કથિવદર પ્રાથમિક શાળા તા. રાજુલા, જિલ્લો અમરેલીમાં શાળા પ્રવેશોત્સવ તથા ક્ધયા કેળવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવી સદર કાર્યક્રમમાં રૂટ અધિકારી તરીકે એન.પી.ત્રિવેદી તાલુકા વિકાસ અધિકારી રાજુલા, લાયજન અધિકારી તરીકે પ્રવિણભાઈ જેઠવા ઉપસ્થિત રહેલા હતા. સદર કાર્યક્રમમાં મનુષ્ય ગૌરવ ગાન, દેશભકિત ગાન, વકૃત, આંગણવાડી બાળકોનો પ્રવેશ, ધો.૧ના બાળકોનો પ્રવેશ, બાળકોને કીટ વિતરણ તથા ઈનામ વિતરણ જેવા કાર્યક્રમની રજુઆત કરવામાં આવી.
ત્રિવેદી ક્ધયા કેળવણી તથા શિક્ષણનું મહત્વ સમજાવ્યું તથા વાલીઓને બાળકોને શિક્ષણ આપવા માટે પ્રોત્સાહિત કહેવામાં આવ્યા.
આ પ્રસંગે કથિવદર ગામના સરપંચ અરજણભાઈ વાઘ, એસ.એમ.સી.નાં અધ્યક્ષ આતાભાઈ વાઘ, ગામના પ્રબુધ્ધ નાગરીક પાતાભાઈ વાઘ, જી.એચ.સી.એલ.ના મેનેજર જોશી , ગઢવીભાઈ, તથા તેમનો સમગ્ર સ્ટાફે હાજરી આપેલ
હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના આચાર્ય રાકેશભાઈના માર્ગદર્શન હેઠળ શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.