બજારમાં તરલતા લાવવા આરબીઆઇ ગર્વમેન્ટ સિક્યુરિટીઝની સોમવારે કરશે ખરીદી
બજારમાં તરલતા લાવવા માટે સરકાર અને આરબીઆઈ દ્વારા અનેકવિધ મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે હાલની સ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે સરકાર દ્વારા લેવામાં આવતા મકકમ પગલાઓનાં કારણે આગામી દિવસોમાં દેશનું અર્થતંત્ર વિકસિત થશે પરંતુ બીજી તરફ ખાનગી બેંકોની સરખામણીમાં નેશનલાઈઝ બેંકોનું એનપીએ દિન-પ્રતિદિન વધતું જોવા મળ્યું છે જે હવે ૨૧૨ ટકાએ પહોંચી ગયું છે. નાના લોકો કે જે રોજબરોજનું કરી જીવન જીવતા હોય છે તેવા લોકોને ફંડ આપવા માટે સરકાર વિચાર કરી રહી છે જયારે બીજી તરફ દેશમાં વિલફુલ ડિફોલ્ટરો અને જે મંદીનાં કારણે ડિફોલ્ટરો થયા હોય તેવા લોકો વચ્ચે ભેદ સમજવો પણ એટલો જ જરૂરી છે.
મોટા ઉધોગકારો નેશનલાઈઝ બેંકો પાસેથી ખુબ જ મોટી લોન લઈ બેંકને અને દેશને ધુંબો મારતા હોય છે ત્યારે બીજી તરફ ઘણાખરા એવા જેન્યુન ડિફોલ્ટરો છે કે જે બજારની પરિસ્થિતિ અને બજારમાં મંદીનો માહોલ હોવાથી ડિફોલ્ટરો થયા હોય. સ્થાનિક એટલે કહી શકાય કે ખાનગી બેંકોની સરખામણીમાં નેશનલાઈઝ બેંકોનું બેકલોગ ૨૧૨ ટકાનું છે જે દિવસેને દિવસે વધી રહ્યું છે. ૨૦૧૪-૧૫માં જીનીંગ ઉધોગ નેશનલાઈઝ બેંકો પાસેથી ખુબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હતી અને તેની ભરપાઈ ન કરતા બેંકોની એનપીએમાં અનેકગણો વધારો થયો હતો ત્યારે હાલનાં સમયે દેશની સ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે હવે બેંકો કાર લોન, હાઉસીંગ લોન, ક્ધઝયુમર પ્રોડકટો માટે વધુને વધુ લોન આપશે જેથી બજારમાં રૂપિયો ફરતો રહે.
આંકડાકિય માહિતી લેવામાં આવે તો ૨૦૧૮-૧૯માં નેશનલાઈઝ બેંકોનું એનપીએ ૨૮,૭૧૬ કરોડનું રહ્યું હતું જે ૨૦૧૯-૨૦માં ૩૦,૦૩૯ કરોડ રહેવા પામ્યું હતું જેમાં ૪.૬ ટકાનો વધારો પણ જોવા મળ્યો હતો ત્યારે નેશનલાઈઝ બેંકોનાં ખાતાઓ જે એનપીએ થયેલા છે તે ૨૦૧૮-૧૯માં ૨.૦૨ લાખ અને ૨૦૧૯-૨૦માં ૬.૩ લાખ ખાતાઓ એનપીએ થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ નેશનલાઈઝ બેંકોમાં એનપીએ વધવાનું કારણ એમએસએમઈ ક્ષેત્ર, એગ્રીકલ્ચર ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોને કે જેને લોન આપવામાં આવી છે તે તમામ એનપીએ થતા દેશને ઘણી મોટી આર્થિક ખાદ્યનો સામનો કરવો પડયો છે. ગુજરાતની જયારે વાત કરવામાં આવે તો ૩૦ સપ્ટેમ્બરમાં આશરે ૫ લાખ ખાતાઓ એનપીએ થયા હતા જે વધી ૨૦૧૯નાં સપ્ટેમ્બર માસમાં ૮.૪૯ લાખ ખાતાઓ એનપીએ થયા છે.
દેશમાં તરલતા લાવવા અને આર્થિક સ્થિતિને વધુ મજબુત કરવા માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સોમવારથી ફરી ગર્વમેન્ટ સિકયોરીટીઝની ખરીદી કરશે. ઓપન માર્કેટ ઓપરેશન મારફતે થોડા સમય પહેલા પણ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓપન માર્કેટ ઓપરેશન મારફતે આશરે ૧૦ હજાર કરોડ રૂપિયાની સિકયોરીટીની ખરીદી કરી હતી અને ૬,૮૨૫ કરોડ રૂપિયાની સિકયોરીટીનું વેચાણ પણ કર્યું હતું ત્યારે બજારમાં ફરી તરલતા લાવવા માટે આરબીઆઈ સોમવાર એટલે ૩૦ ડિસેમ્બરનાં રોજ ગર્વમેન્ટ સિકયોરીટીની ખરીદ અને વેચાણ કરશે. હાલ આ તમામ જે પગલાઓ સરકાર અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવી રહ્યા છે તેનું એકમાત્ર કારણ એ છે કે જે રીતે દેશની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે તેને કેમ વેગવંતી બનાવાય તે દિશામાં તમામ પગલાઓ લેવામાં આવતા હોય તેવું સ્પષ્ટ માનવામાં આવે છે.