રાજકોટના મેયર તરીકે આજે અઢી વર્ષની મુદત પૂર્ણ થતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના નામની આગળ પૂર્વ મેયર શબ્દ લાગી ગયો છે. જનરલ બોર્ડની બેઠક પૂર્ણ થતાની સાથે જ તેઓએ નવનિયુકત મેયર બીનાબેન આચાર્યને મહાપાલિકાની સરકારી ગાડી સોંપી દીધી હતી અને પોતાની નેનો કારમાં સવાર થઈ ઘેર જવા માટે રવાના થયા હતા તે વેળાની તસવીર.