અમેરિકાના વૈજ્ઞાનિકોની બંદોલત હવે તમારા ઘરે તમને ગમતા બેબી હશે.
તમે ક્યારેય વિચારર્યુ છે કે તમારા ગર્ભમાં રહેલુ બાળક તમે ઇચ્છો એવું હોય તો? તંદુરસ્ત અને ગુડ લુકીંગ બેબીએ દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે પરંતુ તમે જે રીતે વિચારર્યુ છે તેવુ જ બેબી તમારા ઘરે આવે તો? જી હા હવે અમેરિકાના વૈજ્ઞાનિકોની બદોલતથી તમે જેવું ઇચ્છો તેવું જ બાળક તમારા ઘરે જન્મ લેશે.
આ માટે વૈજ્ઞાનિકો તમારા નવતર જીન્સમાંથી મોડી હાથ કરીને ડિઝાઇનર બેબીને જન્મ આપશે.અમેરિકાની એક જીન એકસ્પ્રેશન લેબોરેટરી ઓફ ઇન્સ્ટીટ્યુટ બેલમોન્ટે (કેલીફોર્નિયા) ના પ્રોફેસર અને સંશોધન ડો.જુઆન કાલોસે જણાવ્યું હતું કે જીન એડિટીંગની પ્રક્રિયા હજુ ચાલું છે આ પ્રક્રિયામાં તેઓ સફળ પણ થશે આથી લોકોના ઘરે હવે તે જેવું ઇચ્છશો તેવુ બેબી જન્મ લેશે.
વૈજ્ઞાનિક જોશુઆ ચેપમેનએ કહ્યું છે કે કેટલાક બાળકોને જન્મતા વારસામાં પરિવારમાં રહેલા રોગો જેવા કે ડાયાબીટીસ, હાયરટેન્શન, હેમોફિલીઆ, થેલેસીમીયા અને કેન્સર આવે છે. ડિઝાઇન બેબીના કોન્સેપથી આવા રોગોને બેબીમાં આવતા રોકી શકાશે. સંશોધન અનુસાર આવા ડિઝાઇન બેબી કોન્સટમાં સ્ત્રીના ભ્રણમાંથી આવા નેગેટીવ જીન્સને દુરી કરી શકાશે.
ડો.જોશુઆએ વધુમાં જણાવ્યું હતું કે તે અને તેમની સહયોગી ટીમે એક પાવરફુલ જીન એડિટીંગ ટુલ જેની ઓળખ ક્રિસ્પર- CAS9 તરીકે કરી છે. આ ઉપરાંત તેમણે કૃત્રિમ જીન 44 BPS-3 અને HCMને પણ પુરુષના શરીરમાં દાખલ કરીને ડિઝાઇન બેબીને જન્મ આપી શકાશે.
આ ઉપરાંત ડિઝાઇન બેબીએ શિશુ અવસ્થામાંથી જ ઇમ્યુનીટી પાવર એટલે રોગપ્રતિકારક શક્તિ ઘણી સારી હશે તેમનું માઇન્ટ પાવરફુલ હશે.આથી આવા બેબી જલ્દી બીમાર નહિ પડે.
બ્રિટન (યુનાઇટેડ કિંગડમ) સહિત વિશ્ર્વના ઘણા દેશોમાં જીનેટીકલી મોડી ફાઇડ એન્ટ ઇમ્પાલન્ટેશનની આ પ્રક્રિયા ગેરકાયદેસર છે આમ છતા વિશ્ર્વના ઘણા દેશોમાં આ ટોપીક પર રીસર્ચ થયું છે.