દરેકને પોત પોતાની પસંદગી હોય છે કોઇને ખાવામાં, કપડામાં, ફરવા-ફરવામાં કે પછી કલરમાં દરેકની એ તો બધાને ખબર છે. પરંતુ શું તમે જાણો છો ? કે રંગને લઇને કોઇ વ્યક્તિની પસંદ-નાપસંદ જાણીને ખૂબ સહેલાઇથી તેના વ્યક્તિત્વ વિશે જાણી શકો છો. તમને ક્યો રંગ ગમે છે તે તમારી પર્સનાલીટી વિશે ઘણુ બધુ કહી જાય છે તો આવો જોઇએ કે ક્યો રંગ પર્સનાલીટી વિશે શું દર્શાવે છે.
સામાન્ય રીતે ગુલાબી રંગ એટલે સ્ત્રી જાતીનો પસંદગીનો રંગ પરંતુ કેટલાંક છોકરાઓને પણ ગુલાબી રંગ વિશેષ ગમે છે તો ગુલાબી રંગ પસંદ કરવા વાળી વ્યક્તિ ખૂબ સોફ્ટ હાર્ટેડ હોય છે. જે દિલમાં હોય છે એ જ વ્યક્ત કરે છે અને પોતાના વિચારોની દુનિયામાં રહેવાનું પસંદ કરે છે.
લાલ રંગ :-
લાલ રંગ એટલે પ્રેમનો કલર. જે લોકોનો ફેવરીટ હોય છે પરંતુ ગુસ્સે પણ એટલાં જ જલ્દીથી થાય છે.
બ્લુ રંગ :-
જે વ્યક્તિને બ્લુ રંગ પસંદ હોય તે સમુંદરની ગહેરાઇની જેમ હોય છે. એ લોકોનું દિલ સાફ હોય છે અને પોતાની મુશ્કેલી કોઇની સામે વ્યક્ત નથી કરતાં તેમજ સૌ કોઇને પ્રેમભાવથી જુવે છે.
લીલો રંગ :-
જે લોકોને ફેવરીટ કલર લીલો હોય છે એવા લોકોને એ વાતની બહું ચિંતા સતાવે છે. કે લોકો તેના વિશે શું વિચારે છે ? અને કોઇના પણ પ્રતિભાવથી જલ્દીથી પ્રભાવિત થઇ જાય છે.
પીળો રંગ :-
તમને જાણીને કદાચ આશ્ર્ચર્ય થશે કે બહુ ઓછા લોકોને પીળો રંગ ગમતો હોય છે જેને પીળો રંગ ગમે છે તેવા લોકો ખૂબ ખુશમીજાજી હોય છે તેમજ કોઇપણ વાતથી બહુ પરેશાન નથી થતા અને પ્રવાહની સાથે વહેવાનું પસંદ કરે છે.
કાળો રંગ :-
કાળો રંગ આમ તો ઘણા લોકોનો ફેવરીટ હોય છે એ લોકો પોતાની વાત પર કાયમ રહે છે. અને ગુસ્સાવાળા હોય છે અને વાતમાં ચીડાઇ જાય છે.
સફેદ રંગ :-
સફેદ રંગ જેમ સાદગી અને શાંતિનું પ્રતિક છે. તેમ તેને પસંદ કરવા વાળી વ્યક્તિ પણ ખૂબ જ સીધા સાદા અને સાફ દિલનાં હોય છે. તેને ઉપરછલ્લો દેખાડો પસંદ નથી હો તો. તેને તો બસ તેના કામથી મતલબ હોય છે. આ રીતે રંગ દર્શાવે છે. પર્સનાલીટીસ જો તમારે કોઇના વિશે ખાસ વાત જાણવી હોય તો તેના ફેવરીટ કલર પૂછી લ્યો અને જાણી લ્યો તેના વ્યક્તિત્વ વિશેની વાત……