- માત્ર 10 રૂપિયામાં આખું વર્ષ મેળવો એઈમ્સમાં સારવાર
- ગુજરાતનો પ્રથમ પલ્મોનરી સુપર સ્પેશિયાલિસ્ટ વોર્ડ એઈમ્સમાં કાર્યરત
- બાળકો અને વૃદ્ધો માટે અલગ મશીનરીઓ દ્વારા કરવામાં આવે છે તપાસ : પલ્મોનરી વોર્ડમાં કેન્સરગ્રસ્ત દર્દીઓ મેળવે છે સારવાર
ભારતના હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિશેષ મજબૂત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત તા. 25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે આવેલી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલ એટલે કે રાજકોટ એઇમ્સ હોસ્પિટલ શહેરના જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામ પાસે સ્થિત છે. 200 એકર જેટલી વિશાળ જગ્યામાં સ્થિત એવી આ એઇમ્સ કુલ 12 સો કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ પામી છે. ગુજરાતમાં આરોગ્યલક્ષી સેવાઓની ગુણવત્તાને અનેક ગણી વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ ઘડી અને તેની અમલવારી કરી સાકાર કરવામાં આવ્યું છે. જે સૌરાષ્ટ્ર-ગુજરાતવાસીઓ માટે આશીર્વાદ સમાન છે. ખાનગી હોસ્પિટલો કરતા પણ ખૂબ સારી સુવિધા માત્ર રૂ. 10 માં મળી રહે છે. એઇમ્સ હોસ્પિટલમાં ઓ.પી.ડી. ની સાથે આઈ.પી.ડી. ની સુવિધા પણ કાર્યરત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પલમોનરી વિભાગ, આંખ વિભાગ, ઈ.એન.ટી. , ગાયનેક અને પિડીયાટ્રીક વિભાગ તથા સર્જરી વિભાગ વગેરે મળીને કુલ 15 જેટલા અલગ અલગ વિભાગો કાર્યરત છે. જેમાં દેશના નિષ્ણાત તબીબો સેવાઓ આપી રહ્યા છે. ખૂબ અત્યાધુનિક ટેકનોલોજી સાથે એઈમ્સ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. એઈમ્સ હોસ્પિટલમાં પલમોનરી, સ્કિન અને મેડિસન વિભાગ અદ્યતન સુવિધાથી સજ્જ છે. જેમાંના પલ્મોનરી વિભાગ તથા તેની અત્યાધુનિક મશીનરી અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.
શ્ર્વાસની તકલીફ થવાના મુખ્ય બે કારણ,હૃદય અને ફેફસામાં નબળાઈ: ડો.કૃણાલ દેવકર
પલ્મોનરી વિભાગના ડો. કૃણાલ દેવકર જણાવે છે, કે એઈમ્સ હોસ્પિટલના પલ્મોનરી વિભાગનો સમાવેશ સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં કરવામાં આવે છે. જેમાં પ્રતિદિન 70 જેટલી ઓ.પી.