આજકાલ દુનિયા ઝડપથી બદલાઇ રહી છે, અને આ બદલાતી દુનિયામાં ટેકનોલોજીમાં પણ દરરોજ નવા બદલાવ થઇ રહ્યાં છે. હવે એટીએમથી પૈસા કાઢવા માટેની પદ્વતિ પણ બદલાવા જઇ રહી છે. જેની શરૂઆત અમેરિકામાં થઇ છે.

એપલ પે ના યૂઝર વગર કોઇ ડેબિટ કે ક્રેડિટ કાર્ડની મદદથી એટીએમમાંથી પૈસા નિકાળી શકે છે. અમેરિકાના લગભગ 5000 વેલ્સ ફાર્ગો એટીએમમાં ગ્રાહકોને આ સુવિધા આપવામાં આવી છે. જો તમે તમારું પર્સ ઘરે પણ ભૂલી જાવ તો તમે આ નવા ફિચરની મદદથી કોઇપણ પ્રકારની સમસ્યા વગર આસાનીથી એટીએમથી પૈસા નિકાળી શકો છો. જો કે, આના માટે તમાારે સ્માર્ટફોન તમારી પાસે રાખવો પડશે.

આવી રીતે કામ કરે છે કાર્ડલેસ એટીએમ

ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ વગર પૈસા નિકાળવા માટે યૂઝરને સૌથી પહેલા પોતાના એપલ પે એપનો ઉપયોગ કરતા ફોનમાં રહેલા વોલેટ ફિચરને એક્ટિવેટ કરવું પડશે, ત્યાર બાદ નિયર ફિલ્ડ કમ્યૂનિકેશન (NFC) ટેકનોલોજી થકી ટ્રાન્જેક્શન કરવામાં આવશે. NFC ટ્રાન્જેક્શન માટે એટીએમમાં પહેલાથી એક ચિપ ઇન્સ્ટોલ હશે, જેના થકી તમામ ટ્રાન્જૈક્શન કરવામાં આવી શકશે. મોબાઇલ પેમેન્ટના આ યુગમાં કાર્ડલેસ એટીએમની શરૂઆત અત્યારે અમેરિકામાં થઇ છે. જો કે, એવી પણ આશા વ્યક્ત કરાઇ રહી છે કે, આ સુવિધા જલદી ભારત સહિત બીજા દેશોમાં પણ ઉપલબ્ધ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.