RBIની જાહેરાત: હવે ક્રેડિટ કાર્ડથી થતા વ્યવહારો ઉપર સરકારની સીધી નજર રહેશે
હવે ક્રેડિટ કાર્ડની મદદથી પણ યુપીઆઈ પેમેન્ટ કરી શકાશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે આ અંગે જાહેરાત કરી. રિઝર્વ બેંક જલદી આ સુવિધા શરૂ કરશે. આ સુવિધાની શરૂઆત રૂપે ક્રેડિટ કાર્ડથી થશે. આવું કરીને સરકાર હવે દરેક ક્રેડિટ કાર્ડથી થનારા વ્યવહારો ઉપર વધુ સઘનતાથી નજર રાખી શકશે.
યુપીઆઈ હાલ દેશમાં પેમેન્ટનું લોકપ્રિય માધ્યમ બનેલું છે. આ પ્લેટફોર્મથી લગભગ 26 કરોડ યૂઝર્સ અને પાંચ કરોડ વેપારીઓ જોડાયેલા છે. ક્રેડિટ કાર્ડને યુપીઆઈ સાથે જોડવાનો મૂળ હેતુ ગ્રાહકોને ચૂકવણી માટે વધુ વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો છે. હાલ યુપીઆઈ યૂઝર્સ માટે માત્ર ડેબિટ કાર્ડ અને સેવિંગ/કરન્ટ એકાઉન્ટ એડ કરીને ટ્રાન્ઝેક્શનની સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધા શરૂ થતાની સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પણ વધુ પ્રોત્સાહન મળશે. ક્રેડિટ કાર્ડને યુપીઆઈ સાથે જોડવાની શરૂઆત આરબીઆઈ પ્રમોટેડ એનપીસીઆઈ તરફથી બહાર પાડવામાં આવેલા રૂપે ક્રેડિટ કાર્ડ થી થશે. ત્યારબાદ સિસ્ટમમાં ડેવલપમેન્ટની સાથે માસ્ટરકાર્ડ તથા વિઝા સહિત અન્ય ગેટવે પર બેસ્ડ ક્રેડિટ કાર્ડ માટે પણ આ સુવિધા શરૂ થઈ શકે છે.
આ વ્યવસ્થાથી જે લોકો કોઈ જરૂર પડ્યે ક્રેડિટ કાર્ડથી કેશ કાઢી લે છે કે પછી તેના પૈસા બેંક ટ્રાન્સફર કરે છે તેવા લોકોને સરળતા રહેશે. આ બંને સ્થિતિમાં તેમણે વધારાનો ચાર્જ ચૂકવવો પડતો હોય છે. વર્તમાન વ્યવસ્થામાં યુપીઆઈ દ્વારા ચૂકવણી
કેવી રીતે થઈ શકશે પેમેન્ટ?
રિઝર્વ બેંકની આ સુવિધાથી હવે ક્રેડિટ કાર્ડને સ્વાઈપ કર્યા વગર જ પેમેન્ટ કરવું શક્ય બનશે. આ માટે ક્રેડિટ કાર્ડને પહેલા યુપીઆઈ સાથે લિંક કરવું પડશે. ત્યારબાદ સીધુ ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ થઈ શકશે. પેમેન્ટ કરતી વખતે તમને વિકલ્પ મળશે કે તમે કયા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા માંગો છો. જેવું તમે યુપીઆઈ એપથી પેમેન્ટ શરૂ કરશો કે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. ઓટીપી સબમિટ કરતા જ પેમેન્ટ પ્રોસેસ પૂરી થશે.