સરકસમાં જીવ પુરતા પ્રાણીઓ ઉપર પ્રતિબંધ મુકાયો
જયારે મનોરંજન માટે આજે મોબાઈલ, ટીવી, ઈન્ટરનેટ, વીડિયો ગેમ્સ અને ટેકનોલોજીના ઉપકરણો છે. એક સમયે ચલચિત્રો અને સરકસ જ મનોરંજનનું સૌથી મોટુ માધ્યમ હતું. સરકસ એવું ક્ષેત્ર છે જે પહેલેથી સંઘર્ષ કરતું આવ્યું છે પરંતુ તેમ છતાં રેડીયોની માફક ટકી રહેલું છે જેનું એકમાત્ર કારણ સરકસમાં કરતબ કરતા પ્રાણીઓ છે જે ખરા અર્થમાં સરકસને રોમાંચક બનાવવાની સાથે તેમાં પ્રાણ પુરે છે.
આપણે સરકસમાં સાવજો, વાઘ, વાંદરા, હાથી, ઘોડા, રીંછ જેવા ટ્રેઈન કરેલા જાનવરોને મનોરંજન માટે સરકસમાં ઉપયોગમાં લેવાતા જોયા છે ત્યારે આ વાત હવે ભૂતકાળ બની જશે.
એનીમલ રાઈટ એક્ટિવીસ્ટ એટલે કે, એનીમલ એમેન્ડમેન્ટ લ્સ ૨૦૧૮ મુજબ નિર્ણય લેવાયો છે કે, પહેલા સરકસમાં પ્રાણીઓના ખેલ માટે આંશિક પ્રતિબંધ હતો તે હવે સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે. પ્રાણીઓને ટ્રેનીંગ આપીને ખુબજ ઓછા ખર્ચામાં બહોળી કમાણી કરતા સરકસની પડી ભાંગવાની સ્થિતિ આવી શકે છે.
૨૦૧૧માં લાગુ કરાયેલા નિયમો મુજબ જાહેર ખબર માટે પણ પ્રાણીઓના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પ્રાણીઓ કે, પશુઓની પજવણી કરવી અપરાધ છે. ત્યારે હવે પહેલેથી જ પડી ભાંગેલા સરકસના ધંધામાં એકમાત્ર જીવ પુરતા પ્રાણીઓ ઉપર પ્રતિબંધ મુકાવાથી સરકસો ભુતકાળ બને તેવી પણ સ્થિતિ આવી શકે છે.