કોઈ પણ પરિક્ષા હોય કેન્દ્રમાં CCTV કેમેરા પણ લગાડેલા હોય પરંતુ તંત્ર સિવાય કોઈ તેણે નિહાળી શકતું નહિ પરંતુ હવે રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં પરિક્ષા લાઈવ જોઈ શકાશે. કોઈ પણ વ્યક્તિ પરિક્ષા જોઈ શકાશે તેવો નિર્ણય દેશની પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ પરીક્ષાનું લઈવ CCTV પ્રસારણનો નિર્ણય જાહેર જનતા માટે કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી વેબસાઈટ પર અલગ અલગ કેમેરાના એંગલથી પરીક્ષા ખંડ જોઈ શકાશે.
કોઈ પણ પરિક્ષામાં હવે વિદ્યાર્થીઓના પરિવારજનો અને વાલીઓ પણ બાળકોને જોઈ શકશે. વાલી અને બાળકો એ પણ જોઈ શકશે કે વર્ગખંડમાં કેવું વાતાવરણ ચાલી રહ્યું છે. પોતાનું બાળક શું કરી રહ્યું છે અને કેવું વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.