ચોકલેટનું નામ પડતાંની સાથે જ મોંમાં પાણી આવી જાય. નાના બાળકોથી લઈને મોટા સુધી બધા લોકો ચોકલેટ ખાવાના શોખીન હોય છે. તેમાં પણ જો કોઈ ચોકલેટની રેસીપી બાળકો માટે બનવવામાં આવે તો તેને ખૂબ જ ભાવે છે..તો ચાલો આજે આપણે ચોકલેટ નાનખટાઈની રેસેપી વિષે જાણીએ.
સામગ્રી :
ઘઉંનો લોટ : ૧-૨ કપ
ચણાનો લોટ : ૧-૨કપ
રવો : ૨ ચમચી
દળેલી ખાંડ : ૨-૩કપ
કોકો પાઉડર : ૨-૩ચમચી
ઘી : ૧૦૦ ગ્રામ
દૂધ : ૧-૪ કપ
બકિંગ પાવડર – ૧ ચમચી
બદામ ફ્લેક્સ – ૧ ચમચી
મીઠું : બેકિંગ માટે
બનવાની રીત :
નાનખટાઈ બનાવવા માટે સૌ પ્રથમ ઘઉંના લોટને ચાયણી રાખીને ચાળી લો. તેમાં ચણાનો લોટ , રવો, કોકો પાઉડર , બેકિંગ પાઉડર ઉમેરી તેને પણ ચાયણી રાખીને ચાળી લો. આ બધાને મિશ્ર કરી લો ધ્યાન રાખવું કે તેમાં ગાંઠા ના રહી જાઈ.
હવે આ મિશ્રણમાં થોડું ઘી તેમજ દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં થોડું થોડું દૂધ ઉમેરીને ડો ત્યાર કરી લો.
હવે ગેસ પર કુકર મૂકી કુકરમાં મીઠું પાથરી દો. હવે કોઈ પણ પાત્ર લઈને તેમાં ઘી પાથરી તેમાં તૈયાર થયેલ મિશ્રણના ગોળ નાન ખટાઈ બનાવીને તે પાત્રમાં મૂકી દો તેને થોડા થોડા અંતર પર મૂકવી અને તેના પર ગાર્નિશ માટે બદામ રાખી શકો છો. કુકર સરખી રીતે ગરમ થઈ જાઈ ત્યારબાદ તેમાં આ પાત્ર રાખી દો. કુકર ઢાકી દો અને કુકરને ૧૨ મિનિટ સુધી ધીમા આંચ પર થવા દો. લાઇટ બ્રાઉન કલરની થવા દો અને કુકર બંધ કરી ૧૨ મિનિટ પછી પાત્ર ઠંડુ થાય પછી તેને બહાર કાઢી લો. તમે આ નાનખટાઈને ૧-૨ મહિના સુધી સ્ટોર કરી લો.