નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દેશની મોટી વીમા કંપનીઓ પાસેથી બિડ મંગાવી
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હાઈવે પર અકસ્માત પીડિતને કેશલેસ સારવારની સુવિધા પૂરી પાડવા માટે વીમા કંપનીઓ પાસેથી બિડ મંગાવી છે. એનએચએઆઈ એ ગોલ્ડન કોરિડોર યોજના હેઠળ દિલ્હી-મુંબઈ-ચેન્નઈ, ચેન્નાઈ-કોલકાતા, કોલકાતા-આગ્રા અને આગ્રાથી દિલ્હી કોરિડોર પર અકસ્માતોનો ભોગ બનેલા લોકોને કેશલેસ સારવારની સુવિધા પૂરી પાડવા માટે આ બિડને આમંત્રણ આપ્યું છે.
નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનામાં પૈસાના કારણે કોઈને હોસ્પિટલમાં દાખલ થવામાં મુશ્કેલી ન પડે તે માટે કેશલેસ ઈન્સ્યોરન્સની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ માટે વીમા કંપનીઓ પાસેથી બિડ મંગાવી છે. એનએચએઆઈએ ગોલ્ડન કોરિડોર યોજના હેઠળ દિલ્હી-મુંબઈ-ચેન્નઈ, ચેન્નાઈ-કોલકાતા, કોલકાતા-આગ્રા અને આગ્રાથી દિલ્હી કોરિડોર પર અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવારની સુવિધા પૂરી પાડવા માટે બિડ આમંત્રિત કર્યા છે. આ અંતર્ગત આગામી ત્રણ વર્ષ સુધી વીમા કંપનીઓએ હાઈવે અકસ્માતનો ભોગ બનેલા લોકોને કેશલેસ સારવાર આપવાની રહેશે.
મહત્વપૂર્ણ બાબત છે કે, દેશમાં દર વર્ષે ૫ લાખ જેટલા રોડ ઍક્સિડન્ટના કિસ્સા સામે આવે છે. જે વૈશ્વિક સ્તરે ઘણા વધુ છે જ્યાં અંદાજે ૧.૫ લાખ લોકો મોતને ભેટે છે તો ૩ લાખ જેટલા લોકો કાયમી અપંગ બને છે. જે અનુસંધાને આ સૌથી મોટી ખુશખબર છે. દેશમાં સૌથી વધુ મોત વાહનોના અકસ્માતમાં થાય છે.
મંત્રાલયના આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૧૬ માં દેશમાં સડક દૂર્ઘટનાઓમાં ૧,૫૦, ૭૮૫ લોકો માર્યા ગયા, જેમાં ૧૫,૭૪૬ પદયાત્રી પણ સામેલ હતા. વર્ષ ૨૦૧૭ માં સડક દૂર્ઘટનાઓમાં ૧,૪૭,૯૧૩ લોકો માર્યા ગયા, જેમાં ૨૦,૪૫૭ પદયાત્રી સામેલ હતા. વર્ષ ૨૦૧૮માં ૧,૫૧,૪૧૭ લોકો રોડ અકસ્માતમાં માર્યા ગયા, જેમાં ૨૨,૬૫૬ પદયાત્રી સામેલ છે. આવી જ રીતે પાછલા ત્રણ વર્ષમાં સડક દૂર્ઘટનાઓમાં સરેરાશ ૧૯,૬૨૦ પદયાત્રીઓએ જીવ ગુમાવ્યો છે.
જે વીમા કંપની આ બિડ જીતશે તે હાઈવે પર અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને આગામી ૪૮ કલાક સુધી હોસ્પિટલમાં લઈ જવા માટે યોગ્ય સારવાર માટે જવાબદાર રહેશે. કંપનીએ ૩૦ હજાર સુધીની સારવારની જવાબદારી લેવી પડશે. પીડિત વ્યક્તિને રોડ પરથી નજીકની હોસ્પિટલમાં લાવવાની જવાબદારી વીમા કંપનીઓની રહેશે. એનએચએઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, અમે આ મુદ્દે કેટલીક મોટી વીમા કંપનીઓ સાથે પ્રથમ રાઉન્ડની વાતચીત કરી છે.
એકવાર કંપની હપ્તા માટેના ક્વોટની વિગતો આપે પછી અમે સફળ વીમાદાતાને રકમ ચૂકવીશું. આ પછી તે કંપનીએ હાઇવેની આસપાસની હોસ્પિટલો સાથે સંકલન કરવું પડશે. આ સાથે એક હેલ્પલાઇન નંબર પણ ૨૪×૭ ચલાવવાનો રહેશે અને હાઈવે પર સતત એમ્બ્યુલન્સ ફરતી મુકવી પડશે.
નોંધનીય છે કે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ૨૦૧૩ માં જ એક પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આવી યોજના ચલાવી હતી, જે ઘણી સફળ રહી હતી. આ યોજના હેઠળ પ્રથમ ગુડગાંવ-જયપુર હાઈવે પર કેશલેસ સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાદમાં આ યોજનાને મુંબઈ-વડોદરા, રાંચી-રારગાંવ-મહુલિયા વિભાગમાં પણ વિસ્તારવામાં આવી હતી. આ પાયલોટ સ્કીમ હેઠળ અકસ્માતનો ભોગ બનેલા સો ટકા લોકોને અડધા કલાકમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી ૫૦ ટકાથી વધુ લાભાર્થીઓ આર્થિક-સામાજિક રીતે પછાત હતા, જ્યારે આમાંથી ૮૦ ટકા લોકોએ તેમના વતી એક પણ પૈસો ખર્ચવો પડ્યો ન હતો.
પાયલોટ પ્રોજેકટમાં ૧૦૦% પીડિતોને ફક્ત અડધી કલાકમાં સારવાર અપાઈ: ૮૦% લોકોએ એક પણ રૂપિયો ખર્ચવો ન પડ્યો
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ૨૦૧૩ માં જ એક પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આવી યોજના ચલાવી હતી, જે ઘણી સફળ રહી હતી. આ યોજના હેઠળ પ્રથમ ગુડગાંવ-જયપુર હાઈવે પર કેશલેસ સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાદમાં આ યોજનાને મુંબઈ-વડોદરા, રાંચી-રારગાંવ-મહુલિયા વિભાગમાં પણ વિસ્તારવામાં આવી હતી.
આ પાયલોટ સ્કીમ હેઠળ અકસ્માતનો ભોગ બનેલા સો ટકા લોકોને અડધા કલાકમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી ૫૦ ટકાથી વધુ લાભાર્થીઓ આર્થિક-સામાજિક રીતે પછાત હતા, જ્યારે આમાંથી ૮૦ ટકા લોકોએ તેમના વતી એક પણ પૈસો ખર્ચવો પડ્યો ન હતો.