ઈનસ્ટંટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppનો આપણે સૌ કોઈ વપરાશ કરીએ છીએ. WhatsAppને મેટાએ ખરીદ્યા બાદ તેમાં વધુ નવા ફીચર અપડેટ થવા લાગ્યા છે. થોડા સમય પહેલ જ WhatsApp માં નવું ફીચર આવ્યું હતું જેમાં આપણે Instagramની જેમ મેસેજને like અને રેએક્ટ કરી શકીએ છીએ. ત્યારે હવે હવે WhatsApp પોતાના યુઝર માટે એક નવું ફીચર લાવી રહ્યું છે જેમાં તમે સાયલેન્ટ રીતે ગ્રુપમાંથી બહાર નીકળી શકશો.
મેટા-માલિકીનું WhatsApp દેખીતી રીતે નવી સુવિધાઓ પર કામ કરી રહ્યું છે જે વપરાશકર્તાઓને ચૂપચાપ ગ્રુપમાંથી બહાર નીકળવાની મંજૂરી આપશે. તેથી, જો કોઈ વ્યક્તિ ગ્રુપમાંથી બહાર નીકળવા માંગે છો , તો તે અન્ય ગ્રુપના સભ્યોને જાણ કર્યા વિના આમ કરી શકો છે. WhatsApp આ પગલું પોતાના યુઝર્સને વધુ સારી ફેસેલીટી આપવા માટે ભરી રહ્યું છે.
માત્ર ગ્રુપ એડમિન જ માહિતી મેળવશે
અત્યારે, જ્યારે WhatsApp ગ્રુપ છોડો છો, ત્યારે ચેટમાં નોટિફિકેશન તરીકે એક મેસેજ દેખાય છે. જે અન્ય સભ્યોને તમારા ગ્રુપમાંથી બહાર નીકળવા વિશે જણાવે છે.એક અહેવાલ અનુસાર, જો તમે નવું ફીચર આવ્યા પછી કોઈ ગ્રુપ છોડો છો, તો ફક્ત ગ્રુપ એડમિનને તેના વિશે માહિતી મળશે.
આગામી સમયમાં WhatsApp ગ્રુપમાં શામેલ થઈ શકશે ૫૧૨ લોકો
હાલમાં પોપ્યુલર મેસેજિંગ પ્લેટફોર્મે ઘણા ફીચર્સની જાહેરાત કરી હતી. તેમાં ઈમોજી રિએક્શન, મોટી ફાઇલ્સને સેન્ડ કરવાનું ફીચર સામેલ હતું. તો કંપનીએ કહ્યું કે હવે ગ્રુપમાં એક સાથે 512 લોકોને એડ કરી શકાશે. મહત્વનું છે કે વર્તમાનમાં વોટ્સએપ ગ્રુપમાં માત્ર 256 લોકો સામેલ થઈ શકે છે.