ઘણી વખત સંજોગોને કારણે ટ્રેનમાં રિઝર્વેશન હોય અને ટ્રેન મિસ થઇ જાય તો T T E તમારી સીટને આવનારા ૨ સ્ટેશન સુધી કોઇને આપી શકતા નથી. માટે તમે આવનારા નજીકના સ્ટેશનેથી પણ ટ્રેન પકડી શકો છો. તો હવે ટિકિટ ખોવાય જાય તે તેના માટે પણ નિયમો છે. જેની દરેકને જાણકારી હોતી નથી જો ટિકિટ ખોવાઇ જાય તો તમે પણ ટ્રાવેલ કરી શકો છો તેના માટે તમારે બોર્ડિગ સ્ટેશન પર ચીફ રિઝર્વેશન સુપરવાઇઝરને ‘ડુપ્લીકેટ ટિકિટ ઇશ્યુ કરશવાની છે. એમ એક એપ્લીકેશન લખીને આપી શકો. જેની સાથે તમારે આઇડી કાર્ડની કોપી પણ જોડવાની રહેશેે.
આ પ્રક્રિયા માટે જર્ની શરુ થયાના ૨૪ કલાક પહોલા કરવાની રહેશે અને ઇન્સ્પેકશન બાદ નોમિનલ ચાર્જ ભરી તમે મુસાફરી કરી શકો છો. અને જો તે દરમ્યાન તમને ઓરિજનલ ટિકિટ મળી રહે તો ડુપ્લીકેટ ટિકિટની પ્રોસેસિંગ ફિ પાછી ખેંચી શકો છો. આ સિવાયની જો વાત કહુ તો ટ્રેનના એન્જિનમાં ટોયલેટ હોતુ નથી એવામાં ચાલુ ટ્રેને ડ્રાઇવર ટોયલેટ જઇ શકતા નથી તો કેટલાંક સ્પેશિયલ એન્જિનમાં હવે આ સુવિધા ઉપલબ્ કરાવવાની સરકારે શરુઆત કરી દીધી છે.
રેલ્વે એક્ટ ૧૯૮૯ મુજબ રેલ્ગવે પેકેજ્ડ ફુડ પર એમઆરપી ઉપર એક ‚પિયા પણ વધુ લઇ શકે નહીં જો કોઇ આવુ કરે તો તેનું લાયસન્સ પણ રદ થઇ શકે છે.