ડી. નોંધાઈ છે આ ઉપરાંત ઓનલાઇન ઈ-સંજીવનીના માધ્યમ દ્વારા 50 થી 60 જેટલા દર્દીઓને પલ્મોનરી વિભાગમાં સારવાર આપવામાં આવે છે. શ્વાસ સંબંધીત તકલીફોમાં નિદાન મેળવવા દર્દીઓ પલ્મોનરી વિભાગમાં સારવાર અર્થે આવે છે. જેઓને અસ્થમા અને ફેફસાંની તકલીફ છે એવા કેસોમાં ચોક્કસ સારવાર પલ્મોનરી વિભાગમાં કરવામાં આવે છે. આ સિવાય ઓ.પી.ડી. ની સાથે-સાથે આઈ.પી.ડી. ની સેવા પણ કાર્યરત છે. અન્ય વિભાગનું નામ અતિદક્ષતા વિભાગ છે, જેમાં અતિ ગંભીર દર્દીઓને દાખલ કરવામાં આવે છે. જેમાં કેટલાક એવા દર્દીઓ હોય છે કે જેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ઑક્સિજન દ્વારા નિદાન કરવાની જરૂર પડે છે. આ ઉપરાંત કેટલાક એવા દર્દીઓ હોય છે કે જેને મેકેનિકલ વેન્ટિલેટરની જરૂર પડે છે. વોર્ડમાં નોન ઇન્વેઝિવ અને ઇન્વેઝિવ એમ બંને પ્રકારના વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત એઇમ્સના આ વિભાગમાં પલ્મોનરી ફંકશનલ ટેસ્ટ લેબોરેટરી પણ કાર્યરત છે. જેમાં અદ્યતન મશીનરીઓ આવેલી છે. જેમાં એક મશીનનું નામ સ્પાયરોમેટ્રીક મશીન કે જેમાં શ્વાસની તકલીફ હોય એવા દર્દીઓનું સ્પાયરોમેટ્રીક કરવામાં આવે છે. સ્પાયરોમેટ્રીક એક એવું મશીન છે કે જેમાં દર્દીને જોરથી મશીનમાં ફૂંક લગાવી તબીબ દ્વારા મશીન થકી દર્દીની ફેફસાંની ક્ષમતા તપાસવામાં આવે છે. આ સિવાયમાં અદ્યતન મશીનરીઓમાં બોડી પ્લીટીસ્મોગ્રાફી મશીનનો સમાવેશ થાય છે. જે અતિ આધુનિક હોવાથી તેની મદદથી દર્દીના ફેફસાંની ક્ષમતાની યોગ્ય ચકાસણી થઈ જાય છે.
દમ, અસ્થમા, ટીબી, ન્યૂમોનિયા અને ફેફસાંના કેન્સર સહિતની બીમારીઓનું નિદાન બન્યું સરળ
ઉલ્લેખનીય છે કે શ્વાસ સંબંધીત તકલીફોમાં નિદાન મેળવવા દર્દીઓ પલ્મોનરી વિભાગમાં સારવાર અર્થે આવે છે. જેઓને અસ્થમા અને ફેફસાંની તકલીફ છે એવા કેસોમાં ચોક્કસ સારવાર પલ્મોનરી વિભાગમાં કરવામાં આવે છે. આ સિવાય ઓ.પી.ડી. ની સાથે-સાથે આઈ.પી.ડી. ની સેવા પણ કાર્યરત છે. અન્ય વિભાગનું નામ અતિદક્ષતા વિભાગ છે, જેમાં અતિ ગંભીર દર્દીઓને દાખલ કરવામાં આવે છે. શ્વાસ સંબંધીત દર્દીઓ કે જેઓને ફેફસાંની તકલીફ છે જેમાં દર્દીને ફેફસાંમાં જાળી પડી જાય છે. આ ઉપરાંત ન્યૂમોનિયા અને ટીબીના દર્દીઓ એઈમ્સના પલ્મોનરી વિભાગમાં સારવાર અર્થે આવે છે. આ સિવાય અન્ય એવા દર્દીઓ પણ હોય છે, જેઓને ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ સાથે ફેફસાનું કેન્સર જેવી બિમારીઓ સાથે દર્દીઓ એઈમ્સમાં નિદાન કરાવવા માટે આવે છે.
