ચલો દિલદાર ચલો… ચાંદ કે પાર ચલો… શું તમે પણ ચાંદની સફર માણવા ઈચ્છો છો ?? તમારે પણ ચાંદામામા સહિત બ્રહ્માંડના ગ્રહોની સફર કરવી છે ?? તો થઈ જાવ, તૈયાર આગામી ટૂંક જ સમયમાં આ અંતરિક્ષની મુસાફરી શક્ય બનશે. અવકાશમાં ડિનર લઈ તમે પાછાં પૃથ્વી પર ફરી સકશો. અત્યારે જોઈએ, તો આ વાત એક સુંદર સ્વ્પન જેવી જ લાગે.. પણ આ સ્વપન ખરી હક્કિકત બનવામાં જાજી વાર નથી. કારણ કે, અમેરિકાની એક કંપની અવકાશમાં મનોરંજન કરાવવા માટે તૈયારી કરી રહી છે.
બે માથાનો માનવી ધારે તો શું ન કરી શકે ? ધરતી પર અનેક અજાયબી બનાવ્યા બાદ પ્રથમવાર હવે સ્પેસમાં પણ પગપસેરો કરવા તૈયાર છે. જો તમારું સપનું સુરજ-ચાંદની હાજરી વચ્ચે ડીનર કે લંચ કરવાનું છે તો તે વર્ષ 2027 સુધીમાં સાકાર થઇ જશે. કારણ કે અંતરિક્ષમાં એક હોટેલ બનવા જઇ રહી છે જે 2027 સુધીમાં તૈયાર થઇ જશે. 400 લોકોની ક્ષમતા ધરાવતી આ હોટેલમાં માનવીને જરૂરી તમામ સુવિધાઓ જેવી કે જીમ, બાર, ડાયનિંગ હોલ, લાયબ્રેરી, કોન્સર્ટ વેન્યુ બધુ જ હશે.
અમેરિકાની જાણીતી OAC (ઓરબીટલ એસેમ્બલી કોર્પોરેશન) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ દુનિયાની પ્રથમ સ્પેસ હોટેલ બનાવશે જેનું કંસ્ટ્રક્શન કામ વર્ષ 2025માં શરૂ થઇ જશે. આ હોટેલનું નામ વોયેગર ક્લાસસ સ્પેસ સ્ટેશન (Voyager Class Space Station) રાખવામાં આવ્યું છે. આ હોટેલ એક મેટલની મોટી રિંગ જેવી હશે જે આર્ટિફિશિયલ ગ્રેવિટી ઉત્પન્ન કરી પૃથ્વીના ચક્કર લગાવશે.
કેલિફોર્નિયામાં આવેલી OACની વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે સ્પેસ સ્ટેશનમાં અનેક રિંગ્સ હશે. જેમાંથી કેટલાક રિસર્ચ માટે રિઝર્વ હશે જે નાસાને જરૂર પડ્યે આપવામાં આવશે, હાલ આ હોટેલ બનાવવા માટે કેટલો ખર્ચ થશે એ બહાર આવ્યું નથી. આ હોટેલ દર 90 મિનિટે પૃથ્વીના ચક્કર લગાવશે.
આ હોટેલ સુધી પહોંચાડવાનું કામ સ્પેસ-એક્સ કરશે જે મહેમાનોને ઘરેથી લઇ જવાથી માંડી પાછા ઘરે મૂકવા સુધીની જવાબદારી સંભાળશે. એટલું જ નહીં આ હોટેલમાં જરૂરી તમામ સુવિધા જેવી કે પાણી, હવા, ઇલેક્ટ્રિસિટી અને કામ કરતાં કર્મચારીઓના રહેવા માટેના ક્વાર્ટર હશે. તો આ હોટેલના 24 મોડ્યુલને જાહેર જનતા, સરકાર કે અન્ય કંપનીને વેચવા માટે બનાવવામાં આવશે. હાલ આ હોટેલમાં રહેવાનું ભાડું કેટલું હશે એ કંપનીએ જણાવ્યું નથી. જો કે આ હોટેલમાં રહેવાનું ભાડું સામાન્ય લોકોને પોસાય એવું તો નહીં જ હોય !.
તમારે આ પણ જાણવું જોઇએ
અંતરિક્ષને લઇને હાલ અનેક પ્રોગ્રામ ચાલી રહ્યાં છે. જેમાં દુનિયાનો પ્રથમ રિયાલિટી શો સ્પેસમાં શૂટ કરવામાં આવશે જે 10 દિવસનો હશે. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં શૂટ કરવામાં આવશે. નાસાએ હાલમાં જ એક નવું લુનાર લેન્ડર બનાવી લીધું છે જે એસ્ટ્રોનોટ્સને ચંદ્ર પર લઇ જશે. ઉલ્લેખનીય છે કે નાસાનું ચંદ્ર પર એસ્ટ્રોનોટ્સ મોકલવાનું મિશન 2024માં છે.