શું તમને યાદ છે કે કેટલી વાર તમારી લિપસ્ટિક તમારા દાંત પર ચોંટી હશે? જો તમને યાદ ન હોય કે આવું કેટલી વાર બન્યું છે તો તેનો અર્થ છે કે, તમે તમારા લિપ કલરને ચાહો છો. જોકે હવે તમારે પરેશાન થવાની જરૂર નથી, કારણ કે માર્કેટમાં એક એવી લિપસ્ટિક આવી ગઈ છે, જેને તમે ખરેખર ખાઈ શકો છો.અમેરિકાના ટેક્સાસ સ્થિત ઑસ્ટિન બેસ્ડ મેગી લુઇસ કોન્ફેક્શન્સે રીડ માય લિપસ્ટિક નામની એવી ટેસ્ટી ચૉક્લેટ બનાવી છે, જેને તમે ખાઈ શકો છો અને લિપસ્ટિક તરીકે હોઠ પર પણ લગાવી શકો છો. તમે ઇચ્છો તો મિલ્ક (ગોલ્ડ) અને વ્હાઇટ (પર્લ) ચૉક્લેટમાંથી કોઈ પણ એક ચૉક્લેટ પસંદ કરી શકો છો.દરેક બોક્સમાં 3 અલગ અલગ શેડ્સની લિપસ્ટિક ઉપલબ્ધ હોય છે.

મેગી લુઇસ કૉન્ફેક્શનર્સ એવી ચૉક્લેટ્સ બનાવવા માટે જાણીતી છે, જેના શેપ્સ મજેદાર હોય છે, ફ્લેવર્સ પણ લાંબા સમય સુધી રહે તેવા હોય છે અને તેનો કલર પણ બોલ્ડ હોય છે. વેનેજ્યુએલાના પ્રીમિયમ el rey અને રિપબ્લિકા ડેલ કાકાઓની સિંગલ ઓરિજિન પ્રીમિયમ ચૉક્લેટથી બનેલી આ લિપસ્ટિક્સને તમે લિપ કલર તરીકે હોઠો પર પણ લગાવી શકો છો અને બાદમાં તેને ખાઈ પણ શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.