નવો કાયદો રોકાણ, રોજગાર સહિત અનેક ક્ષેત્રમાં હકારાત્મક અસર પાડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષના ભારતના અર્થતંત્રને ૫ ટ્રિલિયન ડોલર સુધી વિસ્તારવાનું લક્ષ્ય સાધવા માટે એક પછી એક પગલાઓ ભરી રહી છે. દેશમાં આર્થિક વિકાસ દરની ઉન્નતિ લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગના વિકાસ માટે ઈકોમર્સને પ્રોત્સાહન બાદ ઔદ્યોગિક પ્રોત્સાહન માટે સેઝની મંજૂરીની સરળતા માટે સરકારે સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન ધારો પસાર કરીને ટ્રસ્ટને સેઝની સપના સરકારની ભાગીદારીથી નિર્માણ કરીને આર્થિક વિકાસ અને રોજગારના ક્ષેત્રને વેગવાન બનાવવાની દિશામાં મહત્વનું કદમ ભર્યું છે.
ગુરૂવારે લોકસભામાં પસાર થયા બાદ બીજા દિવસે મંજૂર થયો હતો. આ નવો કાયદો સેઝ એનેઝમેન્ટ ૨૦૧૯ની જગ્યાએ અમલમાં આવશે. આ નવા સુધારેલા કાયદામાં ટ્રસ્ટોને સેઝના એકમો સપવા માટેના રસ્તાઓ ખુલશે. આ નવા કાયદા અંગેની ચર્ચામાં વેપાર અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, આ નાનો કાયદો અને જોગવાઈ રોકાણ, રોજગાર અને વિકાસને ખુબ મોટી અસર કરશે. અત્યાર સુધી સરકારને વિવિધ ટ્રસ્ટોની આઠ જેટલી દરખાસ્તો મળી હતી. આ ટ્રસ્ટો સેઝના માધ્યમી આઠ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા ઈચ્છે છે. આ સાથે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના વાર્ષિક રોકાણનું સરકાર આશા સેવી રહી છે.
ટ્રસ્ટને સેઝની સપના માટેની મંજૂરીને લગતા આ ખરડાનો જો કે કેટલાક સાંસદોએ ચૂંટણી પૂર્વે જ ચૂંટણીની જાહેરાત વખતે સેઝ એમેઝમેન્ટના ખરડા અંગે નારાજગી વ્યકત કરી હતી. પિયુષ ગોયેલે આ ખરડાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આર્થિક વિકાસની આ સફર રોકી નહીં શકાય. કેટલાક ધારાસભ્યો અને પક્ષો સંસદમાં કાયદાઓ પસાર કરવા આડે અવરોધ અને વિઘ્નો નાંખી રહ્યાં છે.
માર્ચ-૨૦૧૯ના અંત સુધીમાં સેઝમાં રોકાણનો આંકડો પાંચ લાખ કરોડ સો ૨૦ લાખ રોજગારી અને સાત લાખ કરોડના નિકાસ સુધી આ અભિયાન આગળ વધી ચૂકયું છે. કેટલાક સાંસદોએ સેઝના નામે જમીનોની લ્હાણી સામે પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા.
વિરોધ કરનારા સાંસદોમાં આપના સંજયસિંહે સમ્યાદિત થયેલી જમીન બિનઉપયોગી રહે તેવા કિસ્સામાં ખેડૂતોને જમીન પરત આપવાની જોગવાઈ અને સેઝમાં સનિક લોકોને રોજગારી મળવાની જોગવાઈ અંને જાણકારી માંગી હતી. કોંગ્રેસના ભટ્ટાચાર્યએ સેઝમાં ખેતી જમીનના નહીં પરંતુ બંજર જમીનના ઉપયોગ થવું જોઈએ તેવું સુચન કર્યું હતું. ટ્રસ્ટના નાણાના થોતની જાણકારી મળે તેવી માંગ કરી હતી. અકાલી દલના નરેશ ગુજરાલે સેઝને ટેકો આપી ટ્રસ્ટના માધ્યમોી વિદેશી મુડી રોકાણ વધશે એવી આશા વ્યકત કરી હતી.