સમગ્ર રાજકોટ શહેરમાં ખાડા-ખબડાનું સામ્રાજ્ય: કોંગ્રેસ દ્વારા ખાડાઓ બુરવામાં આવશે: અશોકભાઈ ડાંગર
ભાજપના રાજમાં લોકોને પ્રામિક સુવિધા પણ સરખી ની મળતી: લોકો રોડ ટેક્ષ ભરે છે વેરા ભરે છે છતાં તંત્ર દ્વારા કામગીરીમાં ઠાગાઠૈયા: કોંગ્રેસ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની અખબારી યાદી જણાવે છે કે હાલ સમગ્ર રાજકોટ શહેરમાં સારો વરસાદ પડ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવેલ ની તેમજ આફ્ટર મોન્સુન કામગીરી પણ માત્ર કાગળ ઉપર જ કરવામાં આવેલ છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ એક અનોખો કાર્યક્રમ પ્રમુખ અશોકભાઈ ડાંગરની આગેવાનીમાં આપવામાં આવ્યો છે ત્યારે સમગ્ર રાજકોટની જનતા પોતાના પરસેવાની કમાણીમાંથી મનપામાં વેરા ભરતા હોય તેમજ લોકો રોડ ટેક્ષ પણ ભરતા હોય ત્યારે આ જાડી ચામડીના અને છ આંકડાનો પગાર ખાતા ઈજનેરો અને એસી ચેમ્બરમાં બેસતા અફસરોએ આ બાબતની તસ્દી લેવી જોઈએ જયારે રાજકોટની પ્રજા ખાડાના સામ્રાજ્યમાં હેરાન પરેશાન થઇ રહી છે ત્યારે ભાજપના શાસકોને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીની સેવા કરવાનું સુજે છે તેમજ ફોટા પડાવવામાં માહિર એવા ભાજપના શાસકો એ માત્ર ને માત્ર ગુલબાંગો ફેકી અને પ્રજાને ભરમાવી રહ્યા છે અને લોકોની કમ્મર તોડી નાખે તેવા ટ્રાફિક નિયમો ઘડ્યા છે ત્યારે શહેરની જનતાને પહેલા સારા રોડ રસ્તા, સુ વ્યવસ્તિ ટ્રાફિક આયોજનની ખાસ જરૂરીયાત છે તેમજ રાજકોટની પ્રજા દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા હોવા છતાં તંત્ર દ્વારા જયારે સુવિધાઓ પૂરી પાડવામાં ના આવતી હોવાી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે અને તંત્રથી પ્રજા નારાજ થઇ છે ત્યારે ઉપસ્તિ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપૂત, ડો.હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઈ ત્રિવેદી, દિનેશભાઈ મકવાણા, ધરમભાઇ કામલીયા, મુકેશભાઈ ચાવડા, રહીમભાઈ સોરા, મયુરસિંહ જાડેજા, સુરેશભાઈ બવાર, દિનેશભાઈ ચોવટિયા, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટરો વલ્લભભાઈ પરસાણા, નીલેશભાઈ મારું, જેન્તીભાઈ બુટાણી, ઘનશ્યામસિંહ જાડેજા, હારૂનભાઈ ડાકોરા, રસીલાબેન ગરેયા, જાગૃતિબેન ડાંગર, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડીયા, પરેશભાઈ હરસોડા, સીમ્મીબેન જાદવ, રેખાબેન ગજેરા, રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનો ભરતભાઈ મકવાણા પૂર્વ ડેપ્યુટી મેયર, મેઘજીભાઈ રાઠોડ, પ્રવીણભાઈ સોરાણી, ભાવેશભાઈ ખાચરિયા, રોહિતસિંહ રાજપૂત, રાજેશભાઈ આમરણયા, આશિષસિંહ વાઢેર, જીગ્નેશભાઈ વાગડિયા, રમેશભાઈ જુન્જા, કૃષ્ણદત્ત રાવલ, કિશોરભાઈ દુબરીયા, રાજેશભાઈ કાપડિયા, કેતનભાઈ તાળા, જગદીશભાઈ સખીયા, માણસુરભાઈ વાળા, વાસુરભાઈ ભંભાણી, નારણભાઈ હિરપરા, હરેશભાઈ સોરઠીયા, નીરવભાઈ કિયાડા, રવિ ગઢવી, નિખીલ બાવળા, મેઘરાજભાઈ ગઢવી,ડેનીસભાઈ બોરીચા, અભયભાઈ ગઢવી, હાજીભાઇ ઓડિયા, પ્રકાશભાઈ વેજપરા, બાબુભાઈ પટેલ, રતીબાપા, જીતુભાઈ નશીત, રવિભાઈ ગોહિલ, ભાવિનભાઈ મારું, મુકેશભાઈ માલવી, ભીખાભાઈ ગોન્દાલીયા, કિશોરભાઈ વાગડિયા, વિપુલભાઈ તારપરા, જગદીશભાઈ, નાગજીભાઈ વિરાણી, વી ડી પટેલ, ચંદુભાઈ ટીલાળા, ચંદ્રસિંહ પરમાર, રાજુભાઈ , કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ વગેરે આગેવાનો કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્તિ રહ્યા હતા. અને શહેરમાં વોર્ડ વાઈઝ ખાડાઓમાં પેવિંગ બ્લોક ફીટ કરવામાં આવ્યા હતા.