શ્વાસના ગંભીર દર્દીઓને મેકેનિકલ વેન્ટિલેટર પર અપાય છે આધુનિક સારવાર
એઈમ્સ હોસ્પિટલના પલ્મોનરી વિભાગનો સમાવેશ સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં કરવામાં આવે છે. ગુજરાતમાં આધુનિક મશીનરીથી સજ્જ એક માત્ર પ્લમોનરી વિભાગ રાજકોટ એઈમ્સમાં કાર્યરત છે. જેમાં પ્રતિદિન 70 જેટલી ઓ.પી.ડી. નોંધાઈ છે આ ઉપરાંત ઓનલાઇન ઈ-સંજીવનીના માધ્યમ દ્વારા પણ 50 થી 60 જેટલા દર્દીઓને પલ્મોનરી વિભાગમાં સારવાર આપવામાં આવે છે. આ સિવાય કેટલાક શ્વાસ સંબંધિત તકલીફો સાથે દર્દીઓ પલ્મોનરી વિભાગમાં ચોક્કસ સારવાર અર્થે આવે છે. પલ્મોનરી વિભાગમાં ઓ.પી.ડી. ની સાથે-સાથે આઈ.પી.ડી. ની સેવા પણ કાર્યરત છે. એવા કેટલાક દર્દીઓ કે જેને દાખલ કરવાની આવશ્યકતા છે, તેના માટે આઈ.પી.ડી. વિભાગ પણ કાર્યરત છે. અન્ય વિભાગનું નામ અતિદક્ષતા વિભાગ છે, જેમાં અતિ ગંભીર દર્દીઓને દાખલ કરવામાં આવે છે. જેમાં કેટલાક એવા દર્દીઓ હોય છે કે જેને ઑક્સિજનની જરૂર પડે છે. આ ઉપરાંત કેટલાક એવા દર્દીઓ હોય છે કે જેને મેકેનિકલ વેન્ટિલેટરની જરૂર પડે છે.
બે પ્રકારના વેન્ટિલેટર થકી વોર્ડ આધુનિક સુવિધા સાથે સુસજ્જ
પલ્મોનરી વોર્ડમાં નોન ઇન્વેઝિવ અને ઇન્વેઝિવ એમ બંને પ્રકારના વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. નોન ઇન્વેઝિવ વેન્ટિલેટર એટલે જેમાં મોઢાની ઉપરથી માસ્ક લગાવીને હવા ફેંકવામાં આવે છે. જેનાથી દર્દીને શ્વાસ લેવામાં મદદ થાય છે. જ્યારે અન્ય મેકેનિકલ વેન્ટિલેટર હોય છે જેમાં દર્દીના મોઢામાંથી ફેફસાં સુધી નળી પહોચાડવામાં આવે છે, અને આ પ્રક્રિયામાં નળીના માધ્યમથી વેન્ટિલેટરની સહાયતા વડે દર્દીને શ્વાસ લેવામાં મદદગારી થાય છે. આ પ્રકારે ઓ.પી.ડી., આઈ.પી.ડી. અને અતિદક્ષતમ વિભાગ કાર્યરત છે.
કેન્સરના દર્દીઓની બ્રોન્કોસ્કોપીની થકી તપાસ-નિદાન
ઉપરાંત કાર્ડીઓ પલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટિંગ પણ વોર્ડમાં ઉપલબ્ધ છે. જેમાં હૃદયની તકલીફ અને શ્વાસની તકલીફ વાળા દર્દીઓનું ચોક્કસ નિદાન કરવામાં આવે છે. મોટા ભાગે શ્વાસની તકલીફ હોવાના બે કારણો જવાબદાર હોય છે, એક હૃદય અને બીજું ફેફસાંમાં તકલીફ. આ મશીનની સહાયતાથી તબીબોને એ જાણવા મળે છે કે દર્દીને શ્વાસની તકલીફ હોવાનું ચોક્કસ કારણ શું છે જેથી શ્વાસ સંબંધિત દર્દીઓના નિદાન માટે આ મશીનરી આશીર્વાદરૂપ છે. આ મશીનમાં એક પ્રકારના ટ્રેડમીલ જેવું જ હોય છે, જેમાં દર્દીને મશીન પર ભાગવાનું હોય છે. જેનો સંપૂર્ણ રેકોર્ડ નિષ્ણાત ડોક્ટર પાસે હોય છે જેના આધારે તબીબ દર્દીને શ્વાસની તકલીફ હોવાનું યોગ્ય કારણ જાણી ચોક્કસ નિદાન કરે છે. આ ઉપરાંત પલ્મોનરી વિભાગમાં બ્રોંકોસકોપીસૂટની સુવિધા ઉપલબ્ધ છે. બ્રોંકોસકોપી એટલે એક નળી હોય છે જે મોઢા અથવા નાકના માધ્યમથી ફેફસાં સુધી લંબાવવામાં આવે છે. જો શ્વાસની નળીમાં કોઈ તકલીફ જણાઈ તો તબીબ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવે છે અને તેનું ચોક્કસ નિદાન કરવામાં આવે છે. જેમ કે જો દર્દીને કેન્સર કે અન્ય કોઈ ગંભીર બીમારી હોય ત્યારે બ્રોંકોસકોપીની મદદ થકી નિદાન કરવામાં આવે છે. આ સિવાય ફેફસાંમાં કેન્સરના દર્દીઓ કે જેનું નિદાન કરવું અતિ જોખમી છે એના માટે પણ પલ્મોનરી વિભાગમાં મશીનરી ઉપલબ્ધ છે. આ દરેક પ્રકારની મશીનરી સૌરાષ્ટ્રભરમાં અન્ય કોઈ તબીબી શાખામાં ઉપલબ્ધ નથી. ગુજરાતભરમાં એક માત્ર રાજકોટ એઈમ્સમાં આવી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ એવી મશીનરીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
ફેફસાંની ક્ષમતાના ટેસ્ટિંગ માટે ફંકશનલ ટેસ્ટ લેબોરેટરી, જે અત્યાધુનિક મશીનરીઓથી સજ્જ
ઉલ્લેખનીય છે, કે પલ્મોનરી વિભાગમાં પલ્મોનરી ફંકશનલ ટેસ્ટ લેબોરેટરી પણ કાર્યરત છે. જેમાં અદ્યતન મશીનરીઓ આવેલી છે. જેમાં એક છે સ્પાયરોમેટરી મશીન કે જેમાં શ્વાસની તકલીફ હોય એવા દર્દીઓનું સ્પાયરોમેટ્રીક કરવામાં આવે છે. સ્પાયરોમેટ્રીક એક એવું મશીન છે કે જેમાં દર્દીને જોરથી મશીનમાં ફૂંક લગાવી તબીબ દ્વારા મશીન થકી દર્દીની ફેફસાંની ક્ષમતા તપાસવામાં આવે છે. કેટલાક એવા દર્દી હોય છે જેમાં નાના બાળકો ઉપરાંત વૃદ્ધોનો સમાવેશ થાય છે, કે જે મશીનમાં જોરથી ફૂંક મારવા માટે સક્ષમ નથી હોતા એવા દર્દીઓ માટે વિભાગમાં અલગ મશીન પણ ઉપલબ્ધ છે. જેમાં દર્દી પાસે નિયમિત ધોરણે ધીમેથી ફૂંક મરાવવામાં આવે છે અને તેની ફેફસાની ક્ષમતા તપાસવામાં આવે છે. આ સિવાયમાં અદ્યતન મશીનરીઓમાં બોડી પ્લીટીસ્મોગ્રાફી મશીનનો સમાવેશ થાય છે. જે અતિ આધુનિક હોવાથી તેની મદદથી દર્દીના ફેફસાંની ક્ષમતાની યોગ્ય ચકાસણી થઈ જાય છે.
- સૌરાષ્ટ્રવાસીઓને હવે ધાધર અને ચામડીના રોગથી મળશે છુટકારો\
- ચર્મ રોગ નિવારણ માટેની દરેક ફેસીલીટી હવે સ્કિન વોર્ડમાં ઉપલબ્ધ: સફેદ ડાઘા(કોઢ)ના રોગને સર્જરી થકી નિવારવામાં એઈમ્સ અગ્રેસર
- ચામડીને રીપ્લેસ કરી વિટેલાયગો સર્જરી દ્વારા કોઢનું નિદાન
ચામડીના વિભાગમાં ઘણી પ્રકારની સર્જરી પણ કરવામાં આવે છે. જેમાંથી કેટલીક સર્જરીઓ એઈમ્સમાં શરૂ પણ કરી દેવામાં આવી છે. જેમાં મુખ્યત્વે વિટેલાયગો સર્જરી છે. જેને કોઢ નામની બીમારીથી આપણે સૌ ઓળખીએ છીએ. જેમાં શરીર પર સફેદ રંગના ડાઘાના નિશાન થઈ જાય છે. આવી બીમારી સાથે એઈમ્સમાં કેટલા લોકો દૂર દૂરથી સારવાર અર્થે આવે છે. આ બીમારીમાં શરીર પર સફેદ ડાઘાના નિશાનથી વ્યક્તિ હેરાનગતિ અનુભવતો હોય છે. નિશાન સંપૂર્ણપણે નષ્ટ થતાં નથી કે વધતા નથી એવા સંજોગોમાં યુવા દર્દી ખૂબ જ હેરાનગતિ અનુભવતો હોય છે. આવા સંજોગોમાં તબીબો દર્દીને તેના શરીરનાં અન્ય અંગની ચામડી થકી સફેદ રંગના ડાઘાં વાળા ભાગની સર્જરી કરી દર્દીને રોગ મુક્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરે છે.
