આજે અનેક લોકોની એક પસંદ એટલે WhatsApp જે પોતાના ફીચર દ્વારા યુઝર્સને આકર્ષે છે. થોડા સમય પહેલા મેટા-માલિકીના લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ 2021ની શરૂઆતમાં તેની પ્રાયવેસી પોલીસીમાં કેટલાક ફેરફારો કર્યા હતા, જેનાથી વિવાદ થયો હતો. મેસેજિંગ સર્વિસ હવે આ ફેરફારોને લઈને યુરોપિયન યુનિયન સાથે કરાર પર પહોંચી ગઈ છે. વોટ્સએપે હવે વપરાશકર્તાઓ માટે તેની સેવાની શરતોના અપડેટ્સને નકારવાનું સરળ બનાવવાનો નિર્ણય લીધો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, મેસેજિંગ પ્લેટફોર્મે આવો નિર્ણય લેતા પહેલા યુરોપિયન કમિશન અને EU ગ્રાહક સુરક્ષા નિયમનકારો સાથે આ મુદ્દા પર ચર્ચા કરી છે.
યુરોપિયન કમિશને કહ્યું છે કે મેટા-માલિકીનું મેસેજિંગ પ્લેટફોર્મ યુઝર્સને શરતોને નકારતા અને સેવાઓના ઉપયોગને મર્યાદિત કરતા પહેલા “સ્પષ્ટ રીતે સમજાવશે. WhatsApp યુઝર્સ આ અપડેટ્સ સંબંધિત નોટિફિકેશનને પણ કાઢી શકે છે અને તે અપડેટ્સની સમીક્ષા કરવામાં વિલંબ કરી શકે છે. WhatsApp એ પણ પુષ્ટિ કરી છે કે તે વિજ્ઞાપન માટે અન્ય મેટા પ્લેટફોર્મ્સ (જેમ કે Facebook) અથવા અન્ય કોઈ તૃતીય પક્ષ સાથે વ્યક્તિગત ડેટા શેર કરશે નહીં.
શું હતો વર્ષ ૨૦૨૧નો પ્રાયવેસી વિવાદ ??
WhatsAppનો પ્રાઈવેસી પોલીસી વિવાદ 4 જાન્યુઆરી, 2021થી શરૂ થયો હતો. જ્યારે વ્હોટ્સએપ ઓપન કરતાં સમયે યુઝર્સને ડિસ્પ્લે પર એક નવો મેસેજ મળ્યો. આ મેસેજમાં વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીની માહિતી હતી તેમાં કહેવાયું હતું કે આ પોલિસીને 8 ફેબ્રુઆરી સુધી એક્સેપ્ટ કરવી પડશે નહિ તો વ્હોટ્સએપ અકાઉન્ટનો યુઝર ઉપયોગ નહિ કરી શકે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર વ્હોટ્સએપ વિરોધનાં વંટોળ શરૂ થયા. લોકો તેમની પ્રાઈવસી પર સંકટ માની સિગ્નલ, ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ્સ પર સ્વિચ થવા લાગ્યા હતા.
જયારે યુઝર્સ બીજા પ્લેટફોર્મ પર સ્વીચ થવા લાગ્યા ત્યારે વોટ્સએપે યુઝર્સને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો કે કંપની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ વાતચીતોને એક્સેસ કરી શકતી નથી. જો કે, પ્રતિક્રિયાએ કંપનીને પોલિસી રોલઆઉટ અટકાવવાની ફરજ પડી. બાદમાં, જ્યારે તેણે નવી નીતિને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કંપનીએ સ્પષ્ટતાની ચેતવણી ઉમેર્યું કે જ્યાં સુધી આ શરતો વપરાશકર્તાઓ દ્વારા પૂરી ન થાય ત્યાં સુધી સેવા ધીમે ધીમે કામ કરવાનું બંધ કરશે.
નવી પોલિસીમાં વ્હોટ્સએપે કહ્યું હતું કે, તે યુઝરનો ડેટા ફેસબુક અને અન્ય કંપનીઓ સાથે શેર કરશે. પોલિસી એક્સેપ્ટ કર્યા બાદ યુઝર વ્હોટ્સએપ પર જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ કરશે તેને કંપની કોઈ પણ પ્લેટફોર્મ અને કોઈ પણ દેશમાં ઉપયોગ કરી શકે છે. આમ કરવા પાછળ વ્હોટ્સએપનો એવો તર્ક હતો કે તે યુઝરની સુરક્ષા અને સુવિધા વધારવા માટે કરવામાં આવશે, પરંતુ નિષ્ણાતોના મતે કંપની યુઝરના ડેટાને કમર્શિયલાઈઝ્ડ કરી રહી છે ત્યારે આ મુદ્દે જાન્યુઆરી 2022 માં, યુરોપિયન કમિશન સામેલ થયું અને WhatsApp પર લગાવવામાં આવેલા અન્યાયી વ્યવહારોના આરોપોનો જવાબ આપ્યો. નિયમનકારી સંસ્થાએ મેસેજિંગ સર્વિસને લોકોના ડેટાનો ઉપયોગ કરવાની તેની પદ્ધતિઓ વધુ સારી રીતે સમજાવવા કહ્યું. જૂન 2022માં, કમિશને વોટ્સએપને તેના બિઝનેસ મોડલને સમજાવવા કહ્યું અને એ પણ પૂછ્યું કે તેને વ્યક્તિગત ડેટા એકત્ર કરવાથી શું ફાયદો થયો છે.
કમિશનનું કન્ઝ્યુમર પ્રોટેક્શન કોઓપરેશન નેટવર્ક આગામી પોલિસી અપડેટ્સમાં આ વચનોની WhatsAppની એપ્લિકેશન પર “સક્રિયપણે દેખરેખ” કરવાનું આયોજન કરી રહ્યું છે. યુરોપિયન કમિશને કથિત રીતે પુષ્ટિ કરી છે કે કોઈપણ વાયોલન્સને પ્રોત્સાહન આપશે તો તેને દંડ કરવામાં આવશે. વ્હોટ્સએપ એકમાત્ર પ્લેટફોર્મ નથી જેની તપાસ નિયમનકારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. કમિશન દાવો કરે છે કે તે સક્રિયપણે “ડાર્ક પેટર્ન” શોધી રહ્યું છે.