હિન્દી, બંગાળી, તામિલ, તેલુગુ, કન્નડ, મરાઠી, મલ્યાલમ અને ગુજરાતી ભાષાને મળી મંજૂરી
એન્જિનીયરીંગ અભ્યાસ હવે ગુજરાતી સહિત અન્ય ભાષાઓમાં પણ થઈ શકશે. અખિલ ભારતીય ટેકનોલોજી શિક્ષા પરિષદે અત્યારે નવા શૈક્ષણિક સત્રથી હિન્દી સહિત આઠ ભારતીય ભાષાઓમાં ભણવાની મંજૂરી આપી છે. આવનારા દિવસોમાં એઆઈસીટીઈની યોજના લગભગ ૧૧ ભારતીય ભાષાઓ ભણાવવાની છે. આ વચ્ચે હિન્દી સાથે અન્ય સાત ભારતીય ભાષાઓમાં ભણાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં હિન્દી, બંગાળી, તામિલ, તેલુગુ, કન્નડ, મરાઠી, મલ્યાલમ અને ગુજરાતી ભાષાને મળી મંજૂરી મળી છે.
એઆઈસીટીઈની આ પહેલ એ સમયની છે જ્યારે જર્મની, ફ્રાન્સ, જાપાન અને દુનિયાના અનેક દેશમાં શિક્ષણ સ્થાનિક ભાષામાં અપાઈ રહ્યું છે. અત્યારે દેશમાં આવેલ નવી શિક્ષણ નીતિમાં સ્થાનિક ભારતીય ભાષામાં ભાર આપવામાં આવ્યો છે.
સ્થાનિક ભાષામાં બાળકોને અનેક ભાષાઓમાં બધા જ વિષય સારી રીતે શિખવાડી શકાય છે જ્યારે અંગ્રેજી કે અન્ય કોઈ ભાષામાં ભણાવવાથી તેમને મુશ્કેલી થાય છે. આ પહેલથી ગ્રામીણ અને આદિવાસી સેકટરથી આવનારા બાળકોની સૌથી વધુ ફાયદો થશે.
કારણ કે અત્યારના સમયમાં કોર્ષ અંગ્રેજી ભાષામાં હોવાથી વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દે છે. એઅશસીટીઈની ચેરમેન પ્રો.અનિલ સહસ્ત્રબુધના પ્રમાણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણને આગળ વધારતા આ પહેલ કરવામાં આવી હતી.