રાજ્યભરમાંથી ધાધર, ફંગસ અને સફેદ ડાઘા (કોઢ)ના દર્દીઓ આવે છે એઇમ્સમાં સારવાર માટે
સૌરાષ્ટ્રનો સમાવેશ ગુજરાતના તટીય વિસ્તારોમાં થાય છે, જેથી તેનું ભૌગોલિક વાતવરણ ભેજવાળું રહે છે. જેના કારણે ફંગસ (ધાધર)ની થવાની તકલીફ સાથે દર્દીઓની એઇમ્સમાં વધુ સારવાર અર્થે આવે છે. સરેરાશ 40 ટકાથી વધુ દર્દીઓ એઈમ્સમાં ધાધરની તકલીફ સાથે જ નિદાન કરાવવા માટે આવે છે. સૌરાષ્ટ્રવાસીઓ હાઇજીન અને ખાણી – પીણીમાં પરેજી ન રાખતા હોવાથી અને તબીબો દ્વારા યોગ્ય માર્ગદર્શન ન પ્રાપ્ત થવાને કારણે ધાધર જેવી ચામડીની બીમારીનો સૌરાષ્ટ્રના લોકો ભોગ બને છે. ધાધરના ઇન્ફેકશનના કારણે એવા પણ કેટલાક દર્દીઓ એઈમ્સમાં સારવાર અર્થે આવે છે જેઓ હજારો રૂપિયાની દવાઓ અને તબીબી સારવાર અગાઉ લઈ ચૂક્યાં હોવા છતાંય ધાધરથી છુટકારો મેળવી શક્યા નથી. આવા સંજોગોમાં દર્દીને ચામડીના રોગથી મુક્તિ મેળવવા એઈમ્સના નિષ્ણાત ડોક્ટરોની ટીમ મદદરૂપ બને છે.
ચામડીના દરેક પ્રકારના ઇન્ફેશનના નિવારણ માટે એઇમ્સ સક્ષમ: ડો.યશદીપસિંગ પઠાનિયા (આસિસ્ટન્ટ પ્રોફેસર)
ડો. યશદીપસિંગ પઠાનિયા જણાવે છે, કે લોકાર્પણના શરૂઆતના દિવસોમાં વિભાગમાં પ્રતિદિન 20-30 ઓ.પી.ડી. નોંધાતી હતી જે આંકડો વધીને પ્રતિદિન 150 ઓ.પી.ડી. સુધી પહોંચ્યો છે. કચ્છ, તળ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ચામડીના દર્દીઓને એઇમ્સમાં સારવાર માટે રીફર કરવામાં આવે છે. ઓપોડીની સાથે જ આઇપીડી સેવાનો લાભ લેનાર દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલો જોવા મળે છે. ચામડીને લગતી ઘણી એવી બીમારીઓ છે, કે જેમાં શરીર પર પાણીના ફડફોડલા જેવા ઇન્ફેક્શન સાથે દર્દી નિદાન અર્થે આવે છે. જેનો ઈલાજ સામાન્ય દવાઓથી થવો શક્ય નથી હોતો ત્યારે એઈમ્સમાં બાયોલોજીના ઉપયોગથી દર્દીની સારવાર કરવામાં આવે છે. ચામડીના દરેક પ્રકારના રોગનું નિદાન હવે એઈમ્સમાં શક્ય છે.