તલાટી કમ મંત્રી નંદાસણાને નિવૃતિ વિદાય અપાઇ

જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે જોડિયા તાલુકાના માવ ના ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા  કે એન  નંદાસણા ની વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા અને જોડિયા તાલુકા પંચાયતમાં નવયુવાન ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી નો ચાર્જ સંભાળતા એન.પી રાવલ આ બંનેનું સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

તા.૩૧ના રોજ તાલુકા પંચાયત જોડિયાના વરિષ્ટ અધિકારી કે એન નંદાસણા વયનિવૃત્ત થયા હતા. તેના માટે વિદાય સમારંભનો આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં જોડીયાના ભૂતપૂર્વ તાલુકા વિકાસ અધિકારી અને હાલ ધ્રોલ તાલુકા પંચાયતના  તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા એમ જી ચૌહાણએ નંદાસણા ભાઈ સાથેના અનુભવોઓ જણાવ્યા હતા. જેમા  નંદાસણા ભાઈ માવનુગામ ગ્રામ પંચાયત મંત્રી હતા ત્યારે તેઓ દ્વારા મંત્રી તરીકે તાલુકોે સર્વ શ્રેષ્ઠ કામગીરી કરતા હતા અને તેઓ પોતાનો રેકોર્ડ, અરજદારોને યોગ્ય જવાબ આપવો, વિકાસના કામો કરવામાં સમગ્ર કામગીરી તેઓની અવ્વલ નંબરની રહેતી હતી.

IMG 20200531 044651

તાલુકા વિકાસ અધિકારી એન. પી. રાવલ નંદાસણા અને તેઓની સાથે કામ કરવામાં ઘણો આનંદ થયો અને ગ્રામ્ય લેવલેની કામગીરી આ અંગે તેઓ પાસે ઘણું શીખવા મળ્યું હતું. તો હવે નંદાસણા  વિસ્તરણ અધિકારી પંચાયત તરીકે પણ ખુબ જ પ્રસનીય કામગીરી કરી હતી. બાદમાં નંદાસણા પોતાની ૩૨ વર્ષની નોકરી ના અનુભવો જણાવ્યા હતા. ગ્રામ પંચાયત મંત્રી તરીકે ખૂબ જ લાંબો સમય સુધી કામગીરી કરી હતી તેમ જણાવ્યું. તેમને ગ્રામ પંચાયત મંત્રી તરીકે કરેલ કામગીરી બીજા મંત્રીઓને કામ કરવા માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. જેથી તેઓનો વિદાય સમારંભ ભાવભર્યું વાતાવરણમાં થયો હતો. આ તકે તાલુકા પંચાયતના તમામ વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો અને નંદાસણાજીનું સાલ અને ફુલહાર કરી વિદાય આપી હતી. તાલુકા વિકાસ અધિકારી તરીકે હાજર થયેલ એન.પી.રાવલનો સત્કાર પણ કરવામાં આવ્યો હતો. જે તકે તાલુકા પંચાયત જોડિયાના તમામ અધિકારી અને કર્મચારીઓ અને ગ્રામ પંચાયત મંત્રીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.