ખાડે ગયેલી કોંગ્રેસનું રસ્તા પ્રશ્ર્ને ભાદરવાના ભીંડા જેવું નાટક: ઉદય કાનગડનો પ્રહાર
રાજ્ય સરકારે રસ્તાના રીપેરીંગ માટે રૂા.૨૫ કરોડની ફાળવણી કર્યા બાદ કાર્યક્રમ આપવાનો હેતુ માત્ર સસ્તી પ્રસિદ્ધિનો સ્ટંટ
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડે આજે રસ્તા પ્રશ્ને વિપક્ષ કોંગ્રેસે આપેલ આશ્ચર્યજનક કાર્યક્રમને ભાદરવાના ભીંડા સમાન નાટક ગણાવીને જણાવ્યું હતું કે, રાજકોટ શહેર કોંગ્રેસમાં ચાલતા આંતરિક ઝગડાઓ અને પાર્ટી પોલીટીક્સનો ઢાકોઢુંબો કરવા માટે પબ્લીસીટી સ્ટંટ સમાન કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.
સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે આકરી જાટકણી કાઢતા જણાવ્યુ હતું કે, માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટના રસ્તા રીપેરીંગ કરવા માટે રૂ.૨૫ કરોડની ગ્રાન્ટની ફાળવણી પણ કરી દીધેલ છે અને ટૂંક સમયમાં જ રસ્તા રીપેરીંગ કામ શરુ નાર છે. જ્યાં સુધી વરસાદ હોઈ, કે વરસાદની આગાહી હોઈ, ત્યાં સુધી ડામર કામ શરુ ન કરી શકાય તેટલી સામાન્ય બુદ્ધિ પણ ખાડે ગયેલી કોંગ્રેસના આગેવાનો કે કાર્યકર્તાઓમાં નહી હોઈ તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે.
અંતમાં તેમણે જણાવ્યુ છે કે, શહેરના જે રાજમાર્ગો કે આંતરિક માર્ગો પર ભારે વરસાદના કારણે ગાબડા પડ્યા છે ત્યાં આગળ મેટલીંગ કામ, પેચ વર્ક તેમજ પેવિંગ બ્લોકી રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે. તે બાબત સામાન્ય નાગરિકો પણ સુપેરે જાણે છે. પરંતુ, કમળો હોઈ તેને પીળું દેખાય તેમ કોંગ્રેસીઓને રસ્તા પર કરવામાં આવતું રીપેરીંગ ન દેખાતા માત્ર ગાબડા જ દેખાય છે.
રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા પદ માટે નગરસેવકોમાં ચાલતી આંતરિક ખેચતાણ તેમજ રાજકોટ શહેર કોંગ્રેસમાં ચાલતી ટાંટિયા ખેંચ સહિતના પાર્ટી પોલીટીક્સ પરી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા માટે કોંગ્રેસ આવા આશ્ચર્યજનક કાર્યક્રમો આપી રહી હોવાનું રાજકોટવાસીઓ સારી રીતે જાણી રહ્યાનું તેમણે અંતમાં ઉમેર્યું હતું. તેમજ સાોસા જણાવ્ય હતું કે, નવરાત્રી બાદ તુરંત જ ડામર કામ શરુ થઇ જશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.