કડકડતી ભુખ લાગી હોય… નાસ્તાનું મન થયું હોય પણ બહાર જવાનું મન ન હોય ત્યારે એકાએક સરસરાટી સંભળાય અને પીઝાની ડિલીવરી લઈને ડ્રોન ઘરની છત પર ઉતરતું હોય તેવા દ્રશ્યો હવે ભારતમાં પણ શક્ય બનશે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા આજે ડ્રોનનો ઉપયોગ ડિલીવરી કરવા માટેની કવાયતમાં 20 જેટલી કંપનીઓને પ્રાયોગીક ધોરણે ડિલીવરી માટે ડ્રોન ઉડાળવાની મંજૂરી આપી છે.
માનવરહીત ઉડ્ડયન પ્રણાલીને કેટલીક શરતોના આધારે ઉડાળવાની મંજૂરી આપવામાં આવી રહી છે. યુએવીના નિયમો મુજબ બીવીએલઓ એસ પ્રકારના ડ્રોનને નજરે દેખાય ત્યાં સુધીના વિસ્તારમાં ડિલીવરી તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
હાલની નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ડ્રોનની નીતિ ભારતમાં હવે ડ્રોન ઉડાળવાની પરવાનગી આપશે. જો કે, વિમાન મથક, આંતરરાષ્ટ્રીય સરહદ અને માળખાકીય સંશાધનો અને સંવેદનશીલ વિસ્તારો, રેડ ઝોન સીવાયના વિસ્તારોમાં હવે ડ્રોન ઉડતા થઈ જશે. કેન્દ્ર સરકાર દ્વારા બીવીએલઓએસ ડ્રોનને પ્રાયોગીક ધોરણે ડિલીવરીની કામગીરીમાં ઉપયોગમાં લેવા 20 જેટલી પસંદગી પામેલી કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે. એક વર્ષની મુદત માટે આપેલી 1 વર્ષની મુદત અપાનાર આ શરતી મંજૂરી આગળની કાર્યવાહી અને સંજોગો જોઈ રિન્યુ કરવામાં આવશે. દેશમાં ડ્રોનથી ડિલીવરી માટે પસંદ કરાયેલી 20 પેઢીઓમાં તામિલનાડુ એઆઈડીએટી અનરા-1/2, એસ્ટેરીયા, એરોસ્પેસ, ઓટો માઈક્રો, સેન્ટીલીયન નેટવર્ક, ક્લીયર સ્કાય ફલાઈટ, દક્ષ ન્યુનઝો એર, મારૂત ડ્રોન ટેક પ્રા.લી., સાગર ડિફેન્સ એન્જી., સૌબીકા, સોપેક્ષ, સ્પાઈસ જેટ લીમીટેડ, ટેરા ડ્રોન, ક્ધસલ્ટીયમ, વેલ્યુ થ્રુ આઈટીઆઈ, વિરજીનીયા ટેક સહિતની 20 કંપનીઓને પ્રાયોગીક ધોરણે ડ્રોનથી પીઝાની ડિલીવરી માટે મંજૂરી આપવામાં આવી છે