સર્વ બ્રાહ્મણ મહાસભાએ શરૂ કર્યો વિરોધ રાજસનમાં ચાલતુ શુટીંગ અટકાવી દેવા ત્રણ દિવસનું અલ્ટીમેટમ
હવે ઝાંસી કી રાની પર બનતી ફિલ્મ ‘મણિકર્ણિકા’ સો પણ પદ્માવતવાળી ઈ રહી છે. સર્વ બ્રાહ્મણ મહાસભાએ વિરોધ શરૂ કર્યો છે. સભાના મહારાષ્ટ્ર રાજયના પ્રમુખ સુરેશ મિશ્રાએ રાજસનમાં ચાલી રહેલા ફિલ્મ ‘મણિકર્ણિકા’ના શુટીંગને રોકી દેવા ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. અન્યા જોવા જેવી શે તેવી ચિમકી આપી છે.
ફિલ્મ ‘મણિકર્ણિકા’માં અભિનેત્રી કંગના રાણાવત ઝાંસી કી રાનીનો રોલ નિભાવી રહી છે. ઘણા સમયની ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું છે. અત્યારે તેનું એક શિડયુલ રાજસનમાં છે.
સર્વ બ્રાહ્મણ મહાસભા દ્વારા તેમને ‘મણિકર્ણિકા’માં ચોક્કસ શું વાંધો છે તે હજુ જણાવાયું ની પરંતુ તેઓ જૂનું ગાણુ ગાયા રાખે છે કે, અમે ઈતિહાસ સો ફિલ્મકારને ચેડા કરવા નહીં દઈએ. હજુ તો ફિલ્મ પદ્માવતની શાહી હજુ સુકાઈ પણ ની ત્યાં જ ‘મણિકર્ણિકા’ સામે વિરોધ શરૂ ઈ રહ્યો છે. આ નનકડી ચિંગારી આગળ જતા આગના ગોળાનું સ્વરૂપ પકડે તો નવાઈ નહીં. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, ઐતિહાસીક પાત્રો પર બનતી ફિલ્મનો વિરોધ કરવાનું જાણે ચલણ ઈ ગયું છે. હજુ તો ‘મણિકર્ણિકા’નું શુટીંગ ચાલી રહ્યું છે ત્યારે જ અંદરની વાત જાણ્યા વિના સર્વ બ્રાહ્મણ મહાસભા તેનો વિરોધ કરી રહી છે.