમાં જઇશું ટીએમસીને હટાવીશું.પહેલા બંગાળમાં અમને રવીન્દ્ર સંગીત સાંભળવા મળતું હતું પરંતુ હવે ફક્ટ બોમ્બ વિસ્ફોટના અવાજો જ સંભળાય છે.’