- અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થશે
- સર્વિસની શરૂઆત મે મહિનામાં થશે
ગુજરાત ન્યૂઝ : અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચવું સરળ બનશે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડેઇલી હેલિકોપ્ટર રાઈડની શરૂઆત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર, આ ડેઇલી હેલિકોપ્ટર રાઈડ સર્વિસની શરૂઆત મે મહિનામાં થવાની છે. ત્યારે ડેઇલી હેલિકોપ્ટર રાઈડ સર્વિસથી યાત્રાળુઓને ફાયદો થશે. યાત્રાધામ વિકાસ બોર્ડ અમદાવાદથી બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ કરશે ત્યારે આ સર્વિસ માટે સાળંગપુર મંદિરથી 700 મીટરનાં અંતરે બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર, મે મહિનામાં આ સર્વિસ શરૂ થતા યાત્રાળુઓને ઘણો ફાયદો થશે. રોડ માર્ગે 140 કિલોમીટરનું અંતર છે, અને અમદાવાદથી સાળંગપુર પહોંચતા લગભગ 3 કલાક લાગી જાય છે જયારે હેલિકોપ્ટર દ્વારા આ અંતર 40 મીનીટમાં જ કપાશે. જેથી આ રાઈડ શરૂ થતા ઘણો સમય બચી જશે.