રેલવે તંત્રમાં હાલ વિવિધ સેવાઓ માટે કાર્યરત હેલ્પલાઈન નંબરોને સંકલિત કરીને એક હેલ્પલાઈનથી તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે
વિશ્ર્વની અગ્રણી પરિવહન નેટવર્ક ધરાવતી ભારતીય રેલવે હવે આધુનિકરણની દિશામાં આગળ વધવા વ્હીસલ વગાડી ચુકી છે. ગઈકાલે રેલવેએ તમામ જાણકારી અને મુસાફરોની સવલત સુવિધા વધારી યાત્રાની સુખાકારી સહિતની તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા નવી હેલ્પલાઈન ૧૩૯ શરૂ કરવાની જાહેરાત કરી છે. રેલવે ની નવી ૧૩૯ હેલ્પલાઈન મલ્ટી પલ હેલ્પ લાઈન તરીકે મુસાફરોે ને દેશ વ્યાપી ઉપલબ્ધ થશે.
રેલવેના મુસાફરોને ચાલુ યાત્રાએ જાણકારી, સુચનાઓ અને મદદ ઝડપથી મળી રહે તે માટે નવી હેલ્પલાઈન ૧૩૯ સેવારત કરી હોવાનું રેલવે મંત્રાલયે જણાવ્યું હતું. આ નવી હેલ્પલાઈન નં.૧૩૯ હાલની ૧૮૨ નંબર સહિતની તમામ હેલ્પલાઈનો સાથે સંકલિત થઈને મુસાફરોને મદદ કરશે. યાદ રહી જાય તેવા ૧૩૯ના આંક સાથે સેવારત કરવામાં આવી છે. રેલવેમાં ૧૩૯ ઉપરાંત અત્યારે ફરિયાદો માટે ૧૩૮ અકસ્માત અને સલામતી માટે ૧૦૭૨, એસ.એમ.એસ પર ફરિયાદ માટે ૯૭૧૭૬, ૩૦૯૮૨ અને કોચ સફાઈ માટે ૫૮૮૮૮/૧૩૮ વિજિલન્સ માટે ૧૫૨૨૧૦, કેટરીંગ સેવા માટે ૧૮૦૦૧૧૧૩૨૧, ૧૩૯ની હેલ્પલાઈન ૧૨ ભાષામાં કાર્યરત છે. ઈન્ટરેકટીવ રિસ્પોન્સ સિસ્ટમ આધારિત આ ૧૩૯ નંબરની સેવા ગ્રાહકોને સુરક્ષા, આરોગ્ય, માર્ગદર્શનથી આ સુવિધામાં પેસેન્જરને ૧ નંબર દબાવવાથી કોલ સેન્ટરના સંપર્ક કરી શકાશે. ઈન્કવાયરી માટે ૨ નંબરથી પીએનઆર ટ્રેનના લોકેશન, ટિકિટના દર બુકિંગ, ટિકિટ કેન્સલ, વ્હીલ ચેર, ભોજનનો ઓર્ડર, કેટરીંગ ફરિયાદ માટે નં.૩, સામાન્ય ફરિયાદ માટે નં.૪ અને ૫ નંબર દબાવવાથી વિજિલન્સની ફરિયાદોની સવલત મળશે. ૬ નંબર પર અકસ્માત સંબંધી જાણકારીની ફરિયાદની તપાસની સ્થિતિ, નં.૯ દબાવવાથી કોલ સેન્ટર પર પ્રતિનિધિ સાથે વાતચીત કરી શકાશે. દેશમાં રેલવેનું ઉપયોગ કરનારાઓની સંખ્યા દૈનિક કરોડોના આંકડાઓમાં છે. વિશ્ર્વનું સૌથી મોટુ પરિવહન નેટવર્ક ધરાવતી ભારતીય રેલવે સાત દાયકામાં કોલસાના ધુમાડા કાઢતા એન્જિનથી રોજીંદા વિકાસ અને સમય સાથે પ્રગતિ સાધીને આજે વાય ડિઝલ, ઈલેકટ્રીક મેટ્રોથી લઈને બુલેટ ટ્રેન સુધીની સફર પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે ત્યારે રેલવે ડિઝિટાઈઝેશનમાં પણ પાછુ શા માટે રહે તે માટે ૧૩૯ની આ સેવા રેલવેના કરોડો મુસાફરો માટે તંત્ર સાથે સીધા સંપર્કનું માધ્યમ બની રહેશે તેવું રેલવે તંત્રનાં સુત્રોએ જણાવ્યું હતું.