દુનિયાભરમાં જેટલુ વૉટ્સએપ પ્રખ્યાત છે તેની જેટલી બીજી કોઇ એપ નથી. આ લોકપ્રિય એપ પોતાના યૂઝર્સને દરેક પ્રકારની સુવિધાઓ આપે છે. આ એપને ચલાવવા માટે મોબાઇલ નંબરની જરૂર પડે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, આ એપને તમે મોબાઇલ નંબર વગર પણ ચલાવી શકો છો, એટલે કે મોબાઇલ નંબરની જરૂર નથી પડતી. ખાસ વાત એ છે કે તમે વૉટ્સએપ લેન્ડલાઇન નંબર પરથી પણ ચલાવી શકો છો. આ માટે તમારે એક ટિપ્સ પર કામ કરવુ પડશે.
લેન્ડલાઇન નંબર પરથી આવી રીતે ચલાવી શકો છો વૉટ્સએપ :
1. સૌથી પહેલા તમારા મોબાઇલ ફોનમાં વૉટ્સએપ બિઝનેસ ઇન્સ્ટૉલ કરી લો, હવે તમારા મોબાઇલ ફોન, ટેબલેટ, લેપટૉપ પર એપને ઓપન કરો.
2. ત્યારબાદ તમારો કન્ટ્રી કૉડ પુછવામાં આવશે, પછી 10 આંકડાનો મોબાઇલ નંબર નાંખવાનુ કહેવામાં આવશે. અહીં તમે લેન્ડલાઇન નંબર પણ નાંખી શકો છો.
3. એપમાં વેરિફિકેશન એસએમએસ કે પછી કૉલિંગ દ્વારા થશે. આપણે લેન્ડલાઇનનો યૂઝ કર્યો છે, એટલા માટે મેસેજ તો નહીં આવે. પરંતુ એપ પહેલા એસએમએસ જ મોકલે છે. પછી એક મિનીટ બાદ ફરીથી મેસેજ કે કૉલ કરવા વાળુ બટન એક્ટિવ થઇ જાય છે. અહીં તમારે “Call Me” ઓપ્શન સિલેક્ટ કરવાનુ છે.
4. તમે જેવુ કૉલનું ઓપ્શન સિલેક્ટ કરશો, તમારા લેન્ડલાઇન નંબર પર કૉલ આવશે, અહીં એક ઓટોમેટિક વૉઇસ કૉલ હશે, આમાં તમને 6 અંકોનો વેરિફિકેશન કૉડ બતાવવામાં આવશે.
5. તમે આ વેરિફિકેશન કૉડને એપમાં એન્ટર કરી દો, આ પછી તમારુ વૉટ્સએપ એકાઉન્ટ લેન્ડલાઇન નંબર પર સેટ થઇ જશે. અહીં પ્રૉફાઇલ ફોટો અને નામ રાખી શકાય છે.