બેંકો અને IRCTC વચ્ચે સુવિધા શુલ્કના મામલે થતો ઝઘડો હવે એ સ્તર પર પહોંચી ગયો છે હવે 6 બેંકોના કાર્ડ પર IRCTCએ પ્રતિબંધ મૂકી દીધો છે. આ છ બેંકોના કાર્ડથી ગ્રાહક હવે ઓનલાઇન ટિકિટ બુક નહીં કરાવી શકે. હાલમાં માત્ર ઇન્ડિયન ઓવરસીઝ બેંક, કેનરા બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક અને એક્સિસ બેંકના કાર્ડ મારફતે IRCTC પર પેમેન્ટ કરી શકાય છે. આ સિવાય બીજી કોઈ પણ બેંકના કાર્ડથી પેમેન્ટ નહીં કરી શકાય.
નોટબંધી પછી IRCTCએ સુવિધા શુલ્ક 20 રૂ. ઘટાડી દીધું છે. એક ટોચના બેન્કિંગ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે સામાન્ય રીતે જે મર્ચન્ટ હોય છે એ સંબંધિત બેંકને પૈસા આપે છે. કાર્ડથી પેમેન્ટ લેવા માટે જે મર્ચન્ટ બેંકની સર્વિસ વાપરે છે એણે બેંકને ચાર્જ આપવો પડે છે પણ IRCTCએ આજ સુધી પૈસા નથી આપ્યા. આ માટે અમે ગ્રાહક પાસેથી પૈસા વસૂલ કરીએ છીએ.
હાલમાં બેંકો પાસેથી 1000 રૂ. સુધીના કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 0.25 ટકા અને 1000થી 2000 રૂ.ના ટ્રાન્ઝેક્શન પર 0.5 ટકા એમડીઆર વસૂલ કરવાની પરવાનગી છે. એનાથી વધારે રકમના ટ્રાન્ઝેક્શન પર 1 ટકા સુધી એમડીઆર લાગી શકે છે. આ દર નોટબંધી દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા અસ્થાઇ નિર્દેશના આધારે નક્કી કરવામાં આવ્યા છે.