રિઝર્વ બેંકે નકલી નોટને ઓળખવા એપ્લિકેશન લોન્ચ કરી
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા નકલી નોટોની ચકાસણી માટેનું મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહી છે. ગ્રાહકો દ્વારા ભરણામાં નકલી ચલણી નોટો આવતી હોવાની મળતી વ્યાપક ફરિયાદોનાં તાત્કાલીક ઉકેલ માટે નોટોની ચકાસણી માટે આરબીઆઈ દ્વારા મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરી ચલણી નોટોની પારર્દાકતા વધુ સઘન બનાવાશે. અત્યાર દેશના અર્થતંત્રમાં ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નોટો ચલણમાં છે. અને આરબીઆઈની નોટો બજારમાં ચૂકવાની તૈયારી થઈ રહી છે આરબીઆઈ દ્વારા ભરણામાં આવતી નોટોમાંથી નકલી નોટોની આશંકાની ફરિયાદનો તાત્કાલીક ઉકેલ લાવી મોબાઈલ એપ્લીકેશનથી નોટની ખરાઈ કરી નોટ અસલી છે કે નકલી તેની ચકાસણી કરવાની ખરાઈ ઉભી થઈ છે. આ ચકાસણી માટે મોબાઈલ એપ્લીકેશન આર્શિવાદરૂપ બનશે. ઈન્યેગલ્યુ, પ્રિન્ટીંગ આધારીત ઓળખી અને તેની નિશાનીઓ કે જે ૧૦૦ રૂપીયાને તેની ઉપરની નિશાનીઓમાં મોજુદ છે. તેના આધારે નોટ અસલીયતની ખરાઈ કરવામાં આવશે.
૨૦૧૬માં ૫૦૦ અને ૧૦૦૦ની નોટબંધી બાદ નવ કદ અને ડિઝાઈનની નોટો બજારમાં મૂકવામાં આવી છે આરબીઆઈ દ્વારા નવી નોટો સામે ઓળખ અંગે ઉભા થયેલા પડકારોને પહોચી વળવા અને નોટની અસલીયતની ઓળખ માટે ખાસ મોબાઈલ એપ્લીકેશન બનાવવામા આવી રહી છે. આરબીઆઈ દ્વારા સોફટવેર નિષ્ણાંતોને નોટો અસલી છે કે નકલીતેની ખરાઈ કરવા માટે જે મોબાઈલ એપ્લીકેશનનો ઓડર આપવામાં આવ્યો છે. તેમા મહાત્મા ગાંધીની શ્રેણી અને નવી શ્રેણીની ઈમેજના આધારે એપ્લીકેશન કામ કશે કોઈપણ નોટને મોબાઈલ કેમેરા સામે મૂકયા બાદ તેનું પૃથ્થકરણ કરીને નોટના સાચા ખોટાના પારખા કરી શકે તેવી એપ્લીકેશન તૈયાર કરવાનું ટેકનીકલ કંપનીઓને કામ સોંપવામાં આવ્યું છે. આરબીઆઈએ અગાઉ મળેલી આ દરખાસ્ત પર વિચારણા શરૂ કરી હતી નોટની પરખ માટેની આ એપ્લીકેશન ધ્વની આધારીત વ્યવસ્થા સાથે પણ કામ કરશે નોટના ફોટા પાડયા બાદ જો પરિણામ ન આવે તો બીજીવાર પર પ્રયત્ન કરી શકાશે.
દેશમાં ૮૦ લાખથી વધુ અંધ અને દ્રષ્ટી સમસ્યા ધરાવતા લોકો માટે આ નોટની ચકાસણીની એપ્લીકેશન આશિવાદ રૂપ બનશે જૂન ૨૦૧૮માં સેન્ટ્રલ બેંકે જાહેરાત કરી હતી કે ટુંક સમયમાં ચલણી નોટોના પારખા માટે એક અસરકારક વ્યવસ્થા ઉભી કરશે. અને તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામા આવશે ભારતીય ચલણી નોટોની પરખ માટે આરબીઆઈ દ્વારા તૈયાર કરાવવામાં આવી રહેલી આ મોબાઈલ એપ્લીકેશન સામે કોઈપણ નોટ મૂકી તેનો ફોટો પાડી નોટ સાચી છે કે ખોટી તેની તાત્કાલીક માહિતી મેળવી શકાશે.
નોટબંધી બાદ અમલમાં આવેલી ૧૦,૨૦,૫૦,૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નોટના ફિકચર્સ ઓળખવાનું આ એપ્લીકેશનનોટ સાચી છે કે ખોટી તેનો તુરંત રીપોર્ટ આપશે.