કોરોના મહામારીનો સામનો કરવા માટે રસીકરણનું કવચ લગાવવું આવશ્યક છે. અત્યારે ઘણા પ્લેટફોર્મ દ્વારા આપણે વેક્સિન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકીએ છીએ. ત્યારે ડિજિટલ પેમેન્ટની સુવિધા આપનાર Paytmએ પણ વેક્સીન સ્લોટ બુક કરવાની સુવિધા બહાર પાડી છે. આ સુવિધા paytm  દ્વારા સોમવારે લોન્ચ કરવામાં આવી છે.

પેટીએમે કહ્યું કે હવે paytem યૂઝર્સ એપ પરથી ઉપલબ્ધ સ્લોટ શોધવાની સાથે જ વેક્સીનેશન અપોઈન્ટમેન્ટ પણ બુક કરાવી શકશે. પેટીએમની આ સુવિધાથી યૂઝર્સનો સમય પણ બચશે અને ફાયદો પણ થશે. યૂઝર્સ paytm દ્વારા પહેલા વેક્સીન સ્લોટ તો શોધી શકતા હતા પરંતુ અપોઈન્ટમેન્ટ પણ બુક કરાવવા કોઈક બીજી એપ પર જવું પડતું હતું પરંતુ paytmની આ સુવિધાથી યુઝર્સની આ પરેશાની પણ દૂર થઈ ગઈ છે.

ભારતમાં COVID-19 રસી સ્લોટ બુકિંગ કરવા માટે સરકારે આવી 91 એપ્લિકેશનોને મંજૂરી આપી હતી. પેટીએમ એ પ્લેટફોર્મ્સમાંથી એક હતું જેને મંજૂરી મળી છે. વપરાશકર્તાઓ વય, સ્થાન, રસી પ્રકાર, ડોઝ નંબર, વગેરેના આધારે એપ્લિકેશન પર રસીકરણ સ્લોટ્સ બુક કરી શકે છે.

યુઝર્સ પહેલા તેમના વિસ્તારના પિન કોડ અથવા જિલ્લાના આધારે તેમના નજીકના કેન્દ્રને શોધ્યા બાદ વય જૂથો, 18 થી 44 વર્ષ અથવા 45+ વર્ષ સુધી વિકલ્પોને પસંદ કરી શકીએ છીએ. આ સાથે તેઓ પ્રથમ અને બીજા ડોઝ ફોર્મની પસંદગી પણ કરી શકે છે. કોઈ પણ યુઝર્સ સર્ચ કરીને પણ વેક્સિન સ્લોટ મેળવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.