વિદ્યાર્થીઓએ સાફ-સફાઈ કરતા ૪૫ રોબોટ બનાવી એશિયન રેકોર્ડ સ્થાપ્યો
હાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વચ્છતાની એક નવી પહેલ શરૂ થઈ છે. સ્વચ્છતા અભિયાનમાં દેશવાસીઓ જોડાઈ રહ્યા છે. ત્યારે હવે, સ્વચ્છતાની આ નવી પહેલમાં રોબોટ પણ જોડાયા છે. જી, હા યુનિવર્સિટીના ૨૭૦ વિદ્યાર્થીઓએ મળીને સાફ-સફાઈ કરતા ૪૫ રોબોટ બનાવ્યા છે અને આઈઆઈટી વિદ્યાર્થીઓએ એશિયન રેકોર્ડ સર્જયો છે.
ઘી ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસના કેમ્પસમાં રવિવારે વિદ્યાર્થીઓએ ૪૫ રોબોર્ટ દ્વારા ૪૫૦ સ્કેવર ફુટના કેમ્પસની સફાઈ કરી નવો એશિયન રેકોર્ડ બનાવ્યો છે. આ રોબોટ સ્માર્ટફોનના બ્લુટયુથ દ્વારા કંટ્રોલ કરી શકાય છે. જે વેકયુમ ટયુનલની જેમ કામ કરશે. આ તમામ રોબોટમાં તેના મધ્યમાં આરપીએમ મોટોર છે જેમાં બે સ્ક્રબ પેડ છે. જેથી રોબોટ ધુળને ખેંચી સાફ-સફાઈ કરી શકે.
સેન્ટર ફોર ઈનોવેશન (સીએફઆઈ)ના ફેકલ્ટી ઈન્ચાર્જ પ્રોફેસર બી.રવિન્દ્રને જણાવ્યું કે, રોબોટીકસ ગ્રુપે હાંસલ કરેલી સિદ્ધિઓએ રેકોર્ડ નોંધ્યો છે અને આવી પ્રવૃતિઓમાં વૈશ્ર્વિક સ્તરે પણ ભાગ લે છે.
સી.એફ.આઈ.ના સ્ટુડન્ટ એકઝીકયુટીવ હેડ ગૌરવ લોધાએ રોબોટના ઉપયોગને લઈ ફાયદાઓ જણાવતા કહ્યું કે, આ એક ટેકનિકલ ઈમ્પેકટ છે. ઈલેકટ્રોનીકસ, રોબોટીકસ, ઓટોમેશન, વાયરલેસ કોમ્યુનિકેશન, ૩-ડી પ્રીન્ટીંગ વગેરે અને તેની સાથે ટીમવર્ક, ટાઈમ મેનેજમેન્ટ, કોમ્યુનીકેશન, લીડરશીપ વગેરેના સુમેળથી મોટા ફાયદાઓ મેળવી શકીએ છીએ.