‘કૂ’ (Koo)એ જાદુઈ ‘ટોક ટૂ ટાઇપ’ સુવિધા લાવવાની જાહેરાત કરી છે. કોઈપણ જે પોતાના વિચારો દરેક સાથે શેર કરવા માંગે છે, તે ટાઇપ કર્યા વિના સરળતાથી કરી શકે છે. તમારા મનમાં ચાલતા વિચારોને તમે વાચા આપશો એટલે હવે તે શબ્દો કોઈ જાદુની જેમ તમારી સ્ક્રીન પર દેખાશે, અને તે પણ બટનના ક્લિક અને કીબોર્ડનો ઉપયોગ કર્યા વિના. ‘કૂ’ પર દેશમાં બોલાતી તમામ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ એપને તમામ ભારતીય ભાષામાં લોકો સાથે વિચારો વહેંચવાનો સૌથી સહેલો રસ્તો કહેવામાં આવશે. ‘કુ’ વિશ્વનું પહેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે કે જે ‘ટોક ટુ ટાઇપ’ સુવિધાનો ઉપયોગ ફક્ત અંગ્રેજીમાં જ નહીં, પરંતુ ભારતીય બધી પ્રાદેશિક ભાષામાં થશે. આ સુવિધા પ્રાદેશિક ભાષાઓના વપરાશકર્તાઓ માટે સૌથી સરળ સાબિત થશે. જે લોકોને કીબોર્ડનો ઉપયોગ કરવામાં મુશ્કેલી ઉભી થતી હતી તે લોકો માટે આ એપ ખુબ ઉપીયોગી થશે.
‘કૂ’ના સ્થાપકોના વિચાર જાણો
‘કૂ’ના સહ-સ્થાપક, અપ્રમેય રાધાકૃષ્ણે કહ્યું કે, ‘આ ‘ટોક ટુ ટાઇપ’ સુવિધા જાદુઈ છે અને પ્રાદેશિક ભાષાના સર્જકોની કૃતિઓને એક મહાન સ્તરે લઈ જશે. વપરાશકર્તાઓએ લાંબા સમય સુધી કીબોર્ડનો ઉપયોગ કરીને લાંબા દૃશ્યો લખવા પડશે નહીં. ભારતીય ભાષા બોલતા બધા લોકો હવે ફોન પર બોલી, તે શબ્દોને જાદુઈ રીતે સ્ક્રીન લખતા જોય શકશે. એવા લોકો માટે કે જેના માટે સ્થાનિક ભાષાઓમાં લખવું મુશ્કેલ હતું, આ સુવિધા તેમની બધી પીડા દૂર કરે છે. અમે દરેક ભારતીયોના વિચાર દેશભરમાં પોહ્ચાડવાનું સરળ બનાવશુ.
‘કૂ’ના સહ-સ્થાપક, મયંક બિદાવાત્કાએ કહ્યું, ‘કૂ દ્વારા અમે ભારતને વિશ્વસ્તરે કનેક્ટ કરવા માંગીએ છીએ અને બધા ભારતીયોને તેમનો અવાજ પોતાની માતૃભાષામાં સ્વતંત્રપણે અભિવ્યક્ત કરવા સક્ષમ બનાવીએ છીએ. અમે તે બધા લોકો માટે વિચારો કહેવાનો રસ્તો સરળ બનાવવાનું ચાલુ રાખીશું જે તેમના પ્રેક્ષકો અને ચાહકો સાથે જોડાવા માંગે છે. લોકોને ‘ટોક ટુ ટાઇપ’ સુવિધા લોન્ચ કરવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ, લોકોને ટાઇપ કર્યા વિના લખવાની નવી કળા મળશે. તમારે ફક્ત એક બટન પર ક્લિક કરવું અને તમારા ફોનમાં બોલવું છે, અને તે શબ્દો જાદુઈ રીતે સ્ક્રીન પર દેખાશે. અમે આ પ્રકારની સુવિધા રજૂ કરવા માટે વિશ્વનું પ્રથમ સોશિયલ પ્લેટફોર્મ છે, તમને ફેસબુક, ટ્વિટર અથવા અન્ય કોઈ વૈશ્વિક પ્લેટફોર્મ પર આ સુવિધા મળશે નહીં.
આ ‘કૂ’ઓ એપ્લિકેશન ક્યારે બની?
‘કૂ’નું નિર્માણ માર્ચ 2020માં ભારતીય ભાષાઓમાં માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવ્યું હતું. ભારતના જુદા જુદા પ્રદેશોના લોકોને વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ આ એપ્લિકેશન પર પોતાની માતૃભાષામાં પોતાની વાત રજુ કરી શકશે. જે દેશમાં ફક્ત 10% લોકો અંગ્રેજી બોલે છે, ત્યાં આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ખૂબ જ જરૂર છે. જે ભારતીય વપરાશકર્તાઓને આકર્ષક ભાષાનો અનુભવ પ્રદાન કરી શકે અને એકબીજા સાથે જોડાવા માટે મદદ કરી શકે. ભારતીય ભાષાઓમાં પોતાને વ્યક્ત કરવા માંગતા ભારતીયોના અવાજને આ એપ એક મંચ આપે છે.